Lunch Box Ideas : બાળકોને ટિફિનમાં બનાવી આપો આ વાનગીઓ, મન ભરીને ખાશે
મગની દાળ સ્વાસ્થ્ય(Health ) માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર આ દાળમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ કારણોસર, તે બાળકો અને પુખ્ત વયના લોકોના વિકાસમાં સારું માનવામાં આવે છે.
કોરોનાના(Corona ) કારણે બાળકોને લાંબા સમય સુધી ઘરે બેઠા ઓનલાઈન(Online ) ક્લાસમાં અભ્યાસ કરવો પડ્યો હતો. પરંતુ તાજેતરમાં પ્રતિબંધો હળવા થયા પછી બાળકો ફરીથી શાળાએ(School ) જવા લાગ્યા છે. બાળકો શાળાએ જતા હોવાથી વાલીઓનું ટેન્શન વધી ગયું છે, જેમાં તેમની માટે ખોરાકની પસંદગી કરવી મુશ્કેલ બની જાય છે. જેમાં મોટાભાગના વાલીઓને લંચ બોક્સમાં શું મોકલવું તેની ચિંતા સતાવતી હોય છે. ખોરાક ન ભાવતા જ બાળકો લંચ બોક્સ ઘરે લઈ આવે છે. જો જોવામાં આવે તો મોટાભાગના બાળકોને બહારનો ખોરાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેથી જ તેઓને હેલ્ધી ફૂડ ખાવાનું ઓછું ગમે છે. બાળકોનું લંચ બોક્સ ટેસ્ટી તેમજ પોષણથી ભરપૂર હોવું જોઈએ અને તેથી જ તે માતા-પિતા માટે તે કોઈ કામથી ઓછું નથી.
આ આર્ટીકલમાં અમે તમને એવા જ કેટલાક ફૂડ્સ વિશે જણાવીશું, જેના દ્વારા તમે પોષણની સાથે બાળકની પસંદગીનું પણ ધ્યાન રાખી શકો છો. તમારા બાળકને આ ખોરાક ગમશે અને તે દૈનિક ધોરણે તેની માંગ કરવાનું શરૂ કરી શકે છે.
રવાની ઈડલી
નાસ્તામાં કે બપોરના ભોજનમાં રવામાંથી બનેલી વસ્તુઓ ખૂબ જ પસંદ આવે છે. તમે રવામાંથી ઉપમા, ઉત્તપમ અથવા ઇડલી પણ બનાવી શકો છો. ઈડલી એક એવો ખોરાક છે, જેને બાળકો પણ ખૂબ જ જોશથી ખાય છે. સાથે જ તેમાં રહેલા ગુણો સ્વસ્થ રહેવામાં મદદરૂપ થાય છે. ખાસ વાત એ છે કે તેને તૈયાર કરવામાં સરળ છે અને તેમાં વધુ સમય પણ નથી લાગતો. વાસ્તવમાં, બાળકને શાળાએ મોકલવામાં સમય ઘણો ઓછો હોય છે, આવી સ્થિતિમાં, તમે રવાની ઇડલી બનાવીને લંચ બોક્સ તૈયાર કરી શકો છો.
વેજીટેબલ સેવઈ
સ્વસ્થ હોવા ઉપરાંત, તે ટેસ્ટમાં પણ ઉત્તમ છે અને તેને તૈયાર કરવામાં વધુ સમય નથી લાગતો. લોકો સેવઈને મીઠાઈ તરીકે ખાય છે, પરંતુ તેનો ખારો સ્વાદ પણ ઉત્તમ છે. તમે તેને કેપ્સિકમ, ડુંગળી, લીલી ડુંગળી અને અન્ય શાકભાજી ઉમેરીને બનાવી શકો છો. માર્કેટ જેવા ટેસ્ટ માટે તેમાં સોયા અને લાલ ચટણી ચોક્કસથી ઉમેરો.
મગ દાળ ચીલા
મગની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર આ દાળમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ કારણોસર, તે બાળકો અને પુખ્ત વયના લોકોના વિકાસમાં સારું માનવામાં આવે છે. ક્યારેક દાળ જોઈને બાળકો મોં બનાવી લે છે. તેના બદલે તમે મગની દાળના ચીલા બનાવીને લંચમાં આપી શકો છો. લાલ ચટણી સાથે, બાળક તેને બપોરના ભોજનમાં ખૂબ ઉત્સાહથી ખાશે.
(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)
આ પણ વાંચો :
Health Tips :કિડનીની બીમારીથી પીડાતા વ્યક્તિએ નેફ્રોલોજીસ્ટ કે યુરોલોજિસ્ટ પાસે જવું ?
Health Care : જાણો કયા ડ્રાયફ્રૂટ્સ પલાળીને ખાવાથી મળે છે સ્વાસ્થ્યને અઢળક ફાયદા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો