ડાયાબિટીસના દર્દીઓ ઉપવાસ કરતી વખતે આ હેલ્થ ટિપ્સ જરૂર ધ્યાનમાં રાખે
નવરાત્રિના ઉપવાસ દરમિયાન ઘણા લોકો તળેલા અને શેકેલા ખોરાકનું સેવન કરે છે. આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તમે બાફેલા ખોરાક ખાઈ શકો છો.
નવરાત્રિ (Navratri )દરમિયાન ઘણા લોકો ઉપવાસ(Fast ) રાખે છે. આ દરમિયાન સાત્વિક આહારનું(Food ) સેવન કરવામાં આવે છે. ઉપવાસ કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. આ શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસથી પીડિત લોકોએ ઉપવાસ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ક્યારેક લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી અને વધુ તળેલા ખોરાક ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તેથી, ડાયાબિટીસના દર્દીએ ઉપવાસ દરમિયાન પોતાનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. આવો જાણીએ ઉપવાસ દરમિયાન ડાયાબિટીસના દર્દીઓએ કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
લાંબા સમય સુધી ભૂખ્યા ન રહો
ડાયાબિટીસના દર્દીએ ઉપવાસ દરમિયાન લાંબા સમય સુધી ભૂખ્યા ન રહેવું જોઈએ. આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઉપવાસ દરમિયાન, દરેક સમયે થોડી હળવી અને આરોગ્યપ્રદ વસ્તુઓ ખાવાનું રાખો. આ બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે.
વધુ ચા અથવા કોફી ન પીવો
ડાયાબિટીસના દર્દીએ ઉપવાસ દરમિયાન વધુ પડતી ચા કે કોફીનું સેવન ન કરવું જોઈએ. એવી વસ્તુઓ ખાઓ જે તમને ઉર્જા આપે. તમે નારિયેળ પાણી, લીંબુ પાણી અને લસ્સી વગેરેનું સેવન કરી શકો છો.
પૂરતું પાણી પીવો
પૂરતું પાણી પીવાની હંમેશા સલાહ આપવામાં આવે છે. આ તમને હાઇડ્રેટેડ અને એનર્જેટિક રાખે છે. ઉપવાસ દરમિયાન પણ, ડાયાબિટીસના દર્દીએ સમયાંતરે પાણી પીવું જોઈએ. તેનાથી શરીર હાઇડ્રેટ રહે છે. ડાયાબિટીસના દર્દી માટે પણ નારિયેળ પાણી ખૂબ જ ફાયદાકારક છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ડૉક્ટરની સલાહ લો
ડાયાબિટીસના દર્દીએ ઉપવાસ કરતા પહેલા તેના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ઉપવાસ દરમિયાન તમારા બ્લડ શુગરનું સ્તર નિયમિતપણે તપાસતા રહો.
દવાઓનું ધ્યાન રાખો
ઘણા લોકો ઉપવાસ દરમિયાન દવાઓ લેવાનું ટાળે છે. આ કરવાનું ભૂલશો નહીં. તમારી દવાઓ અને ઇન્સ્યુલિનના ડોઝ સમયસર લેતા રહો.
તળેલો ખોરાક ખાવાનું ટાળો
નવરાત્રિના ઉપવાસ દરમિયાન ઘણા લોકો તળેલા અને શેકેલા ખોરાકનું સેવન કરે છે. આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તમે બાફેલા ખોરાક ખાઈ શકો છો. તમે શેકેલા અથવા બાફેલા શક્કરીયા ખાઈ શકો છો. શિંગોડાનો લોટ વાપરી શકાય છે. તે ખૂબ જ પૌષ્ટિક છે. તમે કાકડી રાયતા અને લો ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકનું સેવન કરી શકો છો.
(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)
આ પણ વાંચો :
Memory Problem : એન્ટિબાયોટિક્સની વિપરીત અસરથી થઇ શકે છે યાદશક્તિને નુકશાન
બાયપોલર ડિસઓર્ડર : આ બીમારી બની રહી છે મોટી માનસિક સમસ્યા, જાણો શું છે તેના લક્ષણો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો