Health Tips: બદલાતી ઋતુમાં બાળકને શરદી-ખાંસીથી પરેશાન છો તો અજમાવી જુઓ આ નુસખા

|

May 27, 2021 | 3:43 PM

ઋતુ બદલાવાના કારણે નાના બાળકોને શરદી ઉધરસ થવી તે એક સામાન્ય બાબત છે. પરંતુ તેના કારણે બાળકો જ ખૂબ જ પરેશાન થાય છે.

Health Tips: બદલાતી ઋતુમાં બાળકને શરદી-ખાંસીથી પરેશાન છો તો અજમાવી જુઓ આ નુસખા
Cold & Cough

Follow us on

ઋતુ બદલાવાના કારણે નાના બાળકોને શરદી (Cold) અને ઉધરસ (Cough) થવી તે એક સામાન્ય બાબત છે. પરંતુ તેના કારણે બાળકો જ ખૂબ જ પરેશાન થાય છે. બાળકોને આ રીતે તકલીફમાં જોઇને માતા પિતા પણ ચિંતામાં મુકાઇ જાય છે. શરદી ઉધરસની સમસ્યા માટે માતા-પિતા બાળકોના ડોક્ટર પાસે નથી લઈ જતા અને બાળકોને દવા આપવા પણ નથી માંગતા. કેટલાક ઘરેલુ ઈલાજ અપનાવવાથી બાળકોને આ સમસ્યાઓથી બચાવી શકાય છે.

બાળકોને શરદી ઉધરસ જેવી સમસ્યાથી રાહત આપવા માટે તેમને બેથી ચાર ચમચી અજમાનું પાણી આપો. અજમાના પાણી માટે એક ગ્લાસ પાણીમાં એક મોટી ચમચી અજમો નાખીને તેને ઉકાળી લો. અડધો ગ્લાસ પાણી વધે ત્યાં સુધી તે પાણીને ઉકાળો. બાળકને થોડી-થોડી વારે બેથી ચાર ચમચી અજમાનું પાણી આપો. જો બાળક મોટું છે તો તમે તેને અજમાનું પાણી આપી શકો છો. આ પાણીથી બાળકને શરદી ઉધરસમાં રાહત થશે.

શરદી ઉધરસથી રાહત મેળવવા માટે બાળકોને હળદરવાળું દૂધ પણ આપી શકો છો. દૂધમાં હળદર નાખીને તેને ગરમ કરવું અને હૂંફાળો થવા પર બાળકને આપો. જો તે માટે કાચી હળદરનો ઉપયોગ કરવામાં આવે તો તે વધુ શ્રેષ્ઠ રહેશે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

બાળકને દિવસમાં ઓછામાં ઓછા બે વખત ઉકાળો પીવડાવો. જો બાળક નાનું છે તો એકથી બે ચમચી ઉકાળો પીવડાવો. શક્ય હોય તો તમે ઘરમાં જ તુલસી, તજ, લવિંગ, મરી અને આદુનો ઉકાળો બનાવી શકો છો.

સુતા પહેલા વરાળ આપવું વધુ લાભદાયી છે. જો બાળક વરાળ નથી લેતું અને તમને લાગે છે કે બાળક ગરમ પાણી ઢોળાવી દેશે. પાણીનું વાસણ જમીન પર રાખો અને બાળકને બેડ પર ઊંધો સુવડાવી શકો છો. બાળકનું શરીર બેડ પર રાખો અને ચહેરો કિનારા પર બહારની બાજુ રાખો. બાળકને સરખી રીતે પકડી લો જેથી તે પડી ન જાય. આ રીતે કરવાથી વરાળ બાળકને સરળતાથી મળી શકે છે.

Next Article