Health Tips: શું ડાયાબિટીસમાં ગોળ ખવાય? જાણો ડાયાબિટીસની વાયકા અને વાસ્તવિકતા
ઈન્ટરનેશનલ ડાયાબિટીસ (Diabetes) ફેડરેશન 2020 આંકડા જણાવે છે કે ભારતમાં 7.7 કરોડ લોકોને ડાયાબિટીસ (Diabetes) છે. 2025 સુધી આ આંકડો 13.4 કરોડ સુધી પહોંચી શકે છે.

ઈન્ટરનેશનલ ડાયાબિટીસ (Diabetes) ફેડરેશન 2020 આંકડા જણાવે છે કે ભારતમાં 7.7 કરોડ લોકોને ડાયાબિટીસ (Diabetes) છે. 2025 સુધી આ આંકડો 13.4 કરોડ સુધી પહોંચી શકે છે. આ બીમારી જેટલી ઝડપથી વધી રહી છે એ જોતાં તેની સાથે જોડાયેલી માન્યતાઓ પણ જાણવી જરૂરી છે.
ડાયાબિટીસ (Diabetes) સાથે સંકળાયેલી ઘણી બધી વાતો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે. પણ તે સાચી હોતી નથી તેને લીધે દર્દીઓને તબિયત વધારે બગડી શકે છે.
વાયકા : માત્ર સ્થૂળ લોકોને જ ડાયાબિટીસ (Diabetes) થાય છે. વાસ્તવિકતા : સ્થૂળતાથી ટાઇપ-2 અને સગર્ભાવસ્થામાં થતા ડાયાબિટીસનું જોખમ વધે છે. ડાયાબિટીસ ઓછા વજનવાળા લોકોને પણ થાય છે. પેટની ચરબી ભેગી થાય તો તેનું જોખમ વધી જાય છે.
વાયકા : ઘઉંની જગ્યાએ જુવાર, બાજરો ખાવો જોઈએ. વાસ્તવિકતા : ઘઉં, જુવાર અને બાજરીમાં એક સરખા સ્ટાર્ચ હોય છે જે લોકોને ગ્લુટેન પ્રોટીનની એલર્જી છે. તેમણે ઘઉંંના ખાવા જોઈએ. ગ્લુટેન ઘઉંમાં મળતું એક પ્રકારનું પ્રોટીન છે.
વાયકા : ડાયાબિટીસના (Diabetes) દર્દીઓ ગોળ ખાઇ શકે છે. વાસ્તવિકતા : આ ખોટું છે. ગોળ અને ખાંડમાં લગભગ સરખી જ કેલરી હોય છે. બંનેમાં સુક્રોઝ હોય છે. તે સુગર વધારે છે. શેરડીને રિફાઇન કરી ખાંડમાં પરિવર્તિત કરવામાં આવે છે.
વાયકા : ઉઘાડા પગે ચાલવાથી વધારે ફાયદો થાય છે.
વાસ્તવિકતા : આ સત્ય નથી. ઘણીવાર દર્દીઓના પગમાં સેન્સિટીવીટી ઓછી થઈ જાય છે. તો ઇજાની ખબર પડતી નથી. નાનો ઘા પણ થઈ શકે છે. આથી ઉઘાડા પગે ના ચાલવું જોઈએ.
વાયકા : એક વખત ઇન્સ્યુલિન (insulin)લેવાથી એની આદત પડી જાય છે. વાસ્તવિકતા : ઇન્સ્યુલિન વ્યક્તિના શરીરમાં બનનારું હોર્મોન છે. જો શરીર તેને યોગ્ય માત્રામાં બનાવી શકતું નથી તો તેની પૂર્તિની શરીરને આવશ્યકતા પડે છે, એ આદત નથી.
વાયકા : ખાંડ (Sugar) ખાવાથી ડાયાબિટીસ (Diabetes) થાય છે. વાસ્તવિકતા : ખાંડ (Sugar) સીધી રીતે ડાયાબિટીસ માટે જવાબદાર નથી. જોકે ખાંડયુક્ત ભોજન લેવાથી વજન અને મેદસ્વીતા વધે છે, જેનાથી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ રહે છે.