Cancer: છેલ્લા સ્ટેજમાં પણ કેન્સરની સારવાર શક્ય, ડોક્ટરોએ ઓપરેશન કરીને બચાવ્યો વૃદ્ધ મહિલાનો જીવ
દર્દીનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું, જેમાં પેટની અંદર આવેલા એપેન્ડિક્સમાં કેન્સરની ગાંઠ મળી આવી હતી. બાયોપ્સી બાદ જાણ થઇ કે મહિલાને ચોથા સ્ટેજનું કેન્સર છે.
કેન્સર(Cancer) આ વિશ્વમાં સૌથી ખતરનાક રોગ છે. દર વર્ષે લાખો લોકો આનાથી મૃત્યુ પામે છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે જો કેન્સર પ્રથમ કે બીજા તબક્કામાં પકડાય છે, તો તેની સારવાર(Treatment) શક્ય છે. આ પછી દર્દી(Patient)નો જીવ બચાવવો ખૂબ મુશ્કેલ બની જાય છે. પરંતુ દિલ્હી(Delhi)ની મેક્સ હોસ્પિટલના ડોક્ટરોએ સર્જરી કરીને ચોથા સ્ટેજના કેન્સરથી પીડિત એક વૃદ્ધ મહિલાનો જીવ બચાવ્યો છે. આ સર્જરીમાં અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે ચોથા સ્ટેજમાં પહોંચ્યા બાદ પણ મહિલા હવે સંપૂર્ણ સ્વસ્થ છે.
કાનપુરની રહેવાસી 63 વર્ષીય પમિલા ઢીંગરાને પેટમાં દુખાવો અને કબજિયાતની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. જેમાં પેટની અંદર આવેલા એપેન્ડિક્સમાં કેન્સરની ગાંઠ મળી આવી હતી. જે ખૂબ જ ફેલાઈ ગઇ હતી. બાયોપ્સીથી ખબર પડી કે મહિલાને ચોથા સ્ટેજનું કેન્સર છે. આ પ્રકારના કેન્સરમાં કીમોથેરાપી પણ દર્દીને રાહત આપતી નથી.
મહિલાની સ્થિતિને જોતા ડોક્ટરોએ નવી ટેક્નોલોજી દ્વારા તેની કેન્સર સર્જરી કરી હતી. આ માટે મહિલાના પેટમાં હાજર સમગ્ર ગાંઠ ઓપરેશન દ્વારા દૂર કરવામાં આવી. કેન્સર એટલુ ફેલાઇ ગયુ હતુ કે આંતરડાનો કેટલોક ભાગ બહાર કાઢવો પડ્યો હતો. આ સર્જરી કરવામાં ડોક્ટરોને 16 કલાકનો સમય લાગ્યો હતો. મહિલા સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ટૂંક સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
છેલ્લા તબક્કામાં પણ સારવાર શક્ય
મેક્સ હોસ્પિટલના ઈન્સ્ટિટ્યુટ ઓફ કેન્સર કેરના ચેરમેન ડો. હરિત ચતુર્વેદીએ જણાવ્યું હતું કે હવે કેન્સરની સારવારના ક્ષેત્રમાં ઘણો વિકાસ થયો છે. હવે આ ટેક્નોલોજીકલ ડેવલપમેન્ટથી છેલ્લા સ્ટેજમાં પહોંચી ગયેલા દર્દીઓની સારવાર પણ થઈ શકશે. તાજેતરમાં આ અદ્યતન તકનીકોની મદદથી ઘણા દર્દીઓના જીવન બચાવાયા છે.
કોરોના મહામારી દરમિયાન દર્દીઓને હવે સારવાર દરમિયાન ખૂબ જ ઓછા સમય માટે હોસ્પિટલમાં રહેવું પડે છે. આ માટે રોબોટ દ્વારા મિનિમલી ઇન્વેસિવ સર્જરી અને રોબોટિક સર્જરીની મદદ પણ લેવામાં આવે છે. જે દર્દીઓ પણ છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયા હતા. આ ટેકનીકથી ઓપરેશન કરીને તેમને નવું જીવન આપવામાં આવ્યું છે.
સર્જરી સરળ બની
હોસ્પિટલના જીઆઈ સર્જરી વિભાગના ડાયરેક્ટર ડો. અસિત અરોરાએ જણાવ્યું કે આ મહિલાનું કેન્સર પેટની અંદરની સપાટી સુધી ફેલાઈ ગયું હતું. ચોથા સ્ટેજનું કેન્સર હોવા છતાં તેમનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ચોથા સ્ટેજના કેન્સરની સારવારમાં સાયટોરેડક્ટિવ સર્જરી અને HIPEC અસરકારક સારવાર માનવામાં આવે છે.
અગાઉ, સ્ટેજ 4માં દર્દીઓ માટે કોઈ વિશ્વસનીય સારવાર અસ્તિત્વમાં ન હતી. પરંતુ હવે કેન્સરની સારવારમાં ટેક્નોલોજી ઘણી વિકસિત થઈ ગઈ છે. મિનિમલી એક્સેસિવ પદ્ધતિ એ જટિલ શસ્ત્રક્રિયાઓને પણ સરળ બનાવી છે. નિષ્ણાત સર્જનો આંતરડાનું કેન્સર, લીવર કેન્સર, કોલોન કેન્સર વગેરે જેવી સાંકડા સ્થળોએ બનેલી કેન્સરની ગાંઠોને સરળતાથી દૂર કરી શકે છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે દાહોદના છાપરી ગામે દારૂની ફેકટરી ઝડપાઈ