Health: સાવધાન, શું તમે પણ ફળોના સેવન દરમિયાન કરો છો આ ભૂલો, થઈ શકે છે મોટું નુકસાન!

|

Dec 26, 2021 | 11:46 PM

ઘણીવાર લોકો ફળોને સ્વાસ્થ્ય માટે સારા માનીને એવી અનેક ભૂલો કરી બેસે છે, જે ફાયદાને બદલે નુકસાન કરે છે. ફળોનું સેવન કરતી વખતે તમે વારંવાર થતી ભૂલો વિશે જાણો.

Health: સાવધાન, શું તમે પણ ફળોના સેવન દરમિયાન કરો છો આ ભૂલો, થઈ શકે છે મોટું નુકસાન!
symbolic picture

Follow us on

સ્વસ્થ રહેવા માટે ફળોના સેવનની સલાહ આપવામાં આવે છે. તજજ્ઞોના મતે રોજ એક સમયે ફળોને આહારમાં લેવા સારી બાબત બની શકે છે. તેમાં રહેલા વિટામિન્સ, પોટેશિયમ અને મિનરલ્સ જેવા પોષક તત્વો શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફળોની વિશેષતાની વાત કરીએ તો માત્ર ફળો ખાવાથી આપણે ઘણા દિવસો સુધી જીવિત રહી શકીએ છીએ. ફળોના સેવનથી આપણું શરીર સ્વસ્થ રહે છે અને રોગો આપણાથી દૂર રહે છે.

 

પરંતુ જો આપણે આ ફળોને ખાવાની સાચી રીતનું પાલન ન કરીએ તો નુકસાન પણ સહન કરવું પડે છે. ઘણીવાર લોકો ફળોને સ્વાસ્થ્ય માટે સારા માનીને આવી અનેક ભૂલો કરી બેસે છે, જે ફાયદાને બદલે નુકસાન કરે છે. ફળોનું સેવન કરતી વખતે તમે વારંવાર થતી ભૂલો વિશે જાણો.

 

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

ખાવાનો ખરો સમય

લોકો માને છે કે ફળો સ્વાસ્થ્ય માટે સારા છે, તેથી તેને ગમે ત્યારે ખાઈ શકાય છે, પરંતુ એવું નથી. મોટાભાગના ફળોના સેવન માટે સવારનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં બનાના શેક, સફરજન અને અન્ય ફળોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ખાટાં ફળો ઘણીવાર એસિડિટીનું કારણ બને છે અને તેમાં સંતરા અને મોસંબીના ફળો સામેલ છે. જો આ ફળો સવારે ખાલી પેટ ખાવામાં આવે તો ફાયદો થવાને બદલે નુકસાન કરી શકે છે.

 

તરબૂચ પર પાણી

ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે માત્ર બાળકો જ નહીં, પુખ્ત વયના લોકો પણ તરબૂચ ખાધા પછી તરત જ પાણી પીવે છે. નિષ્ણાતોના મતે આનાથી ડાયેરિયા કે કોલેરા જેવી ગંભીર બીમારી થઈ શકે છે. આ ફળોમાં મોટા પ્રમાણમાં પાણીની માત્રા હોય છે અને આ કારણથી વ્યક્તિએ તેને ખાધા પછી પાણી પીવાનું ટાળવું જોઈએ.

 

તાસીર અનુસાર ફળની પસંદગી

ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે ઘણા લોકો ફળની પસંદગી તેની તાસીર અનુસાર નથી કરતા અને તેના કારણે તેમને નુકસાન પણ સહન કરવું પડે છે. જો ગરમ તાસીરવાળા લોકો અનાનસ, નારંગી અને કેળા જેવા ફળોનું સેવન કરે છે તો તેમને સમસ્યા થઈ શકે છે. બીજી તરફ ઠંડા તાસીરવાળાઓએ પપૈયા અને કેરી જેવા ફળોના સેવનથી દૂર રહેવું જોઈએ.

 

દહીં અથવા દૂધ સાથે લેવા

ઘણા લોકો દહીં અથવા દૂધ સાથે ફળ ખાવાના શોખીન હોય છે, પરંતુ તમને જણાવી દઈએ કે આ નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. ભલે આ પદ્ધતિ સ્વાદિષ્ટ લાગતી હોય, પરંતુ તેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી ફરિયાદો થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે દહીં અને ફળ એક સાથે ખાવાથી પેટની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

 

પથરીની સમસ્યા

જે લોકોને કિડનીમાં પથરીની સમસ્યા હોય તેમણે ડોક્ટરની સલાહ વિના કોઈપણ ફળ ખાવુ ન જોઈએ. તેનાથી તેમને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

 

આ પણ વાંચો: તાલિબાને તેના રંગ બતાવવાનું શરૂ કર્યું! ચૂંટણી સંસ્થાઓ અને બે મંત્રાલયો કર્યા બંધ, કહ્યું, ‘અફઘાનિસ્તાનમાં તેમની જરૂર નથી’

 

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા બીજી વાર બનવા જઈ રહ્યો છે પિતા? સોશિયલ મીડિયા પર લોકોએ પાઠવ્યા અભિનંદન

Next Article