Human metapneumovirus ( HMV) China : ચીનમાં હાલમાં હ્યુમન મેટાપ્યમોવાઈરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાઈરસથી સંક્રમિત દર્દીઓમાં કોવિડ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. ચીનમાં 2 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આ વાઈરસથી સંક્રમિત થઈ રહ્યા છે, અમદાવાદમાં પણ હ્યુમન મેટાપ્યમોવાઈરસની એન્ટ્રી થઈ ચૂકી છે.તો ચાલો આજે આપણે જાણીએ હ્યુમન મેટાપ્યમોવાઈરસ કેટલો ખતરનાક છે. તેના લક્ષણો પણ જાણીએ.
જો આપણે 5 વર્ષ પહેલાની વાત કરીએ તો ચીનમાં કોરોના વાઈરસ નામની એક બિમારી ફેલાય હતી. જેમણે દુનિયાભરમાં તબાહી મચાવી દીધી હતી. હવે ફરી એક વખત ચીનમાં એક વાઈરસ ફેલાયો છે. ચિંતાજનક વાત એ છે કે, આ વાઈરસના મોટાભાગના લક્ષણો કોરોના જેવા જ છે. જો કે વાઈરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ છે, પરંતુ તેનાથી સંક્રમિત લોકોમાં ઉધરસ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં ફરી એકવાર લોકોમાં ચિંતા વધી રહી છે.શિયાળાની ઋતુમાં HMPV ચેપ ઝડપથી ફેલાય છે.
હવે તો વધુ ચિંતાની વાત એ છે કે, ચીનના આ વાઈરસની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. બેંગ્લુરુની એક 8 વર્ષની બાળકીમાં હ્યુમન મેટાપ્યમોવાઈરસ મળી આવ્યો છે.ચીન સીડીસીનું કહેવું છે કે હ્યુમન મેટાપ્યમોવાઈરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાઈરસના વધુ કેસો બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે. જે લોકોને પહેલાથી જ શ્વાસ સંબંધી કોઈ બિમારી છે તેમને વધુ જોખમ હોવાનું કહેવાય છે. આ વાઈરસ ચેપી હોવાથી અને એક વ્યક્તિથી બીજામાં ઝડપથી ફેલાતો હોવાથી, ચીનનું આરોગ્ય વિભાગ એલર્ટ પર છે અને વાઈસને રોકવા માટે મોટા પાયે પરીક્ષણ પણ ચાલી રહ્યું છે.
આ એક ખતરનાક રોગ છે જેને સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો જીવલેણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો આ વાઈરસથી બાળકમાં થાય છે, તો તેના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તે લોકો ગંભીર બીમારીનું કારણ બની શકે છે.માનવ મેટાપ્યુમોવાયરસના લક્ષણો હળવાથી ગંભીર હોઈ શકે છે અને તે વ્યક્તિની ઉંમર અને આરોગ્યની સ્થિતિ પર આધાર રાખે છે. નોંધનીય બાબત એ છે કે આ વાઈરસના મોટાભાગના લક્ષણો કોરોના અને સામાન્ય ફ્લૂ જેવા જ છે. હ્યુમન મેટાપ્યુમોવાયરસના સામાન્ય લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે
Published On - 11:29 am, Mon, 6 January 25