Age and Weight Chart : શું તમે પણ છો કન્ફયુઝ ? તો જાણી લો તમારી ઉંમર પ્રમાણે તમારુ વજન કેટલુ હોવુ જોઈએ ?
તમારી ઉમર પ્રમાણે તમારા શરીરનુ વજન કેટલું હોવુ જોઈએ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના અનુસાર વ્યક્તિની ઉમર પ્રમાણે વ્યક્તિનુ વજન કેટલુ હોવુ જોઈએ તેનો ચાર્ટ તૈયાર કરાયો છે. જે અનુસાર ઉંમર પ્રમાણે વજન હોવુ જોઈએ.

Age and Weight Chart : આપણા શરીરને સ્વાસ્થ રાખવા માટે દરેક લોકો પોષણતત્વથી ભરપૂર ખોરાક ખાતા હોય છે. પરંતુ આપણા શરીરનુ વજન પણ શરીરને સ્વસ્થ રાખવા માટે એક મોટુ પરિબળ છે. વજન આપણા શરીરનુ એક એવુ પરિબળ છે. જે માત્ર શરીરને જ નહી માનસિક તણાવને પણ ઉત્પન કરે છે. જો તમારુ વજન વધારે હોય તો સમાજમા શરમજનક અનુભવ થાય છે. જયારે આ સમસ્યા માત્ર જાડા લોકો માટે જ નથી. જે લોકોનુ વજન ઓછુ હોય છે, તે લોકોને પણ સમાજમા શરમજનક અનુભવ થાય છે. જેના કારણે આવા લોકોને માનસિક તણાવની સમસ્યા ઉદ્ભવે છે.
જો વધારે વજન કે ઓછા વજનની સમસ્યા મહિલાઓમા હોય તો તે લોકોને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અનિયંત્રીત વજન ધરાવતી મહિલાઓને ગર્ભધારણ કરવામા વધારે મુશ્કેલી થાય છે. જો તમને પણ પરફેક્ટ બોડી જોઈએ છે તો તે માત્ર શેપમા જ નહીં પરંતુ વજન અને ઉંમર અનુસાર હોય તો તે ફિટ અને મજબૂત ગણાય છે. તમારી ઉમર પ્રમાણે તમારા શરીરનુ વજન કેટલું હોવુ જોઈએ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના અનુસાર વ્યક્તિની ઉમર પ્રમાણે વ્યક્તિનુ વજન કેટલુ હોવુ જોઈએ તેનો ચાર્ટ નીચે દર્શાવેલ છે.
| ઉંમર | પુરુષોનું વજન | મહિલાનું વજન |
| નવજાત શિશુ | 3.3 કિગ્રા | 3.3 કિગ્રા |
| 2 થી 5 મહિના | 6 કિગ્રા | 5.4 કિગ્રા |
| 6 થી 8 મહિના | 7.2 કિગ્રા | 6.5 કિગ્રા |
| 9 મહિનાથી 1 વર્ષ | 10 કિગ્રા | 9.5 કિગ્રા |
| 2 થી 5 વર્ષ | 12. 5 કિગ્રા | 11. 8 કિગ્રા |
| 6 થી 8 વર્ષ | 14- 18.7 કિગ્રા | 14-17 કિગ્રા |
| 9 થી 11 વર્ષ | 28- 31 કિગ્રા | 28- 31 કિગ્રા |
| 12 થી 14 વર્ષ | 32- 38 કિગ્રા | 32- 36 કિગ્રા |
| 15 થી 20 વર્ષ | 40-50 કિગ્રા | 45 કિગ્રા |
| 21 થી 30 વર્ષ | 60-70 કિગ્રા | 50 -60 કિગ્રા |
| 31 થી 40 વર્ષ | 59-75 કિગ્રા | 60-65 કિગ્રા |
| 41 થી 50 વર્ષ | 60-70 કિગ્રા | 59- 63 કિગ્રા |
| 51 થી 60 વર્ષ | 60-70 કિગ્રા | 59- 63 કિગ્રા |
ઉપર દર્શાવેલ ચાર્ટ અનુસાર આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે વ્યક્તિની ઉમર મુજબ તે વ્યક્તિનુ વજન કેટલુ હોવુ જોઈએ તો તમે પણ આ ચાર્ટ અનુસાર ઉંમર પ્રમાણે વજનને વધારી કે ઘટાડી શકાય છે.
ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો