AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ઘરે જ બનાવો ગોળ અને લીંબુનું ડિટોક્સ વોટર, ફાયદા જાણીને થઇ જશો અચંબિત!

Weight Loss Tips : ડિટોક્સ વોટર વજન ઘટાડવા માટે ખૂબ જ મદદરૂપ છે. તમે ઘરે ઉપલબ્ધ પદાર્થોનો ઉપયોગ કરીને સરળતાથી ડિટોક્સ વોટર બનાવી શકો છો.

Health Tips: ઘરે જ બનાવો ગોળ અને લીંબુનું ડિટોક્સ વોટર, ફાયદા જાણીને થઇ જશો અચંબિત!
Know the health benefits of homemade jaggery and lemon detox water
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 9:04 AM
Share

આ દિવસોમાં વજન ઘટાડવું (Weight Loss) ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. લોકો હવે તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા છે. તેથી તંદુરસ્ત અને પૌષ્ટિક આહાર જાળવવાનો પ્રયાસ કરે છે. જો કે, તંદુરસ્ત આહારની સાથે કસરત પણ એટલી જ મહત્વપૂર્ણ છે. જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે ડિટોક્સ વોટર ખૂબ મદદરૂપ છે.

આ વોટર મુક્ત રેડિકલને દૂર કરીને શરીરને શુદ્ધ કરવામાં મદદ કરે છે. તેથી જ તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તમે ઘરે ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને સરળતાથી આ ડિટોક્સ વોટર (Detox Water) બનાવી શકો છો.

ગોળ અને લીંબુનું ડીટોક્સ વોટર આ રીતે બનાવો

આ માટે થોડો ગોળ લો. અને તેને ઉકાળો. આ ગરમ પાણીને હવે ગાળી લો. તેને સામાન્ય તાપમાને ઠંડુ થવા દો. 1 મોટી ચમચી લીંબુ પાણીમાં ઉમેરો. તેને મિક્સ કરીને તેનું સેવન કરો.

ગોળ અને લીંબુના સ્વાસ્થ્ય લાભો

ગોળમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, મિનરલ્સ, સેલેનિયમ, મેંગેનીઝ, કોપર અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે. તે ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. આનાથી શરદી અને ફ્લૂની સમસ્યામાં પણ મદદ કરે છે. ગોળમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે શરીરને મુક્ત રેડિકલથી બચાવવામાં મદદ કરે છે.

ગોળ પાચન સુધારવામાં મદદ કરે છે, શરીરને સાફ કરે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેથી, ગોળ અને લીંબુ પાણીનું મિશ્રણ અદ્ભુત છે. જો શરીરમાં એનિમિયા અથવા લોહીની ઉણપ હોય તો તમે ગોળનું સેવન કરી શકો છો. તે લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. ગોળ ખાવાથી આંતરડા મજબૂત બને છે. તે શરીરનું તાપમાન પણ યોગ્ય રાખે છે.

લીંબુ એક ખાટું ફળ છે. લીંબુનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં થાય છે. તેમાં ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, ઝિંક, મેંગેનીઝ, પ્રોટીન અને કોપર ભરપૂર માત્રામાં હોય છે. લીંબુમાં અપચો, ખીલ, પથરી, સ્થૂળતા અને અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર કરવાની ક્ષમતા છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે. તે અપચા માટે ફાયદાકારક છે. લીંબુમાં હાજર વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે પુનરાવર્તિત રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. લીંબુ તમારા લીવર અને કિડની માટે કુદરતી ડિટોક્સિફાયિંગ એજન્ટ તરીકે કામ કરી શકે છે.

આ પણ વાંચો: Men Health : ફક્ત મહિલાઓ માટે જ નહીં પુરુષો માટે પણ અળસીના બીજ અને તેલ છે ગુણકારી

આ પણ વાંચો: શું વાત છે! તીખું લાગતું લાલ મરચું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, લાભ જાણીને તમે પણ ચોંકી જશો

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">