ચેતવણી: શિયાળામાં સતત થનારી ખાંસીને અવગણશો નહીં, તેનાથી થઈ શકે છે ફેફસાંનું કેન્સર, જાણો વિગત

|

Dec 12, 2021 | 8:59 AM

જો લાંબા સમય સુધી ઉધરસ ઠીક ન થઈ રહી હોય, તો જણાવી દઈએ કે આ ફેફસામાં ગંભીર ઈન્ફેક્શનની નિશાની છે. જે પાછળથી કેન્સરનું કારણ બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફેફસાના કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે.

ચેતવણી: શિયાળામાં સતત થનારી ખાંસીને અવગણશો નહીં, તેનાથી થઈ શકે છે ફેફસાંનું કેન્સર, જાણો વિગત
Lung cancer (File Image)

Follow us on

Winter Health: ઘણીવાર શિયાળામાં લોકોને ખાંસી અને ઉધરસની (Cough) સમસ્યા રહે છે. જો કે, આ સમસ્યા થોડા દિવસોમાં ઠીક થઈ જાય છે. પરંતુ જો ઉધરસ લાંબા સમય સુધી ચાલુ રહે. અને દવાઓ લીધા પછી પણ જો થોડા દિવસો બાદ ફરીથી થવા લાગે તો તે ચિંતાજનક છે. આ ફેફસાના કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, ખાંસીની સમસ્યાને હળવાશથી ન લેવી અને તેની સારવાર કરાવવી મહત્વપૂર્ણ છે.

Tv9 ભારતવર્ષના અહેવાલમાં જણાવ્યું છે કે પલ્મોનોલોજિસ્ટ ડૉ. વિકાસ કુમારના જણાવ્યા અનુસાર, ઘણી વખત લોકો છાતીમાં દુખાવો અને ન્યુમોનિયાની ફરિયાદ કરે છે. આ દરમિયાન, ઉધરસ થાય છે. ઘણા કિસ્સાઓમાં, દર્દીમાં બ્રોન્કાઇટિસ અથવા કોઈ ચેપને કારણે આવું થાય છે, પરંતુ જો લાંબા સમય સુધી ખાંસી ઠીક ન થઈ રહી હોય, તો પછી આનાથી અનુમાન લગાવી શકાય છે કે ફેફસામાં ગંભીર ચેપ લાગ્યો છે.

ડોક્ટરના જણાવ્યા અનુસાર આ પાછળથી કેન્સરનું કારણ બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફેફસાના કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેનું એક મોટું કારણ એ છે કે લોકોની જીવનશૈલી બગડી ગઈ છે. ધૂમ્રપાનને કારણે પણ આ રોગ વધી રહ્યો છે. ડૉક્ટર કુમારના કહેવા પ્રમાણે, લોકો ઉધરસની સમસ્યામાં બેદરકાર રહે છે અને ડૉક્ટર પાસે જવાનું ટાળે છે, પરંતુ આવું ન કરવું જોઈએ.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

ટીબી પણ એક નિશાની હોઈ શકે છે

ડો.વિકાસ કહે છે કે જો કોઈ વ્યક્તિને ત્રણ અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી ઉધરસ રહેતી હોય તો તે ટીબી ટ્યુબરક્યુલોસિસ (ટીબી)નું લક્ષણ પણ હોઈ શકે છે. ટીબી થવાનું સૌથી મોટું કારણ એ છે કે લોકો ઉધરસની સમસ્યા પ્રત્યે સજાગ નથી. અને તેઓ ઉધરસને ઘરગથ્થુ ઉપચારથી ઠીક કરતા રહે છે. જ્યારે ધીરે ધીરે આ સમસ્યા વધવા લાગે છે. પછી દર્દી ડૉક્ટર પાસે જાય છે.

ડો.ના જણાવ્યા અનુસાર ટીબી અન્ય વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે. જ્યારે તેના દર્દીને ખાંસી આવે છે, ત્યારે શરીરમાંથી ખતરનાક ટીપાં નીકળી જાય છે. જે નજીકમાં બેઠેલા અન્ય વ્યક્તિના શ્વસન માર્ગમાં પ્રવેશ કરે છે.આવી સ્થિતિમાં અન્ય વ્યક્તિને પણ તેનાથી ચેપ લાગે છે.

જો તમને આ લક્ષણો દેખાય તો સાવધાન થઈ જાવ

ઉધરસ અને કફ સાથે લોહી

સતત વજન ઘટવું

શ્વાસ લેવામાં તકલીફ થવી

હંમેશા થાક લાગવો

ચાલવામાં મુશ્કેલી

અવાજ બેસી જવો

ગાળામાં દુખતું રહેવું

 

આ પણ વાંચો: Health: પેટની ચરબી બર્ન કરવા માટે નાસ્તામાં સામેલ કરો આ પાંચ ખોરાક

આ પણ વાંચો: Health: તમારા શરીરને લોખંડ જેવુ બનાવવા આહારમાં લો માત્ર 5 વસ્તુ !

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article