તમે ભોજનમાં બનાવટી જીરુંનો ઉપયોગ તો નથી કરી રહ્યા ને? આ રહી ચકાસવાની પધ્ધતિ

આજકાલ બજારમાં નકલી જીરું મળતું થઇ ગયું છે. આ જીરું સ્વસ્થ માટે પણ હાનીકારક હોય છે. આવી સ્થિતિમાં જાણો કે નકલી જીરુંની ઓળખ કઈ રીતે કરશો.

  • tv9 webdesk37
  • Published On - 18:26 PM, 4 Mar 2021
તમે ભોજનમાં બનાવટી જીરુંનો ઉપયોગ તો નથી કરી રહ્યા ને? આ રહી ચકાસવાની પધ્ધતિ
નકલી જીરું સ્વસ્થ માટે છે હાનીકારક

જીરું ઘરના રસોડામાં એક ખાસ મસાલામાનું એક છે. તે માત્ર ખાદ્યપદાર્થોનો સ્વાદ જ નહીં, પણ એન્ટી-ઓક્સિડેન્ટ, ફાઇબર, આયર્ન, કોપર, પોટેશિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ, જસત, મેગ્નેશિયમ અને તમામ વિટામિન્સથી ભરપુર છે. આવી સ્થિતિમાં તે આરોગ્ય સંબંધિત તમામ સમસ્યાઓમાં જીરું રાહત આપે છે.

પરંતુ આજકાલ બજારમાં નકલી જીરું પણ વેચાઇ રહ્યું છે. તે ખૂબ દેખાવી બિલકુલ ઓરીજીનલ લાગે છે. આવી સ્થિતિમાં લોકો ઘણીવાર તેમાં ફરક કરી શકતા નથી અને તેની ખરીદી કરી લે છે. માનવામાં આવે છે કે નકલી જીરું નદીઓના કાંઠે ઉગાડતા જંગલી ઘાસમાંથી બનાવવામાં આવે છે, જ્યાંથી ફૂલ ઝાડુ બનાવવામાં આવે છે. આ જીરુંથી શરીરને અનેક પ્રકારની સમસ્યાઓ થઇ શકે છે.

આ રીતે બને છે નકલી જીરું

જીરું બનાવવા માટે ગોળની રાબનો ઉપયોગ કરવામાં આવે છે. જે ઘાસનો ઉપયોગ ફૂલની સાવરણી બનાવવા માટે થાય છે તેને પહેલા પાણીમાં બાફવામાં આવે છે અને ત્યાર બાદ તેને ગોળના રાબમાં રાંધવામાં આવે છે. ત્યારબાદ તેને સૂકવવામાં આવે છે. ઘાસનો રંગ જીરા જેવો થતાંની સાથે જ તેને પથ્થરના પાવડરમાં નાખવામાં આવે છે. આ બાદ તેને ફિલ્ટર કરવામાં આવે છે. ઘણી વાર તેમાં સ્લરી પાવડર પણ ઉમેરવામાં આવે છે જેથી તેનો રંગ બરાબર જીરું જેવો દેખાય.

થઇ શકે છે આ સમસ્યા

બનાવટી જીરું ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. આને કારણે પેટમાં દુ:ખાવો અને પથ્થરી જેવી સમસ્યાઓ આવી શકે છે. તેના વપરાશને કારણે ત્વચા સંબંધિત રોગોનું જોખમ પણ થાય છે અને બનાવટી જીરું રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે.

કેવી રીતે ઓળખવું

તેને ઓળખવું ખાસ મુશ્કેલ નથી. આ માટે એક વાસણમાં પાણી લો અને તેમાં જીરું નાખીને છોડી દો. જો જીરું રંગ છોડે કે તૂટી જાય તો સમજી લો કે તે બનાવટી છે. તેમજ નકલી જીરુંમાં કોઈ સુગંધ નથી હોતી.