અત્યંત કામની વાત: ગોળ શુદ્ધ છે કે ભેળસેળ વાળો? કઈ રીતે કરશો ઓળખ?

|

Sep 20, 2021 | 8:12 PM

ભેળસેળના આ જમાનામાં ઘણી વખય ખાદ્ય પદાર્થોમાં રાસાયણ પણ જોવા મળે છે. આવા સમયે ચાલો આજે તમને જણાવીએ કે કરી રીતે ભેળસેળ રહિત અને રાસાયણિક મુક્ત ગોળ પસંદ કરવો?

અત્યંત કામની વાત: ગોળ શુદ્ધ છે કે ભેળસેળ વાળો? કઈ રીતે કરશો ઓળખ?
How to identify that jaggery pure or tainted?

Follow us on

ખાંડની સામે ગોળને તંદુરસ્ત વિકલ્પ માનવામાં આવે છે. ગોળનો ઉપયોગ મોટાભાગે આપણા રસોડામાં વાનગીઓને મીઠી બનાવવા માટે થાય છે. પરંતુ બજારમાં ગોળની ઘણી જાતો ઉપલબ્ધ હોય છે. આ ઉપરાંત તમે પણ જાણતા હશો કે આ સમયે ખોરાકમાં કેટલી ભેળસેળ આવતી હોય છે. એટલું જ નહીં ઘણી વખય ખાદ્ય પદાર્થોમાં રાસાયણ પણ જોવા મળે છે. આવા સમયે ચાલો આજે તમને જણાવીએ કે કરી રીતે ભેળસેળ રહિત અને રાસાયણિક મુક્ત ગોળ પસંદ કરવો?

નકલી ગોળ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેને ખાવાથી તમારા શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. સાચો અને નકલી ગોળને ઓળખવાની સરળ રીત આજે અમે તમને જણાવીશું. આની મદદથી તમે જાણી શકો છો કે તમે ખરીદેલ ગોળ અસલી છે કે નકલી.

આ બાબતે નિષ્ણાતોનું કહેવું છે કે ગોળને સાફ કરવા માટે સોડા અને કેટલાક રસાયણોનો ઉપયોગ થાય છે. જે ગોળનો રંગ ચોખ્ખો અને સફેક કે ભૂરો બનાવે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સફેદ અથવા આછા ભૂરા રંગના ગોળમાં રસાયણો અને કૃત્રિમ રંગોનો ઉપયોગ વધુ હોઈ શકે છે. તેમાં કેલ્શિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટનો સમાવેશ થાય છે. વજન વધારવા માટે ગોળની પ્રક્રિયા કરતી વખતે કેલ્શિયમ કાર્બોનેટ ઉમેરવામાં આવે છે, જ્યારે સોડિયમ બાયકાર્બોનેટ પોલિશ્ડ લુક આપવામાં મદદ કરે છે. એટલે તમને ગોળ એકદમ ચોખ્ખો લાગે છે. તમને લાગતું હશે કે ચોક્ખો ગોળ શુદ્ધ હોતો હશે પરંતુ અહિયાં ઉલટું છે.

એટલે કે જો ગોળ ઘેરો બદામી અથવા કાળો છે તો તે વધારે રાસાયણિક મુક્ત હોવાની સંભાવના છે. અને આમ, સૌથી વધુ કાર્બનિક, રાસાયણિક મુક્ત ગોળ આ રીતે પણ તમે પસંદ કરી શકો છો. તમને કારણ જણાવીએ તો જ્યારે શેરડીનો રસ ઉકાળવામાં આવે છે, ત્યારે ઘેરો બદામી અથવા કાળો ગોળ તેમાંથી મળે છે. પરંતુ બાદમાં તેને સરખો કરવા માટે તેમાં રસાયણો ભેળવવામાં આવે છે, અને ત્યારે તે દેખાવમાં વધુ સફેદ બને છે.

અસલી નકલી જાણવાની અન્ય રીત

  • ગોળનો સ્વાદ સોલ્ટી એટલે કે થોડો ખારો કે કડવો ન હોવો જોઈએ.
  • ગોળ પર ખાંડના નાના દાણા ના હોવા જોઈએ. વધારે ગળપણ માટે આ પદ્ધતિ અપનાવવામાં આવે છે.
  • જ્યારે તમે ગોળને પાણીમાં ઓગાળો છો, ત્યારે જો ગોળ મિલાવટી હશે તો પાણીના તળિયે ચાક પાવડર જમા થશે.

 

આ પણ વાંચો: Health Tips: જાણો છાસ અને લસ્સીના સ્વાસ્થ્ય લાભ, વજન ઘટાડવા માટે બંનેમાંથી શું છે શ્રેષ્ઠ?

આ પણ વાંચો: Health Tips : વરસાદની ઋતુમાં ભૂલથી પણ ના ખાશો આ 5 વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે હાનિકારક

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Published On - 8:08 pm, Mon, 20 September 21

Next Article