Health : નાળિયેર તેલમાં બનેલા ખોરાકના જાણો ફાયદા, હાડકાથી લઈને ડાયાબિટીસના દર્દીઓ માટે છે ફાયદાકારક

|

Oct 21, 2021 | 7:47 PM

નાળિયેર તેલમાં રાંધેલો ખોરાક હાડકાં માટે પણ તંદુરસ્ત છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ વિટામિન ડીની ઉણપ પૂરી કરે છે. જે શરીર માટે ખુબ ઉપયોગી સાબિત થશે. 

Health : નાળિયેર તેલમાં બનેલા ખોરાકના જાણો ફાયદા, હાડકાથી લઈને ડાયાબિટીસના દર્દીઓ માટે છે ફાયદાકારક

Follow us on

જો તમે રસોઈ માટે સરસવના તેલ અથવા બીજી કોઈ સામગ્રીના તેલનો ઉપયોગ કરો છો તો તમારે નાળિયેર તેલમાં (coconut oil) રસોઈ કરવાના ફાયદા (benefits) વિશે જાણવું જોઈએ. નાળિયેર તેલમાં રાંધેલ ખોરાક તમારા એકંદર સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તે તમને શારીરિક અને માનસિક બંને રીતે ફિટ રાખશે.

 

ખોરાકમાં વપરાતું તેલ પણ વ્યક્તિના સ્વાસ્થ્ય પર ઘણી રીતે અસર કરે છે. તેવામાં નાળિયેરને સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. તે જ પ્રમાણે જો નાળિયેર તેલમાંથી ખોરાક બનાવવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ છે. અહીં નાળિયેર તેલમાં બનાવેલા ખોરાકથી કઈ રીતે ફાયદા થાય છે તે અમે તમને જણાવીશું.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

 

રોગપ્રતિકારકતા અને હૃદયના સ્વાસ્થ્ય માટે

નાળિયેર તેલમાં અન્ય તેલની તુલનામાં ઓછી માત્રામાં ચરબી હોય છે, તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તે જ સમયે તેમાં રહેલા ખનિજો પ્રતિરક્ષા વધારે છે. નાળિયેર તેલનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા લૌરિક એસિડ ઉચ્ચ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.

 

થાઈરોઈડ સમસ્યામાં

એક સંશોધન મુજબ નાળિયેર તેલ અલ્ઝાઈમર રોગમાં ફાયદાકારક છે. થાઈરોઈડની સમસ્યામાં નાળિયેર તેલનું સેવન પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ થાઈરોઈડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

 

પાચનમાં મદદ કરે છે

નાળિયેર તેલ પાચન માટે ફાયદાકારક છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે, જે તમને ફાયદો કરે છે. તે અજીર્ણ બેક્ટેરિયા સાથે લડે છે અને પાચનમાં મદદ કરે છે. નાળિયેર તેલમાં રાંધેલા ખોરાક ખાવાથી કબજિયાત અને એસિડિટી મટે છે. જેથી પાચન સંબંધિત સમસ્યાઓથી પીડાતા વ્યક્તિઓએ નાળિયેર તેલમાં બનેલા ખોરાકનું સેવન શરૂ કરવું જોઈએ.

 

હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી

નાળિયેર તેલમાં રાંધેલું ખોરાક હાડકાં માટે પણ તંદુરસ્ત છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ વિટામિન ડીની ઉણપ પૂરી કરે છે. જે શરીર માટે ખુબ ઉપયોગી સાબિત થશે.

 

ડાયાબિટીસના દર્દીઓ માટે

નાળિયેર તેલમાં રાંધવામાં આવતો ખોરાક ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય તે શરીરમાં મેટાબોલિઝમ વધારે છે અને તમને એનર્જેટિક રાખે છે. જેથી ડાયાબિટીસના દર્દીઓ નાળિયેર તેલમાં બનેલા ખોરાકનો અચકાટ વગર સેવન કરી શકે છે.

 

આ પણ વાંચો: Benefits Of Hing Water: હિંગના પાણીને સામાન્ય સમજવાની ભૂલ ના કરતા, જાણો આ અસામાન્ય ફાયદા

 

આ પણ વાંચો: ગુલિયન બારી સિન્ડ્રોમ રોગ શું છે? જેનું અમદાવાદ પર તોળાઈ રહ્યું છે જોખમ, જાણો લક્ષણો, કારણો અને નિવારણ

 

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article