Health : કિડની ફેઈલ થઇ છે તેના લક્ષણો કેવી રીતે જાણશો ?

|

Oct 22, 2021 | 5:58 PM

ધૂમ્રપાન અને દારૂ પીવાની આદત કિડની માટે ખતરનાક સાબિત થઈ શકે છે. સંશોધનમાં એવું જોવામાં આવ્યું છે કે જે લોકો ધૂમ્રપાન કરે છે અને આલ્કોહોલનું સેવન કરે છે તેમાં કિડનીના રોગોનું જોખમ બમણું થઈ જાય છે.

Health : કિડની ફેઈલ થઇ છે તેના લક્ષણો કેવી રીતે જાણશો ?
Health - Symptoms of Kidney Failure

Follow us on

કિડની (Kidney) સમગ્ર દિવસ દરમિયાન લોહીને સાફ કરવા અને શરીરમાંથી હાનિકારક પદાર્થોને દૂર કરવા માટે કામ કરે છે. આ ઉપરાંત, તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે. પરંતુ આપણી કેટલીક ખોટી ટેવો કિડનીને બગાડે છે અને કિડની ફેલ (Fail) થવાનું જોખમ પણ બની શકે છે.

સૌથી મોટી સમસ્યા એ છે કે કિડનીના રોગોના લક્ષણો ઘણું નુકસાન લાંબા સમય પછી જાણી શકાય છે. અહીં આપણે કિડની નિષ્ફળતાની આદતો અને કિડનીના રોગોના લક્ષણો વિશે જાણીશું.

કિડની સમસ્યાઓના લક્ષણો : જો તમને નીચેનામાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ તમારા કિડની ડોક્ટરનો સંપર્ક કરો.

ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

પેટમાં દુખાવો
ઓછો પેશાબ
થાકી જવું
શ્વાસની તકલીફ
છાતીનો દુખાવો
પગમાં સોજો
મૂંઝવણ

હાનિકારક ટેવો જે કિડનીને નુકસાન પહોંચાડે છે
જો અહીં આપેલી વસ્તુઓ તમારી આદતોમાં સમાવિષ્ટ છે, તો તમારે તેને તરત જ બદલવી જોઈએ. કારણ કે, તે તમારી કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.

1. જો તમે વધુ પડતા મીઠાનું સેવન કરો છો, તો બ્લડ પ્રેશરનું સ્તર ઊંચું થઈ શકે છે. જે કિડની પર વધારાનું દબાણ લાવે છે.
2. જો તમે NSAIDs જેવી પેઇન કિલર લઈ રહ્યા હોય તો તમારે સાવચેત રહેવું જોઈએ. કારણ કે, તે કિડની રોગોના લક્ષણોને વધુ ખરાબ કરી શકે છે.
3. પૂરતું પાણી પીવાથી, કિડની સરળતાથી સોડિયમ અને ઝેર બહાર કાઢે છે. જો તમે પાણી પીતા નથી, તો કિડનીને સોડિયમ અને ઝેર દૂર કરવા માટે વધુ મહેનત કરવી પડે છે.
4. ધૂમ્રપાન અને દારૂ પીવાની આદત પણ કિડની માટે ખતરનાક સાબિત થઈ શકે છે. સંશોધનમાં એવું જોવામાં આવ્યું છે કે જે લોકો ધૂમ્રપાન કરે છે અને આલ્કોહોલનું સેવન કરે છે તેમાં કિડનીના રોગોનું જોખમ બમણું થઈ જાય છે.
5. જો તમને વધારે ખાંડ ખાવાની આદત હોય તો તે સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું કારણ બની શકે છે. આ ત્રણ રોગો કિડની ફેઈલનું મુખ્ય કારણ છે.

 

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો: Women Health : આ લક્ષણો સ્તન કેન્સરના હોય શકે છે, જાણીને તુરંત કરાવો ઈલાજ

આ પણ વાંચો: ગુલિયન બારી સિન્ડ્રોમ રોગ શું છે? જેનું અમદાવાદ પર તોળાઈ રહ્યું છે જોખમ, જાણો લક્ષણો, કારણો અને નિવારણ

Next Article