ખૂબ ગુણકારી હોય છે જમરૂખ, તમને પણ તેના આ ફાયદાઓ ખબર નહીં હોય

હૃદયને સ્વસ્થ રાખવા માટે જમરૂખના પાનનો જ્યુસ પીવાથી રાહત થાય છે. વાસ્તવમાં તેમાં કાર્ડિયો પ્રોટેક્ટિવ ગુણ સમાયેલા છે. જે હૃદયને સ્વસ્થ રાખવા માટે લાભદાયક છે.

ખૂબ ગુણકારી હોય છે જમરૂખ, તમને પણ તેના આ ફાયદાઓ ખબર નહીં હોય
Guava is beneficial to health
| Edited By: | Updated on: Sep 12, 2021 | 6:35 AM

જમરૂખની અંદર ખૂબ સંખ્યામાં બીજ રહેલા હોય છે. કહેવામાં આવે છે કે જો જમરૂખના બીજનું સેવન કરવામાં આવે તો તે પથરીમાં વધારો કરે છે, જ્યારે અન્ય રોગોમાં લાભદાયી પણ છે, જમરૂખની અંદર વિટામીન સી પર્યાપ્ત માત્રામાં રહેલું હોય છે. તે અન્ય ઘણી બીમારીઓમાં લાભદાયી છે. જો તમે લાંબા સમયથી જુની ખાંસીથી હેરાન પરેશાન છો તો એવામાં તમારે જમરૂખનું સેવન કરવું જોઈએ.

જમરૂખના સેવનથી થતા ફાયદાઓ

જમરૂખના પાનનો રસ પીવાનો સૌથી વધુ ફાયદો ડેન્ગ્યુના દરદીઓને થાય છે. પેરૂના પાનનો રસ પીવાથી પ્લેટલેસ ઝડપથી વધે છે. વાસ્તવમાં જમરૂખના પાનના જ્યુસમાં મેગાકૈરો પિયોસિસ વધારવાનો ઓષધીય ગુણ છે. તેથી જ ડેન્ગ્યુના દરદીઓને આ રસ પીવાની સલાહ આપવામાં આવે છે.

જમરૂખના પાનનો રસ ઘા રૂઝવવા માટે પણ ઉપયોગી છે. એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે, પેરૂના પાનમાં એન્ટીસેપ્ટિક ગુણ સમાયેલા છે જેથી તેના પીવાથી ઘા જલદી રૂઝાઇ જાય છે.

પેરૂના પાન માંસપેશીઓને સ્મૂધ કરે છે. તેના પાનના જ્યુસમાં ક્યુસર્ટિન નામનો પૌષ્ટિક તત્વ સમાયેલું છે. જે પીવાથી મસલ્સને આરામ મળે છે.

પેરૂના પાનમાં એન્ટિબાયોટિક તત્વ સમાયેલુ છે જેથી પાનનો રસ પીવાથી ડાયાબિટિસમાં સુધારો કરે છે.

પેટ બરાબર સાફ ન થતું હોય તો મુખમાં છાલા પડવાની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં જમરૂખના પાનના રસનું દિવસમા બે વખત સેવન કરવું.

તેમાં ફાઈબરની પર્યાપ્ત માત્રા સમાયેલી છે. તેથી તેના જ્યુસના સેવનથી પાચનક્રિયા સુધરે છે. તેમજ કબજિયાતની તકલીફ હોય તો રાહત થાય છે.

હૃદયને સ્વસ્થ રાખવા માટે પેરૂના પાનનો જ્યુસ પીવાથી રાહત થાય છે. વાસ્તવમાં તેમાં કાર્ડિયો પ્રોટેક્ટિવ ગુણ સમાયેલા છે. જે હૃદયને સ્વસ્થ રાખવા માટે લાભદાયક છે.

આ પણ વાંચો –

હવે તેલંગણાની તાનાશાહી સરકારનું જવાનું નક્કી, TRSની લંકા તુટવાની તૈયારીમાં: ભાજપના મહામંત્રી તરુણ ચુગ

આ પણ વાંચો –

શું દિલ્હીની નિર્ભયાની યાદ અપાવે છે મુંબઈની સાકીનાકા બળાત્કારની ઘટના? ક્યા પહોંચી તપાસ? મુંબઈ પોલીસ કમિશ્નરે જણાવી વિગત

આ પણ વાંચો –

દેશના દરેક ખુણે વસેલા મજુરો સુધી પહોંચાડાશે ઈ-શ્રમ પોર્ટલની જાણકારી, કંપનીઓ અને વેપારી સંગઠનો સાથે યોજાઈ બેઠક