જાણો શું છે તુવેર દાળ ખાવાના ફાયદા અને નુકશાન

|

Dec 05, 2022 | 4:39 PM

તુવેર દાળમાં પોટેશિયમ, પ્રોટીન, કેલ્શિયમ, આર્યન, ઝિંક , કોપર અને ફોસ્ફોરસ જેવા પોષક તત્વો યુક્ત હોય છે. તુવેર દાળમાં સારા પ્રમાણમાં પ્રોટીન હોવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, જેથી તે વજનને ઓછુ કરવામાં મદદ રુપ થાય છે.

જાણો શું છે તુવેર દાળ ખાવાના ફાયદા અને નુકશાન
Know what are the benefits and harms of eating tuvar dal

Follow us on

સામાન્ય રીતે ભારતમાં શાકાહારી ભોજનમાં ઘણા અલગ-અલગ પ્રકારના શાકભાજી, કઠોળ અને અનાજનો સમાવેશ થાય છે. જેમાં પ્રત્યેક શાકભાજી, કઠોળ અને અનાજ પોષકતત્વોથી ભરેલા હોય છે. સામાન્ય રીતે ભારતના દરેક ઘરમાં દાળ , શાક ,ભાત અને રોટલી બનતી હોય છે તો આજે આ આ લેખમાં તુવેર દાળ ખાવાના ફાયદા – નુકશાન શું છે અને કયા લોકોને તુવેર દાળ ન ખાવી જોઈએ તે જાણો. ભારતના બધા ઘરોમાં દાળ એક એવો ખોરાક છે જે લોકો રોટલીની સાથે કે ભાતની સાથે ખાવામાં આવે છે. તુવેરની દાળમાં પોટેશિયમ, પ્રોટીન, કેલ્શિયમ, આર્યન, ઝિંક , કોપર અને ફોસ્ફોરસ જેવા પોષક તત્વો યુક્ત હોય છે. ઘણા લોકો દાળને સવારે ખાતા હોય છે તો ઘણા લોકો દાળને રાત્રે જમતા હોય છે.

શું છે તુવેર દાળ ખાવાના ફાયદા – નુકશાન

તુવેર દાળમાં પોટેશિયમ, પ્રોટીન, કેલ્શિયમ, આર્યન, ઝિંક , કોપર અને ફોસ્ફોરસ જેવા પોષક તત્વો યુક્ત હોય છે. તુવેર દાળમાં સારા પ્રમાણમાં પ્રોટીન હોવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, જેથી તે વજનને ઓછુ કરવામા મદદ રુપ થાય છે. તુવેર દાળ ખાવાથી શરીરની કોશિકાઓનો વિકાસ માટે ફાયદાકારક છે. પોટેશિયમની હોવાથી તે હાઈ બ્લડ પ્રેશરને ઓછુ કરે છે તેથી હાઈ બ્લડ પ્રેશરને ઓછુ કરવા તુવેર દાળ ખાવી જોઈએ. દાળમાં ઉચ્ચ પ્રમાણમાં ફાઈબર હોવાથી પાચનમાં તે મદદ રુપ થાય છે સાથે સાથે ઉચિત પ્રમાણમાં ખાવાથી શરીરમાં ગેસ અને અપોચાની શક્યતા ઓછી થાય છે. પરંતુ દાળનું વધારે સેવન કરવાથી કિડનીની સમસ્યા,હાઈ યૂરિક એસિડ અને પેટની સમસ્યાઓ થાય છે.

તુવેરની દાળ કોને ન ખાવી જોઈએ

કિડનીની સમસ્યા

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

તુવેર દાળમાં પોટેશિયમ ભરપુર માત્રામાં હોવાથી કિડનીની સમસ્યા ધરાવતા લોકોને દાળ ખાવાનું ટાળવુ જોઈએ. ડોકટરના મત મુજબ દાળમાં પોટેશિયમ વધુ પ્રમાણ હોવાથી તે કિડનીમાં પથરીની સમસ્યામા ઉત્પન કરે છે, જો શકય હોય તો ડોકટરની સલાહ પ્રમાણે દાળનું સેવન કરવુ જોઈએ.

હાઈ યૂરિક એસિડ

માનવ શરીરમાં યૂરિક એસિડનું પ્રમાણ ઉચિત માત્રામાં હોવુ ખૂબ જ જરુરી છે. યૂરિક એસિડ કાર્બન , હાઈડ્રોજન , ઓક્સિજન અને નાઈટ્રોજનથી બનતુ હોય છે. તુવેર દાળમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાથી હાઈ યૂરિક એસિડની સમસ્યા ઉત્પન થાય છે. જેના કારણે શરીરના સાંધામાં દુખાવા વધી શકે છે.

પેટની સમસ્યાઓ

જે લોકોને પેટની સમસ્યા હોય તેવા લોકોને તુવેરની દાળના સેવનથી એસિડિટી અને બ્લોટિંગની સમસ્યા થાય છે. એસિડિટી અને બ્લોટિંગની સમસ્યા ધરાવતા લોકોને તુવેરની દાળના સેવન રાત્રી સમયે ન કરવુ જોઈએ.

Next Article