AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્યા પછી જો રહેતી હોય પેટમાં દુ:ખાવાની સમસ્યા, તો તે લીવરની બીમારીનું પણ હોય શકે છે સંકેત

જો જમ્યા પછી તરત જ પેટમાં દુખાવો થતો હોય અને વારંવાર મળ નીકળવાની ઈચ્છા થતી હોય તો આ પણ લીવરની બીમારીની નિશાની છે. તે સિરોસિસનું લક્ષણ પણ હોઈ શકે છે, સિરોસિસ લિવરનો ખતરનાક રોગ છે,

જમ્યા પછી જો રહેતી હોય પેટમાં દુ:ખાવાની સમસ્યા, તો તે લીવરની બીમારીનું પણ હોય શકે છે સંકેત
sign of liver disease(Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2022 | 7:59 AM
Share

લીવર(Liver ) આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે. ખોરાક (Food ) પચાવવાથી લઈને શરીરમાં લોહીના કેમિકલ લેવલને નિયંત્રણમાં રાખવા સુધી પણ આ અંગ કામ કરે છે. લિવરમાં સહેજ પણ ખામીની અસર આખા શરીર પર દેખાવા લાગે છે. પરંતુ ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે લીવરની બીમારીના કેસ સતત વધી રહ્યા છે. ફેટી, લીવર, લીવર સિરોસીસ જેવા રોગો એકદમ સામાન્ય બની ગયા છે. નાની ઉંમરે પણ લોકો આ બીમારીઓનો શિકાર બની રહ્યા છે.

તબીબોનું કહેવું છે કે જો લીવરના રોગોને શોધી કાઢી તેની સારવાર વહેલી તકે કરવામાં આવે તો ગંભીર સ્થિતિને અટકાવી શકાય છે. વરિષ્ઠ ચિકિત્સક ડૉ. અજય કુમારે જણાવ્યું કે લીવરની બીમારીનું નિદાન આપણી પાચન પ્રક્રિયા અને ભૂખની પેટર્ન પરથી જાણી શકાય છે. કારણ કે લીવરની બીમારીને કારણે લેપ્ટિન અને ઘ્રેલિન હોર્મોનનું સંતુલન બગડવા લાગે છે. આ હોર્મોન્સ શરીરમાં ભૂખ માટે જવાબદાર છે. જો અચાનક ભૂખ ઓછી થવા લાગે અને ખોરાક પહેલા કરતા ઓછો થઈ જાય. તો સમજી લો કે આ અમુક લીવરની બીમારીનું પ્રારંભિક લક્ષણ છે.

પાચન તંત્ર

જો જમ્યા પછી તરત જ પેટમાં દુખાવો થતો હોય અને વારંવાર મળ નીકળવાની ઈચ્છા થતી હોય તો આ પણ લીવરની બીમારીની નિશાની છે. તે સિરોસિસનું લક્ષણ પણ હોઈ શકે છે, સિરોસિસ લિવરનો ખતરનાક રોગ છે, જેની સમયસર સારવાર ન કરવામાં આવે તો લિવર ફેલ પણ થઈ શકે છે. આ સિવાય જો આંખો કે નખ પીળા રહે છે તો આ પણ લીવરની બીમારીનો સંકેત છે. આ બધા લક્ષણોને જોતા તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આ બાબતે બેદરકારી જીવલેણ બની શકે છે.

લીવરની સંભાળ કેવી રીતે રાખવી

  1. નિયમિત કસરત કરો
  2. લીવરને સ્વસ્થ રાખવા માટે દરરોજ વ્યાયામ કરો. આ શરીરને શારીરિક રીતે સક્રિય રાખે છે અને ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે.
  3. દારૂ ન પીવો
  4. વધારે પ્રમાણમાં આલ્કોહોલ પીવાથી લીવરમાં ફેટ જમા થઈ શકે છે. તે આલ્કોહોલિક ફેટી લીવર રોગ હોઈ શકે છે. તેથી આલ્કોહોલનું સેવન ન કરવું જરૂરી છે
  5. સંતુલિત આહાર લો
  6. આહારમાં ફળો, શાકભાજી, કઠોળ, દૂધ લો. આ ઉપરાંત, ફાઈબરયુક્ત ખોરાક લો. આ લીવરને વધુ સારી રીતે કામ કરવામાં મદદ કરશે
  7. નિયમિત લીવર ચેકઅપ કરાવો
  8. લીવર તપાસવા માટે લીવર ફંક્શન ટેસ્ટ સરળતાથી કરી શકાય છે. દર 6 મહિનામાં એકવાર LFT કરાવો

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">