પેટમાં ગેસ ભરાઈ જવાથી છો ‘પરેશાન’? રસોડાની આ 5 વસ્તુ મિનિટોમાં આપશે ‘રાહત’

જમ્યા પછી પેટમાં ભારેપણું, ગેસ કે અસહ્ય દુખાવો થવો એ આજકાલ ખૂબ જ સામાન્ય બની ગયું છે. ઘણીવાર આ 'ગેસ' પેટમાં એવી રીતે ભરાઈ જાય છે કે, બેસવું કે ઊભા રહેવું પણ મુશ્કેલ બની જાય છે. એવામાં શું તમે જાણો છો કે, આ તકલીફથી બચવા માટે તમારે મોંઘી દવાઓ લેવાની જરૂર નથી? વાત એમ છે કે, રસોડામાં જ રહેલી કેટલીક એવી વસ્તુઓ છે, જે માત્ર થોડી જ મિનિટોમાં આ ગેસને ગાયબ કરી શકે છે.

પેટમાં ગેસ ભરાઈ જવાથી છો પરેશાન? રસોડાની આ 5 વસ્તુ મિનિટોમાં આપશે રાહત
Image Credit source: AI Generated
| Updated on: Sep 30, 2026 | 1:41 PM

જમ્યા પછી ગેસ થવો એ એક સામાન્ય બાબત છે પરંતુ કેટલાક લોકોને જરૂરિયાત કરતાં વધુ ગેસ થઈ જાય છે. આવી સ્થિતિમાં પેટમાં દુખાવો, અસ્વસ્થતા, મરડો (આંટીઓ પડવી) અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.

ઘણી વાર ગેસને કારણે બેસવું પણ મુશ્કેલ બની જાય છે. જો ગેસ બ્લોક થઈ જાય, તો તકલીફ વધુ વધી જાય છે. ગેસની સમસ્યામાંથી રાહત મેળવવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાયો અસરકારક કામ કરે છે, જેનાથી તાત્કાલિક રાહત મળી શકે છે.

ગેસ દૂર કરવાના ઘરગથ્થુ ઉપાયો

  1. અજમો – પેટમાં ગેસ થાય ત્યારે અજમો અસરકારક કામ કરે છે. પેટમાં જ્યારે ભારેપણું, ગેસ અને આંતરડામાં ખેંચાણ થાય ત્યારે એક નાની ચમચી અજમો અને તેમાં થોડું સંચળ (કાળું મીઠું) ઉમેરીને ખાઈ લો. ગરમ પાણી સાથે અજમો ખાવાથી ગેસની સમસ્યા ઘટે છે. જણાવી દઈએ કે, બાળકોને પણ અજમો ખવડાવી શકાય છે.
  2. હરડે – ગેસની સમસ્યા દૂર કરવા માટે હરડેને અસરકારક ઇલાજ માનવામાં આવે છે. હરડેને મધ સાથે મિક્સ કરીને ખાવાથી ગેસ, એસિડિટી અને વાયુની સમસ્યામાં આરામ મળે છે.
  3. સંચળ – પેટ ફૂલવા અને ગેસ બનવા પર સંચળ પણ અસરકારક છે. આ માટે તમે થોડો અજમો, જીરું, નાની હરડે અને સંચળ સરખા ભાગે લઈ લો અને તેને પીસી લો. મોટા લોકોએ 2-6 ગ્રામ ચૂર્ણનું સેવન કરવું અને બાળકોને થોડી ઓછી માત્રામાં ખવડાવવું. ત્યાર બાદ હૂંફાળું પાણી પી લેવું.
  4. આદુ – પેટમાં ગેસની સમસ્યા હોય તો આદુ ખાવું સારું માનવામાં આવે છે. આ માટે આદુના ટુકડા પર મીઠું ભભરાવીને દિવસમાં 2-3 વાર ખાઓ. આનાથી ગેસની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. આનાથી જમ્યા પછી શરીર હળવું રહેશે અને ભૂખ પણ ઉઘડશે.
  5. કાળા મરી અને સૂંઠ – ગેસ થાય ત્યારે કાળા મરી અને સૂંઠ પણ ફાયદાકારક છે. આ માટે 1 ચમચી કાળા મરી, 1 ચમચી સૂંઠ અને 1 ચમચી ઈલાયચીને પીસીને મિક્સ કરી લો. હવે જમ્યાના 1 કલાક પછી અડધી ચમચી પાણી સાથે લઈ લો.
ડિસ્ક્લેમર: (આ આર્ટિકલમાં સૂચવેલ ટિપ્સ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)

મહિલાઓને જ નહીં… પુરુષોને પણ થાય છે ‘બ્રેસ્ટ કેન્સર’, આ લક્ષણોને ભૂલથી પણ ન કરો ‘નજરઅંદાજ’

Published On - 1:22 pm, Wed, 30 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.