Health Tips: તુલસીનું પાણી સ્વાસ્થ્ય માટે છે શ્રેષ્ઠ, દરરોજ ખાલી પેટ પીવાથી થાય છે જોરદાર ફાયદા

તુલસીના (Tulsi) પાનમાં ઘણા ઔષધીય ગુણો છે, જે રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. વજન ઘટાડવાથી લઈને શ્વાસ સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે.

Health Tips: તુલસીનું પાણી સ્વાસ્થ્ય માટે છે શ્રેષ્ઠ,  દરરોજ ખાલી પેટ પીવાથી થાય છે જોરદાર ફાયદા
Health Tips: Benefits of drinking Tulsi water on an empty stomach every day
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 10:54 AM

હિન્દુ ધર્મમાં તુલસીના (Tulsi) છોડની પૂજા કરવામાં આવે છે. તેમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે, જે રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે. એટલું જ નહીં આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ છે. આ સિવાય તુલસીના પાનનો ઉપયોગ સ્વાસ્થ્ય (Health) માટે તેમજ ત્વચા માટે ફાયદાકારક છે. આપણે બધા આપણી દાદી અને નાનીના મુખેથી સાંભળતા આવ્યા છીએ કે તુલસીનો ઉપયોગ શરદી અને ફલૂના કિસ્સામાં થાય છે. કદાચ તમે નથી જાણતા કે તે અન્ય રોગોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

જો તુલસીના પાનને ઉકાળીને તેનું સેવન કરવામાં આવે તો તેના ફાયદા અનેકગણા વધી જાય છે. તમે ચા અથવા લીંબુ પાણીને બદલે સવારે તુલસીના પાનનું સેવન કરી શકો છો. તુલસીના પાનનું પાણી રોજ ખાલી પેટ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચાલો જાણીએ તેને કેવી રીતે બનાવવું અને તેના ફાયદા.

તુલસીના પાનનું પાણી કેવી રીતે બનાવવું

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ માટે એક પેનમાં એક ગ્લાસ પાણી લો અને તેને સારી રીતે ઉકળવા દો. જ્યારે પાણી ઉકળે ત્યારે તુલસીના પાન ઉમેરો. પાણી ઉકલીને અડધું થઈ જાય ત્યાં સુધી આ પાણીને ઉકાળો. આ પછી ગેસ બંધ કરો અને તેને ગાળી લો. સ્વાદ વધારવા માટે મધનો ઉપયોગ કરી શકાય છે.

સુગર લેવલ કંટ્રોલમાં રાખે છે

તુલસીનું પાણી મેટાબોલિઝ્મ વધારવામાં મદદ કરે છે. આ કારણે તે ચરબી અને કાર્બોહાઈડ્રેટ બર્ન કરવામાં મદદ કરશે. બ્લડ શુગર લેવલને પણ જાળવી રાખે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

પાચન તંત્ર માટે સારું

જો તમને અપચો અને એસિડિટીની સમસ્યા હોય તો દરરોજ 2થી 3 પાંદડા ચાવો. આ સિવાય તુલસીના પાન અને લીંબુના રસ સાથે નાળિયેરનું પાણી પીવાથી પેટનો દુખાવો સમાપ્ત થાય છે.

વજન ઓછું કરે છે

આજે દરેક બીજો વ્યક્તિ વજન વધારવાની સમસ્યાથી પરેશાન છે કારણ કે મોટાપા અને અન્ય રોગોને આમંત્રણ આપે છે. વાસ્તવમાં તુલસીના પાન મેટાબોલિઝ્મને વધારવામાં મદદ કરે છે. આ વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">