Toiletમાં ના કરશો મોબાઈલનો ઉપયોગ! નહીંતર થશે આ ગંભીર બીમારીઓ

|

Jan 20, 2021 | 1:43 PM

ટોઇલેટમાં મોબાઈલ લઇ જવું જોખમી નીવળી શકે છે. મોબાઈલ ફોન ટોઇલેટમાં સાથે લઇ જવાની ટેવ જીવલેણ બીમારીને નોતરી શકે છે.

Toiletમાં ના કરશો મોબાઈલનો ઉપયોગ! નહીંતર થશે આ ગંભીર બીમારીઓ
Mobile Phone

Follow us on

ટોઇલેટમાં મોબાઈલ લઇ જવું જોખમી નીવળી શકે છે. મોબાઈલ ફોન ટોઇલેટમાં સાથે લઇ જવાની ટેવ જીવલેણ બીમારીને નોતરી શકે છે. તમે અને તમારા પરિવારને પણ જીવલેણ બેક્ટેરિયાની અસર થઇ શકે છે.

હરસની સમસ્યા થઇ શકે છે
નાની ઉંમરમાં પણ હવે પાઈલ્સની સમસ્યા વધી ગઈ છે. હરસની સમસ્યાને પાઇલ્સ પણ કહેવામાં આવે છે. હરસની સમસ્યા પાછળ મોટા પ્રમાણમાં ટોઇલેટમાં મોબાઈલ લઇ જવાની આદતને આભારી છે. તમે મોબાઇલ સાથે કમોડ પર બેસો છો, ત્યારે તમારું પૂર્ણ ધ્યાન મોબાઇલ પર હોય છે, તેના કારણે તમે લાંબા સમય સુધી શૌચાલયમાં બેસી રહો છો. આનાથી તમને હરસ એટલે કે પાઈલ્સ થવાનું જોખમ વધી જાય છે.

સ્નાયુઓ પર દબાણ વધારે છે
મોટાભાગના લોકો શૌચાલયમાં બેસે છે ત્યારે સમાચાર વાંચે છે કે સોશિયલ મીડિયાની સાઇટ્સ જોવે છે. ઘણા વિડિઓઝ જુએ ​​છે કે પછી ચેટ કરે છે. તેના કારણે સમયનો પણ ખ્યાલ નથી રહેતો અને લાંબા સમય સુધી શૌચાલયમાંં બેસી રહે છે. આ કારણે લોઅર ભાગમાં અને કમરના સ્નાયુઓ પર દબાણ આવે છે અને સ્નાયુઓનું જોખમ વધે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ફોન પર રહેલા બેક્ટેરિયા જોખમી

જીવલેણ બેક્ટેરિયા ચોંટી જાય છે ફોન પર
ટોઇલેટમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ હોય છે. આવી સ્થિતિમાં ફોનને ટોઇલેટમાં લઇ જવાથી બેક્ટેરિયા ફોન પર ચોંટી જાય છે. બહાર નીકળીને તમે હાથ તો ધોઈલો છો પણ ફોન પર બેક્ટેરિયા ચોંટેલા જ રહે છે. આને કારણે ઘણા પ્રકારના ચેપી રોગ થવાનું જોખમ વધી જાય છે.

 

આ પણ વાંચો: અમિતાભની વિનંતી પર શિવરાજ સરકારે કોન્સ્ટેબલની પત્નીની કરી બદલી

Next Article