લગ્ન પહેલા કરાવી લો આ 10 મેડિકલ ટેસ્ટ, લગ્ન જીવનમાં નહીં આવે મુશ્કેલી

|

Jul 05, 2022 | 5:48 PM

Pre-Marriage Test for Couples: દરેક કપલ ઈચ્છે છે કે તેનુ લગ્નજીવન સુખમય રહે. તેના માટે જેટલા આપણે આર્થિક રીતે સક્ષમ રહેવાનો પ્રયત્ન કરીએ છે. એટલા હેલ્થની બાબતમાં પણ સક્ષમ રહેવું જરુરી છે. તેના માટે કેટલાક મેડિકલ ટેસ્ટ લગ્ન પહેલા જ કરાવી લેવા જોઈએ.

લગ્ન પહેલા કરાવી લો આ 10 મેડિકલ ટેસ્ટ, લગ્ન જીવનમાં નહીં આવે મુશ્કેલી
10 medical tests done before marriage
Image Credit source: File photo

Follow us on

લગ્ન દરેકના જીવનનો એક મહત્વનો સમય હોય છે. લગ્ન બાદ નવા પાર્ટનર સાથે નવા જીવનની શરૂઆત થાય છે. લગ્ન માટે પરિવાર દ્વારા જન્માક્ષર મેળવવા કરવા ઉપરાંત શિક્ષણ, નોકરી, પરિવાર અને સંપત્તિની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે લગ્ન પહેલા મેડિકલ ચેકઅપ (Medical Check Up) કરાવવું પણ એટલુ જ જરૂરી છે. જો દાંપત્ય જીવનને સુખી (Happy Married Life) બનાવવું હોય તો લગ્ન પહેલા દરેક વ્યક્તિએ કેટલાક ટેસ્ટ કરાવવા જોઈએ. લગ્ન પહેલા મેડિકલ ચેકઅપ કરાવીને આનુવંશિક રોગોને સમયસર શોધી અને સારવાર કરી શકાય છે. તો ચાલો જાણીએ કે લગ્ન પહેલા દરેક વ્યક્તિએ કયા કયા ટેસ્ટ કરાવવા જોઈએ.

1. જૂની બિમારીનો ટેસ્ટ (Chronic Disease Test): જૂના કેટલાક રોગો ગર્ભાવસ્થા દરમિયાન સમસ્યાઓનું કારણ બની શકે છે. લગ્ન કરનાર કપલને તેમના હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સ્થિતિ વિશે અગાઉથી જાણ હોવી જોઈએ. તેથી, આ પરીક્ષણ કરાવવું જરૂરી છે.

2. પેલ્વિક અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ (Pelvic Ultrasound Test): પેલ્વિક અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ પેલ્વિક પ્રદેશની અંદરના અંગોના ફોટોઝ લેવા માટે કરવામાં આવે છે. અંગના ફોટા બનાવવા માટે ધ્વનિ તરંગોનો ઉપયોગ થાય છે. આ પરીક્ષણ ગર્ભાશય, સર્વિક્સ, અંડાશય અને ફેલોપિયન ટ્યુબ વગેરેની સ્થિતિ જાણવા માટે કરવામાં આવે છે.

આ પણ વાંચો

3. જીનોટાઈપ ટેસ્ટ (Genotype Tests): માતા-પિતાના જનીનો (DNA) બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે છે અને લગ્ન પહેલા દંપતિએ જીનોટાઈપ ટેસ્ટ કરાવવો જોઈએ, જેથી કોઈપણ સમસ્યા શોધી શકાય.

4. માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ (Mental Health Status): સુખી દામ્પત્ય જીવન માટે બંને પાર્ટનરનું માનસિક સ્વાસ્થ્ય સારું હોવુ ખૂબ જ જરૂરી છે. કેટલીક માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ ભવિષ્યમાં બાળકોને પણ થઈ શકે છે. તેથી તેમના વિશે અગાઉથી જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

5. થેલેસેમિયા ટેસ્ટ (Thalassemia Test): થેલેસેમિયા તમારા બાળકોમાં જન્મજાત ખામી પેદા કરી શકે છે. તેથી લગ્ન કરતા પહેલા તમારે થેલેસેમિયા ટેસ્ટ કરાવવો જોઈએ.

6. આનુવંશિક મેડિકલ ઇતિહાસ (Genetic Medical History): ડાયાબિટીસ અથવા હૃદય રોગ આજકાલ સામાન્ય બની ગયા છે. તેથી લગ્ન પહેલા દંપતીએ એકબીજાના કુટુંબનો મેડિકલ ઇતિહાસ જાણવો જરુરી છે.

7. HIV અને STD ટેસ્ટ (HIV and STD Test) : HIV અને અન્ય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (STD) સરળતાથી બીજી વ્યક્તિમાં ફેલાય શકે છે. તેથી એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તમારા જીવનસાથીને તેવો કોઈ ચેપ તો નથી લાગ્યો.

8. કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ (CBC Test): કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ વ્યક્તિની તબીબી સ્થિતિ જાણવા માટે કરવામાં આવે છે. આ પરીક્ષણ દ્વારા એનિમિયા, ચેપ, બળતરા, રક્તસ્ત્રાવ ડિસઓર્ડર અથવા લ્યુકેમિયા જેવા વિવિધ રોગો શોધી શકાય છે.

9.ફર્ટિલિટી ટેસ્ટ (Fertility Test): મોટાભાગના કપલ લગ્ન પછી સંતાન ઈચ્છે છે, તેથી તમારું શરીર ફળદ્રુપ અને પ્રજનનક્ષમતા યોગ્ય છે કે નહીં તે અગાઉથી જાણી લેવું સારું છે. તેથી લગ્ન પહેલા ફર્ટિલિટી ટેસ્ટ કરાવી લેવું જોઈએ અને જો કોઈ સમસ્યા હોય તો તેની અગાઉથી સારી સારવાર કરી શકાય છે.

10. બ્લડ ગ્રુપ ટેસ્ટ (Blood Group Test): બ્લડ ગ્રુપ જાણવા માટે બ્લડ ગ્રુપ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ મહત્વપૂર્ણ છે કારણ કે કેટલાક બ્લડ ગ્રુપ એકબીજા સાથે સુસંગત નથી અને ગર્ભાવસ્થા દરમિયાન જટિલતાઓ પેદા કરી શકે છે.

Next Article