4 હજારથી ઓછા છે કેસ છતા કેમ Monkeypoxને મહામારી જાહેર કરવામાં આવી ? જાણો હકીકત

|

Jun 25, 2022 | 5:59 PM

દુનિયામાં મંકીપૉક્સના (Monkeypox) 3,273 કેસ એટલે કે 4000 કરતા ઓછા કેસ છે. ત્યારે સવાલ એ થાય કે આટલા ઓછા કેસ હોવા છતા કેમ તેને મહામારી જાહેર કરવામાં આવી. ચાલો જાણીએ તેનું કારણ.

4 હજારથી ઓછા છે કેસ છતા કેમ Monkeypoxને મહામારી જાહેર કરવામાં આવી ? જાણો હકીકત
Monkeypox virus
Image Credit source: pti

Follow us on

દુનિયા હજુ કોરોના મહામારીમાંથી માંડમાડ બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છે, તેની વચ્ચે બીજી એક મહામારી દુનિયાના લોકોને પોતાનો શિકાર બનાવવા આવી છે. દુનિયાભરમાં મંકીપૉક્સ વાઈરસના (Monkeypox virus) કેસ સતત વધી રહ્યા છે. દુનિયાના 58 દેશોમાં હમણા સુધી મંકીપૉક્સના 3,273 કેસ નોંધાયા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (Who) પણ આ વાયરસને ગંભીરતાથી લઈ રહ્યુ છે. જોકે હમણા સુધી મોતનો એકપણ કેસ નોંધાયો નથી. પણ આ વાયરસને ફેલાતો અટકાવવા તમામ દેશોએ યોગ્ય પગલા ભરવા જરુરી છે.

દુનિયામાં મંકીપૉક્સના 3,273 કેસ એટલે કે 4000 કરતા ઓછા કેસ છે. ત્યારે સવાલ એ થાય કે આટલા ઓછા કેસ હોવા છતા કેમ તેને મહામારી જાહેર કરવામાં આવી. ચાલો જાણીએ તેનું કારણ.

સમયસર લેવાયો નિર્ણય

દુનિયાભરના હેલ્થ એક્સપર્ટનું માનવુ છે કે કોઈપણ રોગને મહામારી જાહેર કરવા પાછળ ઘણા કારણો હોય છે. જો રોગ અથવા વાયરસનો ફેલાવો એક વિસ્તાર અથવા દેશમાંથી અન્ય દેશોમાં શરૂ થાય છે, અને લોકો તેનાથી સંક્રમિત થાય છે, તો તે રોગને મહામારી તરીકે જાહેર કરવામાં આવે છે. એ પણ જોવામાં આવે છે કે રોગની ગંભીરતા કેટલી છે અને તેનું પ્રસારણ કેટલી ઝડપથી થઈ રહ્યું છે. મંકીપોક્સ ટૂંકા સમયમાં 50 થી વધુ દેશોમાં ફેલાઈ ગયો છે. આવી સ્થિતિમાં તેને મહામારી જાહેર કરવી જરૂરી હતી. કોરોના વાયરસથી બોધપાઠ લઈને મંકીપોક્સને મહામારી જાહેર કરવામાં આવી છે. કારણ કે 2020માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવિડને મહામારી જાહેર કરવામાં ઘણો સમય લીધો હતો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

કોરાના જેટલો ખતરનાક છે મંકીપોક્સ ?

કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે અને કરોડો લોકોના મોત થયા છે. આ વાયરસમાં મ્યુટેશન પણ ખૂબ વધારે છે. તે જ સમયે, મંકીપોક્સમાં ક્યારેય કોઈ પરિવર્તન જોવા મળ્યું નથી, તો શું તે જોખમી નથી? જોકે તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે કે એવું જરૂરી નથી કે જે વાયરસમાં મ્યુટેશન ન હોય તે ખતરનાક ન હોય. મ્યુટેશન ન થવાનો એક ફાયદો એ છે કે આ પ્રકારના વાયરસ માટેની રસી સરળતાથી બની જાય છે અને અસરકારક પણ. આથી મંકીપોક્સને હળવાશથી ન લેવો જોઈએ. કારણ કે ભલે આના કારણે મૃત્યુના કોઈ કેસ નથી, પરંતુ તેનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. મંકીપોક્સ કોરાના કરતા ઓછો ખતરનાક છે.

Next Article