આખું વિશ્વ સુંદર રંગોથી બનેલું છે. તમે જુઓ છો તે દરેક વસ્તુનો પોતાનો એક અલગ રંગ હોય છે. આ અલગ રંગ તે વસ્તુને અન્ય વસ્તુઓથી અલગ પાડે છે. તમે આ રંગોને જુઓ છો અને ઓળખો છો, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ કેટલાક પસંદ કરેલા રંગોને ઓળખી શકતા નથી. તે રંગોને બિલકુલ જોઈ શકતા નથી. તેઓ બધું જોઈ શકે છે પણ ચોક્કસ રંગો જોઈ શકતા નથી. હા, વાસ્તવમાં એવા લોકોને રંગ અંધત્વ એટલે કે color blindnessની સમસ્યા હોય છે.
કલર બ્લાઈન્ડનેશથી પીડિત વ્યક્તિ લાલ, લીલો અનો બ્લૂ કલર તેમજ તેના ડાર્ક કે લાઈટ કલરને વ્યવસ્થિત જોઈ શકતા નથી. આનુવંશિક કારણોસર કલર બ્લાઈન્ડનેશની સમસ્યા જન્મના સમયથી જ કેટલાક લોકોમાં જોવા મળે છે. લાઈટ સ્પેક્ટ્રમમાં રંગો જોવા અને ઓળખવા મુશ્કેલ છે. તમારી આંખમાં હાજર રહેલા કોર્નિયા કલરના શેડને ઓળખીને રંગોને અલગ પાડવાનું કામ કરે છે. તે કોર્નિયાના માધ્યમથી શેડ તમારી આંખ સુધી પહોંચે છે. બિમારીની વાત કરીએ તો તે એક વિકલાંગતા છે. આ બિમારીથી પિડિત લોકોને પોતાને જ ખબર નથી પડતી કે તે આ બિમારીમાં લપેટાયેલા છે.
કલર બ્લાઈન્ડનેશની સમસ્યાને કારણે કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ સમસ્યામાં વ્યક્તિ લાલ અને લીલા રંગ અથવા બ્લૂ રંગ વગેરે વચ્ચેનો તફાવત કરી શકતા નથી. જે લોકોમાં આ સમસ્યા ખૂબ જ વધી જાય છે, તેમને કોઈપણ રંગને ઓળખવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વ્યક્તિમાં સમસ્યા વધે તો તેના આધારે લક્ષણો બદલાઈ શકે છે.
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 6:15 am, Sun, 29 October 23