Migraine: જો તમે પણ માઇગ્રેઇનની સમસ્યાથી પિડાવો છો તો આ માહિતિ તમારા કામની છે

|

Sep 18, 2021 | 8:14 AM

આ એક આનુવંશિક બીમારી છે જે ખાનપાન, વાતાવરણના બદલાવ, તણાવ કે ક્યારેય વધારે સમય સુવાથી પણ થઈ શકે છે. બાયોફિડબેક, યોગ, એક્યુપ્રેશન અને નિયમિત કસરતથી માઇગ્રેનથી મુક્તિ મળી શકે છે.

Migraine: જો તમે પણ માઇગ્રેઇનની સમસ્યાથી પિડાવો છો તો આ માહિતિ તમારા કામની છે
Home Remedies for Migraine

Follow us on

માઇગ્રેઇન (Migraine)એક ખાસ પ્રકારનો માથાનો દુખાવો છે. સામાન્ય રીતે આ દુખાવો કાન કે પછી આંખની પાછળના ભાગમાં થતો હોય છે. આના કારણે કેટલાક લોકોની જોવાની ક્ષમતા પણ ઓછી થઈ જતી હોય છે. આપણા દેશમાં મોટાભાગના લોકો આ સમસ્યાથી પીડાય છે પણ એને ગંભીરતાથી નથી લેતા અને યોગ્ય ઉપચાર નથી કરાવતા. પુરુષોની સરખામણીમાં મહિલાઓને આ સમસ્યા વધારે થતી હોય છે અને બહુ ઓછી મહિલાઓ એનો ઉપચાર કરાવે છે. તેઓ એને એક સામાન્ય બીમારી સમજીને પેઇનકિલર દવાઓ ખાઈ લેતી હોય છે.

કેમ થાય છે માઇગ્રેઇન ?

આ એક આનુવંશિક બીમારી છે જે ખાનપાન, વાતાવરણના બદલાવ, તણાવ કે ક્યારેય વધારે સમય સુવાથી પણ થઈ શકે છે. બાયોફિડબેક, યોગ, એક્યુપ્રેશન અને નિયમિત કસરતથી માઇગ્રેનથી મુક્તિ મળી શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

માઇગ્રેનથી બચવા માટે માથાનો દુખાવો બનતા કારણોથી દુર રહેવું જોઈએ. આ કારણોમાં ઉંચા સાઉન્ડથી ગીતો સાંભળવા તેમજ તણાવગ્રસ્ત રહેવા જેવી પરિસ્થિતિનો સમાવેશ થાય છે. આ સાથે જ પેઇનકિલર દવાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. સંતુલિત દિનચર્યાનું પાલન કરીને સમય પર સુવું અને ઉઠવું જોઈએ.

ઉપાયો –

જો તમે માઇગ્રેઇનથી પિડાવો છો તો તમારે સૌથી પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઇએ. આ સિવાય ભોજન અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરીને પણ રાહત મેળવી શકો છો, આ સાથે જ કેટલાક ઘરેલૂ ઉપાયને અજમાવીને પણ તમે આ દુખાવાથી બચી શકો છો.

જ્યારે પણ માઇગ્રેઇનનો દુખાવો થાય બરફના ચાર ક્યૂબ્સને રૂમાલમાં લપેટીને તેને માથા પર રાખો. લગભગ 15 મિનિટ સુધી આમ કરો. તેનાથી તમને માથાના દુખાવામાં આરામ મળશે.

દરરોજ સવારે ખાલી પેટ થોડો ગોળ મોઢામાં રાખો અને ઓગળે એટલે ઠંડા દૂધની સાથે પી જાઓ. દરરોજ સવારે તેના સેવનથી માઇગ્રેનના દુખાવામાં આરામ મળે છે.

આદુનો એક નાનો ટુકડો દાંતની વચ્ચે દબાવી લો અને તેને ચૂસતાં રહો. માઇગ્રેનના દુખાવાને ઓછો કરવામાં મદદ મળશે.

તજને પીસીને તેની પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને માથા પર લગભગ અડધા કલાક સુધી લગાવીને રાખો. દુખાવાથી રાહત મળશે.

તીવ્ર રોશનીથી પણ માઇગ્રેનનો દુખાવો થાય છે. એવામાં માઇગ્રેનની સમસ્યા થવા પર તીવ્ર રોશનીથી શક્ય હોય એટલું દૂર રહો.

ઘોંઘાટથી દૂર શાંત રૂમમાં સૂઇ જાઓ. સારી અને પૂરતી ઊંઘ લેવા પર માઇગ્રેનની સમસ્યામાં આરામ મળે છે.

આ પણ વાંચો –

વિદેશ મંત્રી એસ જયશંકર CDS બિપિન રાવતના નિવેદન સાથે અસંમત, કહ્યું ભારત સંસ્કૃતિઓના સંઘર્ષને સ્વીકારતું નથી

આ પણ વાંચો –

Insomnia: શું તમને અનિંદ્રાની સમસ્યા છે ? ચિંતા કરવાની જરૂર નથી અજમાવો આ ઘરેલું નુસ્ખાઓ

 

Next Article