Health Care : શરીરમાં આયોડિનની ઉણપ પુરી કરવા માટે કરો આ ખોરાકનું સેવન
દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીંમાં વિટામિન સી હોય છે. તેની સાથે તેમાં આયોડિન પણ હોય છે. દહીં આયોડીનની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે.

શરીરને (Body ) સારી રીતે કામ કરવા માટે ખોરાકમાં (Food ) પૂરતા પ્રમાણમાં વિટામિન, પ્રોટીન હોય એ જરૂરી છે. એ જ પ્રમાણે સ્વાસ્થ્ય (Health ) જાળવી રાખવા માટે તમને ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં આયોડીન પણ મળે એ પણ જરૂરી છે. ઘણીવાર આપણને એ જાણકારી હોતી નથી કે આયોડીન કયા ખોરાકમાંથી આપણે મેળવી શકીએ છે અને તેનો ફાયદો શું છે.
ઘણા લોકોના શરીરમાં આયોડિનની ઉણપ હોય છે. આવી સ્થિતિમાં તમે કેટલાક ખોરાકને આહારમાં સામેલ કરી શકો છો. તેઓ શરીરમાં આયોડીનની માત્રા વધારવાનું કામ કરે છે. તેની ઉણપને કારણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ કે આયોડિનથી ભરપૂર ખોરાકમાં કયા ખોરાકનો સમાવેશ કરી શકાય.
દહીં –
દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીંમાં વિટામિન સી હોય છે. તેની સાથે તેમાં આયોડિન પણ હોય છે. દહીં આયોડીનની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે. તેમાં સારા બેક્ટેરિયા હોય છે. તેઓ પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ઈંડા –
ઈંડા પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. આયોડિનની ઉણપને પૂરી કરવા માટે તમે આહારમાં ઈંડાનો પણ સમાવેશ કરી શકો છો. ઇંડા સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ આપવાનું કામ કરે છે. તમે ઈંડાનું સેવન ઘણી રીતે કરી શકો છો.
શેકેલા બટાકા –
શેકેલા બટાકા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ, પોટેશિયમ અને આયોડિન જેવા ઘણા પોષક તત્વો હોય છે. આયોડીનની ઉણપને પૂરી કરવા માટે તમે શેકેલા બટાકાને પણ આહારમાં સામેલ કરી શકો છો.
દૂધ –
દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તેમાં આયોડિન પણ હોય છે. આયોડીનની ઉણપને પૂરી કરવા માટે તમે દૂધનું સેવન પણ કરી શકો છો. તે શરીરમાં આયોડીનની માત્રા વધારવાનું કામ કરે છે.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)