
જો તમે પણ ગેસ અને અપચામાં રાહત મેળવવા માટે પેકેટ વાળું ઈનો (ENO) વાપરો છો અથવા સ્ફૂર્તિ માટે ઈન્સ્ટન્ટ કોફી પીઓ છો, તો હવે ચેતી જવાની જરૂર છે. એક એવા મોટા રેકેટનો પર્દાફાશ થયો છે જે જાણીતી બ્રાન્ડના નામે લોકોના ઘરમાં ઝેર પીરસી રહ્યું હતું. પોલીસ અને તપાસ એજન્સીઓએ દરોડા પાડીને એક એવી ફેક્ટરી ઝડપી પાડી છે, જ્યાં હજારોની સંખ્યામાં નકલી પાઉચ તૈયાર કરવામાં આવતા હતા.
દિલ્હીના મધુ વિહાર વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં આ ગેરકાયદેસર ધંધો છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યો હતો. પોલીસને દરોડા દરમિયાન ત્યાંથી ૩ પેકિંગ મશીનો, 1 લાખ નકલી ઈનોના પાઉચ, 50 હજાર નકલી કોફીના પાઉચ અને 500 કિલો ખુલ્લો કોફી પાવડર મળી આવ્યો છે. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે સ્થળ પરથી એસિડ ભરેલા ડ્રમ પણ મળી આવ્યા છે, જેનો ઉપયોગ આ નકલી પાઉડર બનાવવામાં થતો હોવાની આશંકા છે.
“6 सेकेंड में एसिडिटी से राहत”
Eno का यही टैगलाइन है। लेकिन गैस दूर कैसे हो, जब नकली बन रही हो। दिल्ली में फ्लैट के अंदर नकली Eno और NESCAFE बनाने की फैक्ट्री चल रही थी !! https://t.co/mUf3vtBPBh pic.twitter.com/nWJs9cX71L
— Sachin Gupta (@Sachingupta) April 21, 2026
ઈનો જેવી પ્રોડક્ટ્સ લોકો દવા તરીકે વાપરતા હોય છે, પરંતુ આ નકલી માલ સીધો લોકોના જીવ સાથે રમત રમી રહ્યો હતો. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ માલ હોલસેલ અને રિટેલ માર્કેટ દ્વારા દેશના અલગ-અલગ ખૂણાઓમાં સપ્લાય કરવામાં આવતો હતો. અસલી કંપનીના પ્રતિનિધિઓએ તપાસ બાદ સ્પષ્ટ કર્યું છે કે જપ્ત કરાયેલું કોઈ પણ પ્રોડક્ટ તેમની કંપનીનું નથી અને તે સંપૂર્ણપણે નકલી છે.
પોલીસે આ કેસમાં ઉત્તમ દાસ, પપાઈ દાસ ઉર્ફે પંકજ, નીતિન ભારદ્વાજ અને સંજય બંસલ નામના ચાર શખ્સોની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી નીતિન ભારદ્વાજ દરોડા સમયે ફરાર થઈ ગયો હતો, જેને પોલીસે ટેકનિકલ દેખરેખ દ્વારા દેહરાદૂનથી દબોચી લીધો હતો. હાલમાં આશરે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે કે આ ઝેરી માલ કયા કયા શહેરોના માર્કેટમાં પહોંચી ગયો છે.
दिल्ली में नकली Eno पाउडर और NESCAFE कॉफी बनाने की 2 अवैध फैक्ट्रियां पकड़ी गई हैं।
1 लाख Eno शैशे, 50 हजार NESCAFE कॉफी शैशे, 500 KG कॉफी पाउडर, 2 ड्रम एसिड सहित कच्चा माल मिला।
आरोपी नितिन भारद्वाज, संजय बंसल, उत्तम दास, पापाई दास गिरफ्तार हैं।
कई बार आप सोचते होंगे कि Eno… pic.twitter.com/NxCYIeLesn
— Sachin Gupta (@Sachingupta) April 21, 2026
આ ઘટના બાદ ગ્રાહકોએ પેકેટ પરના માર્કિંગ અને કિંમત જોઈને જ વસ્તુ ખરીદવાની જરૂર છે, કારણ કે તમારી એક ભૂલ મોંઘી પડી શકે છે.