દેશના ઘણા ભાગોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) એ પહેલાથી જ દેશના ઘણા ભાગોમાં હીટ વેવની ચેતવણી આપી છે. આવી પરિસ્થિતિઓનો સામનો કરવામાં પાણી મહત્વની ભૂમિકા ભજવે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, જ્યારે હવામાન ગરમ હોય ત્યારે પાણી (water)નું પ્રમાણ વધારવું જરૂરી છે. શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં પાણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે કેટલું પાણી પીવું જોઈએ કારણ કે બહુ ઓછું કે વધારે પાણી લેવું યોગ્ય નથી. તેનાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે.
અલગ-અલગ પરિસ્થિતિઓમાં કેટલું પાણી પીવું જોઈએ, ઓછું અને વધુ પાણી પીવાથી શું સમસ્યાઓ થઈ શકે છે અને પાણી પીવાની સાચી રીત કઈ છે? જાણો આ સવાલોના જવાબ.
પીવાના પાણી અંગે મૂંઝવણ હોય ત્યારે કેટલીક ખાસ પરિસ્થિતિઓ હોય છે, પરંતુ લોકોના મંતવ્યો અને દલીલો અલગ હોય છે. જેમ કે- સવારે ઉઠ્યા પછી, જમતી વખતે, વર્કઆઉટ કર્યા પછી. નિષ્ણાંતોનું કહેવું છે કે, સવારે ઉઠીને પાણી પીવું સ્વાસ્થ માટે ફાયદાકારક છે. 6 થી 8 કલાકની ઉંધ બાદ પાણીની જરુર શરીરને હોય છે. ત્યારે સવારે ઉઠ્યા બાદ 1 થી 2 ગ્લાસ પાણી પી શકો છો.
ધણા લોકો જમતી વખતે વધુ માત્રામાં પાણી પીવે છે એવું ન કરવું જોઈએ, જો તમારા ગળામાં જમવાનો કોળિયો ફસાય ગયો હોય તો માત્ર 1 કે 2 ઘુંટડા જ પાણી પીવું જોઈએ. જમતી વખતે પાણી વધુ પીવાથી પાચન ક્રિયા ધીમી પડી જાય છે કારણ કે, મોઢામાં બનેલા ઉત્સેચકો સીધા પેટમાં જાય છે.
આ પણ વાંચો : Health Tips: Heatwave સાબિત થઈ શકે છે જીવલેણ, નિષ્ણાતો પાસેથી જાણો કેવી રીતે બચી શકાય
કેટલાક લોકો વર્કઆઉટ બાદ વધુ માત્રામાં પાણી પીવે છે. ધ્યાન રાખે છે કે, આ દરમિયાન વધુ પાણી પીવા કરતા 10-10 મિનિટના અંતરે પાણી પીઓ. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર રોજ સરેરાશ 2 થી 3 લિટર પાણી પીવું જોઈએ, પરંતુ ગરમી વધતા શરીરમાંથી પરસેવો નીકળવાથી શરીરમાં પાણી ઓછું થઈ શકેછે. એવી સ્થિતિમાં રોજ 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ. એ પણ યાદ રાખો કે, પાણીને એક શ્વાસે પીવા કરતા થોડું થોડું પાણી પીવું જોઈએ, જેનાથી પાચન શક્તિ વધુ સારી થાય છે.
પાણી ઓછો પીઓ છો તો, શરીરમાં પાણીની ઉણપ એટલે કે ડીહાઈડ્રેશનનો ભય રહે છે. વધતી ઉંમરની અસર ઝડપથી દેખાય છે અને શરીરનું મેટાબોલિઝમ બગડે છે. પરિણામે ચરબી વધવા લાગે છે.
પાણી જરુર કરતા વધારે પીઓ છો તો, તે શરીર માટે સારું છે એવું બિલકુલ નથી. જો તમે જરૂર કરતા વધારે પાણી પીઓ છો તો સોડિયમ લેવલ ઓછું હોવાને કારણે મગજમાં સોજો આવી શકે છે. તેને ફિલ્ટર કરવા માટે કિડની પર વધુ દબાણ આવી શકે છે, જે કિડની ફેલ થવાનું જોખમ વધારે છે. આ સિવાય સ્નાયુઓમાં ખેંચાણ અથવા નબળાઈ અનુભવાય છે.
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.