Health: શું તમને પણ છે ટોઇલેટમાં બેસીને Mobile જોવાની ટેવ ? સાવધાન ! થઈ શકે છે આ ગંભીર બીમારી

જો તમે ટોઈલેટમાં મોબાઈલ સાથે લઈ જાઓ છો, તો તમે જીવલેણ બીમારીનો શિકાર બની શકો છો. તમે અને તમારું આખું કુટુંબ ખતરનાક બેક્ટેરિયા માટે સંવેદનશીલ બની શકો છો.

Health: શું તમને પણ છે ટોઇલેટમાં બેસીને Mobile જોવાની ટેવ ? સાવધાન ! થઈ શકે છે આ ગંભીર બીમારી
સ્માર્ટફોનને નિયમિતપણે રીસ્ટાર્ટ કરો, જે માલવેરને દૂર કરવામાં અથવા નુકસાનથી બચવામાં મદદ કરી શકે છે. ડિવાઈસ પર જિયોલોકેશન ઓપ્શન અને કવર કેમેરાને ડિસેબલ કરો. આ સિવાય હંમેશા વિશ્વસનીય વર્ચ્યુઅલ પ્રાઈવેટ (VPN)નેટવર્કનો ઉપયોગ કરો.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 11:44 PM

Health:મોબાઈલ ફોન આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયો છે. ઘણા લોકો એવા હોય છે કે જે એક મિનિટ માટે પણ પોતાના મોબાઈલથી દૂર રહેવું પસંદ નથી કરતા. જો મોબાઈલ નજીકમાં ન હોય તો તેઓને બેચેની થવા લાગે છે. કેટલાક લોકોને એવી પણ આદત હોય છે કે તેઓ ટોયલેટમાં બેસીને ફોનનો ઉપયોગ કરે છે, પરંતુ આ આદત ઘણી ખતરનાક છે (Health Side Effects Of Using Mobile In Toilet). આ તમને ખૂબ બીમાર કરી શકે છે.

જો તમે ટોઈલેટમાં મોબાઈલ સાથે લઈ જાઓ છો, તો તમે જીવલેણ બીમારીનો શિકાર બની શકો છો. તમે અને તમારું આખું કુટુંબ ખતરનાક બેક્ટેરિયા માટે સંવેદનશીલ બની શકો છો.

શૌચાલયમાં મોબાઈલ લઈ જશો તો થશે આ ગંભીર બીમારી તમને જણાવી દઈએ કે ટોયલેટમાં મોબાઈલનો ઉપયોગ કરવાથી તમને પાઈલ્સ ની સમસ્યા (piles problem) થઈ શકે છે. જોકે, વૃદ્ધોની સાથે-સાથે યુવાનોમાં પણ પાઇલ્સની સમસ્યા સામાન્ય બની ગઇ છે. પાઈલ્સને હરસ (hemorrhoids)પણ કહેવાય છે. વાસ્તવમાં આવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે તમે ટોયલેટમાં મોબાઈલ લઈ જાઓ છો, ત્યારે તમે કમોડ પર લાંબો સમય બેસો છો અને તમને સમયની પણ ખબર નથી હોતી કારણ કે તમે મોબાઈલ ઓપરેટ કરવામાં મશગુલ હોવ છો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

હરસ થવાનું કારણ શું છે? વાસ્તવમાં કેટલાક લોકો ટોયલેટમાં કમોડ પર બેસીને મોબાઈલમાં સમાચાર વાંચે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, વીડિયો જોવે છે અને ચેટિંગ કરે છે. ટોઇલેટમાં કમોડ પર લાંબો સમય બેસી રહેવાથી ગુદામાર્ગ અને ગુદાના નીચેના ભાગના સ્નાયુઓ પર દબાણ વધે છે (pressure on the muscles of the lower rectum and anus), જેનાથી પાઈલ્સ થાય છે.

ઘાતક બેક્ટેરિયા ફોન પર ચોંટી જાય છે આ સિવાય શૌચાલયમાં મોબાઈલ રાખવાથી તમે બેક્ટેરિયાનો શિકાર પણ બની શકો છો. ટોયલેટમાં રહેલા બેક્ટેરિયા તમારા મોબાઈલમાં ચોંટી જાય છે. જ્યારે તમે ટોઇલેટમાંથી બહાર આવો છો ત્યારે તમે તમારા હાથ ધોઈ લો છો પરંતુ મોબાઈલમાં ચોંટેલા બેક્ટેરિયા તમારા હાથ પર પાછા આવી જાય છે. આ બેક્ટેરિયાના કારણે તમને ઈન્ફેક્શન પણ થઈ શકે છે.

આ પણ વાંચો: DRDO અને ભારતીય વાયુસેનાએ સ્વદેશી સ્ટેન્ડ-ઓફ એન્ટી-ટેન્ક મિસાઈલનું સફળતાપૂર્વક કર્યું ઉડાન-પરીક્ષણ

આ પણ વાંચો:  Max Verstappen: મેક્સ વર્સ્ટાપેન F1 બન્યો વર્લ્ડ ચેમ્પિયન , રોમાંચક રેસમાં જીત્યું પ્રથમ ટાઇટલ , લુઇસ હેમિલ્ટનનું તોડ્યું સ્વપ્ન

g clip-path="url(#clip0_868_265)">