Lungs Cancer : સિગારેટ ન પીનાર લોકોને પણ થઇ શકે છે ફેફસાનું કેન્સર, જાણો શું હોઈ શકે કારણ

|

Sep 20, 2022 | 7:55 AM

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, 2020 માં કેન્સરથી થતા મૃત્યુનું મુખ્ય કારણ ફેફસાનું કેન્સર છે. તેના કારણે વિશ્વભરમાં દર વર્ષે 18 લાખ લોકો મૃત્યુ પામે છે.

Lungs Cancer : સિગારેટ ન પીનાર લોકોને પણ થઇ શકે છે ફેફસાનું કેન્સર, જાણો શું હોઈ શકે કારણ
Lungs Cancer (Symbolic Image )

Follow us on

સામાન્ય રીતે ફેફસાના (Lungs ) કેન્સરનું કારણ ધૂમ્રપાન અને તમાકુને જવાબદાર ગણવામાં આવે છે, પરંતુ નવા સંશોધનો (Research ) આશ્ચર્યજનક છે. લંડનની ફ્રાન્સિસ ક્રિક ઈન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે નોન-સ્મોકર એટલે કે ધૂમ્રપાન ન કરનારાઓને પણ ફેફસાનું કેન્સર થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, 2020 માં કેન્સરથી થતા મૃત્યુનું મુખ્ય કારણ ફેફસાનું કેન્સર છે. તેના કારણે વિશ્વભરમાં દર વર્ષે 18 લાખ લોકો મૃત્યુ પામે છે. લંડનના વૈજ્ઞાનિકોનું નવું સંશોધન કહે છે કે ફેફસાના કેન્સરના ઘણા કિસ્સાઓ છે જેમાં ધૂમ્રપાન કોઈ ભૂમિકા ભજવતું નથી. જાણો, આનું કારણ શું છે અને કેવી રીતે સાબિત થયું છે.

વાયુ પ્રદૂષણથી કેન્સરનું જોખમ

સંશોધકોનું કહેવું છે કે, વાયુ પ્રદૂષણ ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ બની ગયું છે. આનાથી ફેફસાંનું કેન્સર થવાનો પણ ખતરો રહે છે. હવામાં રહેલા પ્રદૂષણના અતિ સૂક્ષ્મ કણો અકાળ મૃત્યુનું કારણ બની શકે છે. આને પાર્ટિક્યુલેટ મેટર (PM) 2.5 તરીકે ઓળખવામાં આવે છે. તેઓ એટલા ઝીણા હોય છે કે તેઓ શ્વાસ અને મોં દ્વારા સરળતાથી શરીર સુધી પહોંચે છે અને હૃદય, મગજ અને ફેફસાને નુકસાન પહોંચાડે છે.

કેવી રીતે પ્રદૂષિત હવા કેન્સરનું કારણ બને છે?

યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધક ડૉ.ચાર્લ્સ સ્વાન્ટન કહે છે કે, PM 2.5 ના સૂક્ષ્મ કણો ફેફસાંમાં પહોંચે છે અને બળતરા પેદા કરે છે. પહેલા શરીરમાં બદલાવ પછી ધીમે ધીમે ગાંઠો થાય છે. જેમ જેમ વ્યક્તિ વૃદ્ધ થાય છે તેમ, કેટલાક કોષો જે સામાન્ય રીતે સક્રિય નથી હોતા તે વાયુ પ્રદૂષણને કારણે પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થાય છે અને તેઓ ફેલાવા લાગે છે. આ કોષો ગાંઠોનું કારણ બને છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સંશોધનમાં શું સાબિત થયું?

મેડિકલ ન્યૂઝ ટુડેના અહેવાલ મુજબ, સંશોધકોએ ઈંગ્લેન્ડ, દક્ષિણ કોરિયા અને તાઈવાનના 463,679 લોકોના સ્વાસ્થ્ય ડેટા લીધા. ડેટાની તપાસ કરતા ફેફસાના કેન્સર અને વાયુ પ્રદૂષણ વચ્ચે કનેક્શન જોવા મળ્યું. ઉંદરો પરના સંશોધનમાં આ વાત સાબિત થઈ છે.સંશોધકોનું કહેવું છે કે, ઉંદરો પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જેમ જેમ વાયુ પ્રદૂષણનું સ્તર વધે છે તેમ તેમ ગાંઠોની તીવ્રતા, કદ અને સંખ્યા પણ વધે છે.

સંશોધક એમિલિયા લિમના જણાવ્યા અનુસાર, ફેફસાના કેન્સરના આવા ઘણા કિસ્સાઓ છે જ્યારે દર્દીને લાગે છે કે ધૂમ્રપાન ન કરવા છતાં તેને કેન્સર છે. હકીકતમાં, વિશ્વભરના 99 ટકા લોકો એવા સ્થળોએ રહે છે જ્યાં પ્રદૂષણનું સ્તર WHO ના ધોરણો કરતા ઘણું વધારે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અનુસાર, વિશ્વના 117 દેશોના 6 હજારથી વધુ શહેરોની હવાની ગુણવત્તાનું સ્તર તપાસવામાં આવ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે મોટાભાગના દેશોમાં હવાની ગુણવત્તા નબળી હોવાનું જાણવા મળ્યું છે. તેમાં મોટાભાગના મધ્યમ આવક ધરાવતા દેશોનો સમાવેશ થાય છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Next Article