AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HELATH : ડાયાબિટીઝના દર્દીઓ તરબૂચ ખાઈ શકે કે નહીં?, જાણો આ સવાલનો જવાબ

HELATH : ઉનાળાની ઋતુની શરૂઆતથી તરબૂચ (Watermelon) બજારમાં આવવાનું શરૂ થાય છે અને વરસાદની ઋતુ સુધી બજારમાં મળતા હોય છે. પણ તરબૂચ વિશે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડાયાબિટીઝ (Diabetes) ના દર્દીઓ તરબૂચ ખાઈ શકે છે કે નહીં?

HELATH : ડાયાબિટીઝના દર્દીઓ તરબૂચ ખાઈ શકે કે નહીં?, જાણો આ સવાલનો જવાબ
સાંકેતિક તસ્વીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 11:35 PM
Share

HELATH : તરબૂચ વિશે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડાયાબિટીઝ (Diabetes) ના દર્દીઓ તરબૂચ (Watermelon) ખાઈ શકે છે કે નહીં? દરેક વ્યક્તિએ ઋતુ અનુસાર ફળનું સેવન કરવું જોઇએ. દરેક ઋતુ અનુસાર ફળના સ્વાદ અને ફાયદા જુદા હોય છે. પરંતુ આવા ઘણા ફળો છે જે ડાયાબિટીસના દર્દી માટે હાનિકારક હોઈ શકે છે.કેટલાક એવા ફળ છે જેના વિશે ડાયાબિટીઝના દર્દીઓના મગજમાં મૂંઝવણ ઉભી થાય છે. તરબૂચ આવા ફાળોમાંથી એક છે.

ડાયાબિટીઝ અને તરબૂચ ઉનાળાની ઋતુની શરૂઆતથી તરબૂચ (Watermelon) બજારમાં આવવાનું શરૂ થાય છે અને વરસાદની ઋતુ સુધી બજારમાં મળતા હોય છે. પણ તરબૂચ વિશે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડાયાબિટીઝ (Diabetes) ના દર્દીઓ તરબૂચ ખાઈ શકે છે કે નહીં?તરબૂચ અને ડાયાબિટીઝ (Diabetes) ના દર્દીઓમાં ઘણા સવાલો ઉભા થાય છે. પ્રશ્ન એ છે કે શું તરબૂચનું સેવન તેમના માટે સલામત છે. આજે અમે તમને આવા જ એક ફળ વિશે જણાવીશું.

ડાયાબિટીસના દર્દીએ તરબૂચનું સેવન કરવું જોઇએ કે નહીં? ડાયાબિટીઝ (Diabetes) ના દર્દીઓએ મીઠા ફળોનું સેવન કરવાનું ટાળવું જોઈએ.તેનું સેવન કરવાથી બ્લડમાં સુગરનું પ્રમાણ વધે છે. હવે સવાલ એ આવે છે કે ડાયાબિટીઝના દર્દી માટે તડબૂચ (Watermelon) નું સેવન કરવું સલામત છે કે નહીં.ડાયાબિટીસના દર્દીએ એવા ફળોનોનું સેવન કરવું જોઈએ જેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ (Glycemic index) ઓછો હોય.

તરબૂચ વિશે વાત કરીએ તો તેનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ 72 ની આસપાસ છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફર્મેશનના સંશોધનકારો અનુસાર ડાયાબિટીસના દર્દીઓ તરબૂચનું મર્યાદિત માત્રામાં સેવન કરી શકે છે.જો કે તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે વધારે પ્રમાણમાં તેનું સેવન કરવું તેમના માટે હાનિકારક હોઈ શકે છે.ડાયાબિટીસ (Diabetes) ના દર્દી અઠવાડિયામાં એક કે બે વાર તરબૂચ ખાઈ શકે છે. પરંતુ સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

તરબૂચમાં આ તત્વો હોય છે તરબૂચમાં 90 ટકાથી વધુ પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે. આ સાથે તેમાં વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી 6, ફાઇબર, આયર્ન અને કેલ્શિયમ જેવા ઘણા પોષકતત્વો હોય છે. આ બધા તત્વો સ્વાસ્થ્ય માટે સારા છે અને શરીરને ઠંડક અને તાજગી પણ આપે છે.

આ પણ વાંચો : ઉંમર 13 વર્ષ, શરીરનું વજન 140 કિલોગ્રામ, સૌરાષ્ટ્રમાં બાળકોમાં મેદસ્વીતાનો ત્રીજો કેસ

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">