Reiki : રોગપ્રતિકારક ક્ષમતાને કેવી રીતે વધારશે રેકી ? જાણો કુદરતી ઉપચાર પદ્ધતિનું મહત્વ

રેકી એ રોગના મૂળ પર કામ કરે છે એટલે કદાચ થોડો સમય લાગે. જો આપણે સીધી ઉપચાર પદ્ધતિની સાથે આવી વૈકલ્પિક ઉપચાર પદ્ધતિનો સમન્વય કરીએ તો વારંવાર કે ફરી ફરી થતા રોગોમાંથી મુક્તિ મેળવી શકીશું.

Reiki : રોગપ્રતિકારક ક્ષમતાને કેવી રીતે વધારશે રેકી ? જાણો કુદરતી ઉપચાર પદ્ધતિનું મહત્વ
રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરશે રેકી !
TV9 Bhakti

| Edited By: Bhavesh Bhatti

Jul 29, 2021 | 12:25 PM

કાજલ શાહ, ટેરોટ કાર્ડ રીડર અને હિલર

શું તમને ખબર છે આપણું શરીર પોતાને જ હીલ (Heal) કરે છે ? તમને ક્યારેય એ પ્રશ્ન થાય છે કે આપણું શરીર પોતાની જાતે કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે તે પોતાને જ હીલ (Heal) કરે છે ? એવી કોઈ ઘટના વિચારીએ કે જ્યારે આપણે બીમાર થયા હતા. બીમારીમાંથી સાજા થવા માટે આપણામાંથી ઘણા ડોક્ટર કે વૈધ પાસે ગયા હશે. જ્યારે ઘણા લોકો કુદરતી કે નેચરલ ઉપચાર તરફ વળ્યા હશે. તો, ઘણાએ પોતાના ખાવા-પીવાની આદતો બદલી આરામ કર્યો હશે. આ બધાં જ ઉપાયો પોતાની રીતે આપણને આપણું સ્વાસ્થ્ય પાછું મેળવવામાં મદદ કરે છે.

આપણાં શરીર પાસે એ શક્તિ છે જેનાથી એ પોતાને હીલ કરી શકે છે. એક સ્વસ્થ શરીર ઈન્ફેક્શન સામે પણ લડે છે અને ઘાને પણ રુઝવે છે. મતલબ કે આપણાં શરીર પાસે પોતાની એક નેચરલ હીલીંગ પદ્ધતિ છે. જેને માટે આજકાલ બહુ પ્રચલિત શબ્દ છે Immune System (ઈમ્યુન સિસ્ટમ). આ ઈમ્યુન સિસ્ટમ ઘણા કારણોસર ધીમી પડે છે જે ઘણી વાર આપણને હઠીલા અને જીવલેણ રોગો તરફ લઈ જાય છે.

આપણે આપણી બીમારી માટે કોઈ પણ ઉપચાર પદ્ધતિ પસંદ કરીએ છીએ ત્યારે એ ઉપચાર કરનાર વ્યક્તિ (ડોક્ટર કે વૈધ) આપણાં શરીરની અંદરની એ બીમારીને બહાર કાઢે છે, આપણને હીલ કરે છે. તો શું એનો અર્થ એ કે સારું સ્વાસ્થ્ય એટલે બીમારીની ગેરહાજરી ? પણ ના, હીલીંગ એટલે આપણાં શરીર, મન, ભાવનાઓ અને આપણી આસપાસના વાતાવરણ સાથે એક સુમેળ સમન્વય. એ સમન્વય કે જે આપણને લઈ જાય છે આપણા શરીરની સ્ટ્રોંગ નેચરલ હીલીંગ શક્તિ તરફ.

જૂના, હઠીલા કે હમણાં થયેલા નાના – મોટા શારીરિક કે માનસિક રોગોમાં જો આ સીધી ઉપચાર પદ્ધતિ એટલે કે દવાઓ સાથે Natural Healing Therapy (નેચરલ હીલીંગ થેરાપી) જો પૂરક થઇને કામ કરે તો આપણું શરીર પોતાને વધુ સારી રીતે અને વધુ ઝડપથી હીલ કરી શકશે.

આપણાં શરીરની આ શક્તિને મજબૂત કરવા માટે ઘણી વૈકલ્પિક કુદરતી ઉપચાર પદ્ધતિઓ છે. જેમ કે Reiki, Pranic, Crystal, Meditation, Acupressure, Acupuncture અને બીજી પણ ઘણી. આજે આપણે વાત કરીશું Reiki (રેકી) વિશે. જે વધુ પ્રચલિત ઉપચાર પદ્ધતિઓમાંની એક છે.

રેકી (REIKI) Universal Life Force Energy એટલે કે સર્વવ્યાપી જીવનશક્તિ – આ જ અર્થ છે Reiki નો. જેમાં Rei એટલે સર્વવ્યાપી અને Ki એટલે જીવન શક્તિ. Reiki એક જાપાનીઝ શબ્દ છે. Dr. Mikao Usui દ્વારા વર્ષ 1922માં Reiki નું પુનરાગમન થયું. આપણું વિજ્ઞાન કહે છે કે ઊર્જા એટલે કે Energy પણ સર્વવ્યાપી છે અને Reiki આ જ સિદ્ધાંત પર કામ કરે છે.

આપણી આપણાં શરીર સાથેની લયબદ્ધતા કેળવવામાં મદદ કરે છે, જેની મદદથી આ Natural Healing System બરાબર કામ કરે છે. એક એવી ઊર્જા શક્તિ જે શારીરિક, માનસિક અને ભાવનાત્મકતા પર પણ કામ કરે છે અને આપણને એક સંપૂર્ણ સામંજસ્ય કેળવવા સુધી લઇ જાય છે.

રેકી એક અનુભવ છે જો એને શબ્દોમાં વર્ણવું તો ધારો કે આપણે એક ખૂબ જ સ્ટ્રેસફૂલ પરિસ્થિતિમાં ફસાયેલા હોઈએ અને એ સ્ટ્રેસ અચાનક તમારામાંથી જાણે કે જતો રહે અને તમારી સમજણનો રસ્તો પણ સાફ થઈ જાય – રેકી એક આવો જ અનુભવ છે. રેકી એક ખૂબ જ સરળ પદ્ધતિ છે જેને કોઇ પણ શીખી શકે છે. આ કોઈ ધર્મ કે પંથ નથી, કે નથી તેને કોઈ સ્ત્રી – પુરુષ કે બાળક હોવાનો કોઈ બાધ.

રેકી શીખનાર વ્યક્તિ આ અનંત ઊર્જાના પ્રવાહ સાથે જોડાઇને પોતાના મન અને શરીર સાથે એક સુમેળ સાધે છે પણ એની સાથે આવી વ્યક્તિ બીજાને પણ શારીરિક અને માનસિક લેવલ પર સ્વસ્થ કરી શકે છે. રેકી એ રોગના મૂળ પર કામ કરે છે એટલે કદાચ થોડો સમય લાગે.

જો આપણે સીધી ઉપચાર પદ્ધતિની (દવાઓ) સાથે આવી વૈકલ્પિક ઉપચાર પદ્ધતિનો સમન્વય કરીએ તો વારંવાર કે ફરી ફરી થતા રોગોમાંથી મુક્તિ મેળવી શકીશું. જેથી રોગ મૂળમાંથી દૂર થાય અને વ્યક્તિ અંદરથી એક અનન્ય પ્રકારની આઝાદી અને આંતરિક શાંતિનો અનુભવ કરી શકે.

આ પણ વાંચો : 50 લાખ લીટર પાણી ભરવા છતાં ખાલી જ રહે છે આ ચમત્કારિક માટલું ! શું છે રહસ્ય ?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati