Health Tips: આ 5 વસ્તુઓ ઇમ્યુનિટી સિસ્ટમને બનાવી દે છે નબળી, આજે જ બંધ કરો સેવન

|

Feb 25, 2021 | 5:27 PM

કોરોના મહામારીના આ સમયમાં ઇમ્યુનિટી સિસ્ટમ સુધારવા માટે આપણે અનેક પ્રયાસો કરતા હોઈએ છીએ. પરંતુ અમુક વસ્તુઓનું સેવન કરવાથી ઇમ્યુનિટી ઘટી શકે છે. ચાલો તમને જણાવી દઈએ કઈ છે આ ચીઝ વસ્તુઓ.

Health Tips: આ 5 વસ્તુઓ ઇમ્યુનિટી સિસ્ટમને બનાવી દે છે નબળી, આજે જ બંધ કરો સેવન
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

કોરોના મહામારી બાદ લોકો રોગપ્રતિકારક શક્તિને લઈને વધુ વધુ જાગૃત થઇ રહ્યા છે. ઘણા સંશોધનોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મજબૂત રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને કોરોના વાયરસથી સરળતાથી ચેપ લાગતો નથી. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે લોકો ખોરાક અને ફાળોના સેવન પર વિશેષ ધ્યાન આપતા હોય છે. એ ખુબ સારી બાબત છે, પરંતુ એવી વસ્તુઓથી પણ બચવું જોઈએ જે સ્વાસ્થ્ય માટે હાની કારક છે. અમુક પદાર્થોનું સેવન ઇમ્યુનિટીને નુકશાન કરે છે. ચાલો તમને જણાવી દઈએ કે શું સાવચેતી રાખવાની જરૂર છે.

શેનું શેનું સેવન ના કરવું

આલ્કોહોલનું સેવન આરોગ્ય માટે ખુબ હાનિકારક છે. વધુ પડતા આલ્કોહોલના સેવનથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે.
મીઠાને વધારે પ્રમાણમાં લેવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. એક સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મીઠાના વધુ સેવનથી શરીરમાં બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા ઓછી થઇ જાય છે.
જો તમે ઇચ્છો છો કે તમારી રોગપ્રતિકારક શક્તિ વધુ સારી રહે. તો ઓછામાં ઓછી સ્વીટ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. મીઠી વસ્તુના સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.
કેફીનનું વધારે સેવન રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. જો તમે રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગતા હો, તો કેફીનનું સેવન ઓછું કરવું જોઈએ. ખાસ સૂવાના સમયના 6 કલાક પહેલાં કેફીનનું સેવન ન કરો.
સોડા અને એનર્જી ડ્રિંક્સનું સેવન ઓછો કરો. આના સેવનથી રોગપ્રતિકારક શક્તિને પણ નબળી પડી જાય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article