Health Tips : પોષક્તત્વોથી ભરપૂર લીલા ટામેટાનું સેવન કરવું કેમ છે જરૂરી ?

|

Jan 27, 2022 | 7:00 AM

બીટા-કેરોટીન જે આંખો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તે લીલા ટામેટાંમાં મોટી માત્રામાં જોવા મળે છે. બીટા કેરોટીનથી આંખોને સ્વસ્થ રાખવાની સાથે તેમની રોશની પણ વધારી શકાય છે.

Health Tips : પોષક્તત્વોથી ભરપૂર લીલા ટામેટાનું સેવન કરવું કેમ છે જરૂરી ?
Green tomatoes for Health (Symbolic Image )

Follow us on

ટામેટા(Tomato ) એ ખાદ્યપદાર્થ છે, તે કોઈપણ વાનગીનો સ્વાદ વધારે છે, સાથે જ તેને સલાડ(Salad ) તરીકે પણ ખાવામાં આવે છે. લોકો તેનું સેવન બીજી ઘણી રીતે કરે છે, જેમાં ટામેટાની ચટણી, સૂપ અથવા જ્યુસનું નામ સામેલ છે. જો કે મોટાભાગના લોકો લાલ ટામેટાને પોતાના આહારનો ભાગ બનાવે છે, પરંતુ શું તમે ક્યારેય લીલા ટામેટા(Green Tomato )નું નામ સાંભળ્યું છે. એવું કહેવાય છે કે લીલા ટામેટા સ્વાસ્થ્ય લાભ માટે પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. નિષ્ણાતોના મતે, તેમાં વિટામિન સી, એ, કેલ્શિયમ, પોટેશિયમ અને અન્ય મહત્વપૂર્ણ તત્વો મળી આવે છે.

ખાસ વાત એ છે કે યોગ્ય માત્રામાં તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે. ડોકટરો અને નિષ્ણાતો પણ તેના સેવનની ભલામણ કરે છે. જો કે, લીલા ટામેટાંના અન્ય ઘણા ફાયદા છે, જે તમારે પણ જાણવા જોઈએ. જાણો આ ફાયદાઓ વિશે..

આંખોની તંદુરસ્તી
બીટા-કેરોટીન જે આંખો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તે લીલા ટામેટાંમાં મોટી માત્રામાં જોવા મળે છે. બીટા કેરોટીનથી આંખોને સ્વસ્થ રાખવાની સાથે તેમની રોશની પણ વધારી શકાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

લોહીનું દબાણ
ખરાબ જીવનશૈલીના કારણે આજકાલ મોટાભાગના લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે. આ માટે તે દવાઓ પણ લે છે, પરંતુ આ દવાઓ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે હાનિકારક પણ સાબિત થાય છે. આવી સ્થિતિમાં, તમે લીલા ટામેટાંથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકો છો. વાસ્તવમાં, તેમાં રહેલા પોટેશિયમથી બ્લડ પ્રેશર નિયંત્રિત કરી શકાય છે.

ત્વચાને ફાયદો થાય છે
પ્રદૂષણને કારણે ત્વચા પર પિમ્પલ્સ, ખીલ અને ડાર્ક સ્પોટની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો વિવિધ કેમિકલ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે, પરંતુ જો તમે ઇચ્છો તો તેના બદલે તમે ઘરેલું ઉપચારની મદદ લઈ શકો છો. ઘરેલું ઉપચારમાં લીલા ટામેટાંનો પણ સમાવેશ થાય છે. ત્વચા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતું વિટામિન સી તેમાં ભરપૂર માત્રામાં હોય છે. તેમજ તેના એન્ટીઓક્સીડેન્ટ ત્વચાને સ્વસ્થ રાખવામાં અસરકારક માનવામાં આવે છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો
કોરોનાના આ યુગમાં રોગપ્રતિકારક શક્તિનું મહત્વ આપણે બધા જાણીએ છીએ. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો તેને વધારવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે લીલા ટામેટાંની મદદ લઈ શકો છો. લીલા ટામેટાંથી શરીરમાં વિટામિન સીની ઉણપને પૂરી કરીને રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે.

આ પણ વાંચો :

Health : જો ઘરમાં કોરોના સંક્રમિત સભ્ય હોય, તો કેવી રીતે રાખશો કાળજી ?

Healthy Diet: કોણ આપે છે વધારે પોષણ? ઈંડાનો સફેદ ભાગ કે પીળો ભાગ?

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article