
વર્તમાન સમયમાં ભાગદોડ ભરી જીંદગીમાં હાઈ બ્લડ પ્રેશરના કેસ ઝડપથી વધી રહ્યા છે. શિયાળા દરમિયાન હાઈ બીપીની સમસ્યા વધુ જોવા મળે છે. શિયાળાની ઠંડીને કારણે રક્તવાહિનીઓ વધુ સંકુચિત થાય છે, જે બ્લડ પ્રેશર વધારવા માટેનું એક કારણ છે. જો લાંબા સમય સુધી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ના આવે તો તે હૃદય, કિડની અને મગજને નુકસાન પહોંચાડી શકે છે. વૃદ્ધો, સ્થૂળતાથી પીડાતા લોકો અને પહેલાથી જ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા લોકોને શિયાળામાં વધુ જોખમમાં હોય છે. તેથી, સમયસર હાઈ બીપી પર નિયંત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગાસન માત્ર શરીરને જ સક્રિય રાખતા નથી પણ તણાવ ઘટાડવામાં અને રક્ત પરિભ્રમણને સુધારવામાં પણ મદદ કરે છે.
આવી સ્થિતિમાં, બાબા રામદેવ દ્વારા સૂચવેલા યોગાસન કુદરતી રીતે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે શિયાળામાં હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે કયા કયા યોગાસનો ફાયદાકારક હોઈ શકે છે.
ભુજંગાસન
બાબા રામદેવે સમજાવ્યું કે ભુજંગાસન કરવાથી છાતીમાં અસર થાય છે અને ફેફસામાં ઓક્સિજનનો પ્રવાહ સુધારે છે. શિયાળામાં, જ્યારે ઠંડીને કારણે રક્તવાહિનીઓ સંકુચિત થાય છે, ત્યારે આ આસન રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. આ આસન હૃદય પરનું દબાણ ઘટાડે છે અને બ્લડ પ્રેશર જાળવી રાખે છે.
મંડુકાસન
મંડુકાસન પેટ અને ચેતાઓ પર સકારાત્મક અસર કરે છે. તે તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે, જે શિયાળામાં હાઈ બ્લડ પ્રેશરનું મુખ્ય કારણ હોઈ શકે છે. આ આસન શરીરને આરામ આપે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
શશાંકાસન
શશાંકાસન એક એવુ યોગાસન છે, જે મનને શાંત કરે છે. શિયાળામાં વધેલા તણાવ અને માનસિક દબાણથી બ્લડ પ્રેશર વધી શકે છે. આ આસન માનસિક શાંતિ પ્રદાન કરે છે, હૃદયના ધબકારા સામાન્ય બનાવે છે અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
સ્થિત કોણાસન
સ્થિત કોણાસન શરીરનું સંતુલન અને રક્ત પ્રવાહ સુધારે છે. તે હૃદય અને સ્નાયુઓને સક્રિય રાખે છે, શિયાળા દરમિયાન બ્લડ પ્રેશરમાં અચાનક વધારો થવાનું જોખમ ઘટાડે છે. નિયમિત અભ્યાસથી શરીર ગરમ અને બ્લડ પ્રેશર સંતુલિત રહે છે.
આ પણ વાંચોઃ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે, સ્વામી રામદેવે સૂચવેલા આ યોગાસન શરૂ કરો