યુરિનના રંગ અને સ્વાસ્થ્યનું કનેક્શન: યુરિનના બદલાતા રંગ પ્રત્યે બેદરકારી પડી શકે છે ભારે, જાણો વિગત
યુરિનના રંગ અને સ્વાસ્થ્યનું કનેક્શન રહેલું છે. જો તમારે પણ યુરિનના બદલાઈ રહેલા રંગની સમસ્યા છે તો જરા પણ બેદરકારી રાખ્યા વગર ડોક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે.
શરીરના મોટાભાગના ટોક્સિક પદાર્થ પેશાબ (Urine) દ્વારા શરીરમાંથી બહાર નીકળે છે. આ જ કારણ છે કે નિષ્ણાતો લોકોને વધુને વધુ પાણી પીવાની સલાહ આપે છે. જો તમે શરીરની જરૂરિયાત મુજબ પાણી પીતા હોવ તો યુરિન સામાન્ય રંગમાં (Color of Urine) આવે છે, જ્યારે ઓછું પાણી પીવાથી યુરિનનો રંગ બદલાઈ જાય છે.
સામાન્ય રીતે યુરિનનો પીળો રંગ ડિહાઇડ્રેશનની (Dehydration) નિશાની છે. પરંતુ આ સિવાય, જો તમને યુરિનમાં કોઈ અન્ય રંગનું પરિવર્તન દેખાય છે, તો બેદરકાર ન રહો. તમારે તાત્કાલિક નિષ્ણાતની સલાહ લેવાની જરૂર છે. કારણ કે તે કેટલાક રોગના લક્ષણ પણ હોઈ શકે છે. તેના વિશે અહીં જાણો.
લાલ અથવા ગુલાબી
જો તમે ખોરાકમાં બીટરૂટ ખાઓ છે, તો પછી તેની અસરને કારણે યુરિનનો રંગ ગુલાબી અથવા લાલ જોવા મળી શકે છે. પરંતુ જો તમે બીટરૂટ નથી ખાધા તેમ છતાં યુરિન ગુલાબી અથવા લાલ દેખાય છે, તો પછી આ કિડની, ગાંઠ અથવા મૂત્ર માર્ગમાં ચેપની નિશાની હોઈ શકે છે.
વાદળી અથવા લીલો
જો લીલી અથવા વાદળી રંગ કોઈ દવા અથવા ખાદ્ય ચીજોને કારણે યુરિનનો રંગ એવો આવે છે તો તે સામાન્ય માનવામાં આવે છે. પરંતુ જો તેવું નથી, તો આ પોરફાઈરિયા અથવા બ્લુ ડાયપર સિન્ડ્રોમ જેવા દુર્લભ રોગના લક્ષણ હોઈ શકે છે. જે લોકોને કિડની સંબંધિત કોઈપણ સમસ્યા છે અને તેઓ તેના માટે દવાઓ લઈ રહ્યા છે, તેમના માટે પણ આ સ્થિતિ જોખમી બની શકે છે.
દૂધિયો અથવા સફેદ
સામાન્ય રીતે, યુરિનમાં 95 ટકા પાણી હોય છે અને બાકી ખનિજો, યુરિક એસિડ વગેરેથી બનેલું હોય છે. પરંતુ જો તમને દૂધિયું સફેદ યુરિન જોવા મળી રહ્યો છે, તો શક્ય છે કે પેશાબ સાથે કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન વગેરે ખનિજો વધુ પડતા બહાર આવી રહ્યા છે. આવી સ્થિતિમાં પણ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ
ઘેરો બદામી અથવા કાળો
જો તમે લાંબા સમયથી કુંવારપાઠાનું સેવન કરી રહ્યાં છો અથવા કાવા બીન્સ લઈ રહ્યા છો, તો પછી પેશાબનો રંગ ઘેરો બદામી અથવા કાળો હોઈ શકે છે. આ સિવાય કોઈ ખાસ દવા પણ તેના બદલાતા રંગનું કારણ હોઈ શકે છે. પરંતુ જો આ બધા કારણ વગર પણ તમને આ સમસ્યા છે, તો તે ચિંતાનો વિષય હોઈ શકે છે કારણ કે આ આનુવંશિક મેટાબોલિક ડિસઓર્ડર બ્લેક બોર્નને કારણે થઈ શકે છે. તેમાં પેશાબ થયા બાદ તેનો રંગ કાળો થઈ જાય છે અથવા આ મેલાનોમાને કારણે પણ થઈ શકે છે.
આ પણ વાંચો: Best for Health: સવારના આ 5 હેલ્ધી નાસ્તા રાજાની જેમ કરશો, તો રાજાની જેમ જ જશે આખો દિવસ
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)