Rice Water : પોષક તત્ત્વો અને સ્ટાર્ચથી ભરપૂર આ પાણી સ્વાસ્થ્ય માટે છે ઉપયોગી, જાણો તેના ફાયદા

|

Jun 17, 2021 | 7:30 PM

Rice Water : ચોખાનું પાણી આરોગ્ય માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ ત્વચાના ગ્લો અને વાળની ​​ચમક માટે પણ થઈ શકે છે. ચાલો જાણીએ કે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

Rice Water : પોષક તત્ત્વો અને સ્ટાર્ચથી ભરપૂર આ પાણી સ્વાસ્થ્ય માટે છે ઉપયોગી, જાણો તેના ફાયદા
પોષક તત્ત્વો અને સ્ટાર્ચથી ભરપૂર આ પાણી સ્વાસ્થ્ય માટે છે ઉપયોગી

Follow us on

ચોખા સામાન્ય રીતે પાણીમાં ઉકાળીને તેને રાંધવામાં આવે છે. આ ભાતને નરમ બનાવે છે. ત્યારબાદ ભાતનું પાણી ફેંકવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે ચોખાના પાણીમાં પોષક તત્ત્વો અને સ્ટાર્ચ (Nutrients and Starch) ભરેલા છે, જેનો ઉપયોગ ઘણી રીતે થઈ શકે છે. ચોખાનું પાણી આરોગ્ય (Health) માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ ત્વચાના ગ્લો અને વાળની ​​ચમક માટે પણ થઈ શકે છે. ચાલો જાણીએ કે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

ઉર્જા વધારવા માટે

રાંધેલા ભાતનું પાણી પીવાથી પાચનમાં સુધારો થાય છે. તેનું સેવન કરવાથી કબજિયાતથી રાહત મળે છે અને અનેક રોગોથી બચી શકાય છે. ચોખાના પાણીમાં ખનિજ તત્વ અને કાર્બોહાઇડ્રેટ્સ ભરપૂર હોય છે. તેથી દરરોજ સવારે એક ગ્લાસ ભાતનું પાણી પીવાથી તમારા શરીરને આખો દિવસ સક્રિય રહેવા માટે પૂરતી ઉર્જા મળે છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

બાળકો માટે ખોરાક તરીકે

બાળકો માટે સ્વસ્થ ખોરાક લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફળો અને શાકભાજી સિવાય તમે ચોખાના પાણીનો ઉપયોગ સૂપના રૂપમાં પણ કરી શકો છો. આ માટે બાળકને થોડા રાંધેલા ભાત અને થોડું ચોખાનું પાણી આપો. તે પચાવામાં પણ સરળ હોય છે અને કબજિયાતને દૂર કરે છે.

ખીલ અને પિમ્પલ્સની સારવાર કરે છે

ચોખાના પાણીનો ઉપયોગ કરવાથી ત્વચાના દાગથી છૂટકારો મેળવી શકાય છે. ચોખાના પાણીમાં રૂ પલાળી અને તેને ત્વચા પર લગાવો. તે પિમ્પલ્સ અને ખીલથી સરળતાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

વાળ માટે માસ્ક તરીકે ઉપયોગ કરો

તમારા વાળની ​​બધી સમસ્યાઓને દૂર કરવા માટે ભાતનું પાણી એક સહેલો અને સસ્તો રસ્તો હોઈ શકે છે. ફક્ત તમારા વાળને ચોખાના પાણીથી માલિશ કરો અને 20 મિનિટ સુધી રાખો. થોડા દિવસોમાં વાળની ચમક પાછી લાવવામાં મદદ કરશે.

પાચન અને આંતરડાનું આરોગ્ય સુધારે છે

ભાતનું પાણી શરીરને પૂરતું પોષણ આપે છે. પેટના સ્વાસ્થ્યની સાથે, તે પાચનમાં પણ સુધારો કરી શકે છે. તેમાં રહેલા ખનિજ તત્વો શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે. તમે ઉનાળાની ઋતુમાં તેનું સેવન કરી શકો છો. તેમાં પોષક તત્વોના કારણે તે શરીરને પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશન પ્રદાન કરે છે.

ચહેરના સીરમ તરીકે ઉપયોગ

એક બોટલમાં ચોખાનું પાણી, ગુલાબજળ અને ગ્લિસરિન ભરી લો. તેને સારી રીતે મિક્ષ કરી તેમાં ઓરેન્જ એસેંશિયલ તેલના ટીપાં ઉમેરો અને તેને ફરી મિક્ષ કરી લો. ત્યારબાદ તેનો ત્વચા માટે ઉપયોગ કરો.

Published On - 6:54 pm, Thu, 17 June 21

Next Article