શિયાળામાં અસરદાર ફાઈબર, હૃદયથી લઈને કેન્સર સુધી અનેક રોગમાં ફાયદાકારક

|

Jan 06, 2021 | 5:06 PM

શિયાળામાં સ્વાસ્થ્યની જાળવણી ખુબ અઘરી બની જાય છે. આબોહવા સાથે શરીરની જરૂરિયાત પણ બદલાતી હોય છે. જો શરીરને જરૂરીયાત મુજબ પોષક તત્વો ના મળે તો સ્વાસ્થ્ય પર અસર પડે છે.

શિયાળામાં અસરદાર ફાઈબર, હૃદયથી લઈને કેન્સર સુધી અનેક રોગમાં ફાયદાકારક

Follow us on

શિયાળામાં સ્વાસ્થ્યની જાળવણી ખુબ અઘરી બની જાય છે. આબોહવા સાથે શરીરની જરૂરિયાત પણ બદલાતી હોય છે. જો શરીરને જરૂરીયાત મુજબ પોષક તત્વો ના મળે તો સ્વાસ્થ્ય પર અસર પડે છે. શિયાળામાં શરીરને જરૂર કરતા વધારે કાર્બોહાઈડ્રેટની જરૂર હોય છે. ફાઈબર એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે, જે લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળે છે. ફાઈબરથી ભરપૂર આહાર લેવાથી બિનજરૂરી કેલરી બળી જાય છે અને એનર્જીનો સંગ્રહ થાય છે. જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે.

 

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ફાઈબર બે પ્રકારના હોય છે

1. સોલિબલ ફાઈબર એ છે જેને સરળતાથી ચાવી શકાય છે. જેમ કે સફરજન અને જામફળ.

2. ઈન્સોલિબલ ફાઈબર એ છે જેને આપણે ચાવતા હોઈએ છીએ, પરંતુ તે પછી રેસાના રૂપમાં રહી જાય છે. જેમ કે શક્કરિયા.

જાણો ફાયબરના ફાયદા

ફાઈબરથી થતા ફાયદા

1. વજન ઘટાડવામાં મદદરૂપ

ફાઈબર પચવામાં લાંબો સમય લે છે. જેને કારણે લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને જરૂરથી વધારે જામી શકાતું નથી. તેથી ફાઈબર વજન ઘટાડવામાં મદદરૂપ છે.

 

2. હૃદય માટે ફાયદાકારક

શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારે હોય છે. ફાઈબર યુક્ત ખોરાક લેવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને હૃદયને લગતી બીમારીઓમાં રાહત મળે છે.

 

૩. બ્લડ પ્રેશર અને ડાયાબીટીસમાં અસરદાર

ફાઈબરના કારણે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. માત્ર બ્લડ પ્રેશર જ નહીં ફાઈબરથી ડાયાબીટીસ પણ કંટ્રોલમાં રહે છે.

 

4. કબજીયાત

ફાઈબર કબજિયાત જેવી સમસ્યાઓથી મુક્તિ આપે છે. ફાઈબર આપણા શરીરમાં બ્રશનું કામ કરે છે. તે શરીરમાંથી ઝેરી ઘટકોને ઘટાડે છે.

 

5. કેન્સરનું જોખમ ઘટે છે

આહારમાં ફાઈબરનો સમાવેશ કોલોરેક્ટલ કેન્સરનું જોખમ ઘટાડે છે. ફાઈબરથી ભરપૂર ફ્રૂટ અને શાકભાજીમાં એન્ટીઓક્સિડન્ટ અને ફોટોકેમિકલ હોય છે. જેનાથી કેન્સરનું જોખમ 30થી 40% સુધી ઘટે છે.

 

શેમાંથી મળે છે ફાઈબર

સાબૂદાણા, અંજીર, શેકેલા તલ, શેકેલું જીરું, વરીયાળી, લોટ, અજવાઈન જેવા ખોરાકમાંથી ભરપૂર માત્રામાં ફાયબર મળે છે.

Next Article