Health care: ફોન જો આ જગ્યા પર રાખવાની આદત હોય તો અત્યારે જ ચેતી જાઓ, થશે નુકસાન

|

May 11, 2022 | 4:02 PM

લોકો હંમેશા મોબાઈલ ફોન (Smartphone)પોતાની સાથે રાખે છે, જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારું માનવામાં આવતું નથી.તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે રેડિયેશનને કારણે ફોન ક્યાં ન રાખવો જોઈએ.

Health care:  ફોન જો આ જગ્યા પર રાખવાની આદત હોય તો અત્યારે જ ચેતી જાઓ, થશે નુકસાન
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

Health care: આજના યુગમાં સ્માર્ટફોને ( Smartphone bad habit )આપણું રોજિંદા જીવન ખૂબ જ સરળ બનાવી દીધું છે. મોટાભાગના લોકોનું જીવન સ્માર્ટફોન વિના સરળ રીતે ચાલી શકતું નથી. નિષ્ણાંતોના મતે લોકોને સ્માર્ટફોન ( Smartphone)ની લત લાગી ગઈ છે. સ્માર્ટફોનના ફાયદાની સાથે ગેરફાયદા પણ છે. ઘણા પ્રકારના રિસર્ચમાં એ વાત સામે આવી છે કે સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ આંખોને નુકસાન પહોંચાડે છે અને તેના કારણે સ્લીપિંગ ડિસઓર્ડર ( Sleeping disorder )ની સમસ્યા પણ થાય છે. નવાઈની વાત એ છે કે આંખો સિવાય તે સ્વાસ્થ્યને અન્ય રીતે પણ નુકસાન પહોંચાડે છે. તેનાથી ઉત્સર્જિત રેડિએશન સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.

લોકો હંમેશા મોબાઈલ ફોન પોતાની સાથે રાખે છે, જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારું માનવામાં આવતું નથી. તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે રેડિયેશનને કારણે ફોન ક્યાં ન રાખવો જોઈએ. અમે તમને મોબાઈલ રાખવા સંબંધિત માહિતી આપવા જઈ રહ્યા છીએ.

તકિયા નીચે

એવું જોવામાં આવ્યું છે કે યુવાનો પણ દરેક ક્ષણે ફોન પોતાની સાથે રાખે છે. રાત્રે સૂતી વખતે તેઓ તેને તકિયા નીચે રાખે છે. નિષ્ણાતોના મતે મોબાઈલમાંથી નીકળતા રેડિયેશન મગજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એવું કહેવાય છે કે જે લોકો ફોનને સતત તકિયા નીચે રાખે છે, તેમને એક સમયે માથાનો દુખાવો અને ચક્કર આવવા જેવી સમસ્યા થવા લાગે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પાછળના ખિસ્સામાં

ઘણા લોકોને ફોનને પાછળના ખિસ્સામાં રાખવાની આદત હોય છે. આજકાલ યુવાનોમાં ફોન પાછળના ખિસ્સામાં રાખવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આમ કરવાથી પણ શરીરને નુકસાન થાય છે. નિષ્ણાતોના મતે, આ સ્થિતિમાં પેટમાં દુખાવો અને પગમાં દુખાવો થવાની સમસ્યા થઈ શકે છે. ઉપરાંત, આ ભૂલને કારણે, તમારો ફોન તૂટી અથવા ચોરાઈ શકે છે, તેથી સ્માર્ટફોનને આ રીતે રાખવાનું ટાળો.

શર્ટના ખિસ્સામાં

ઘણી વખત લોકો ઉતાવળમાં અથવા આરામ માટે ફોનને શર્ટના ખિસ્સામાં રાખવા લાગે છે. નિષ્ણાતોનું માનવું છે કે ફોનને આ રીતે રાખવાથી હૃદય સંબંધિત બીમારીઓ થઈ શકે છે. જો તમે હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીથી પોતાને બચાવવા માંગતા હોવ તો ભૂલથી પણ ફોનને શર્ટના ખિસ્સામાં રાખવાની આદત ન બનાવો. કહેવાય છે કે ફોનમાંથી નીકળતું રેડિયેશન હૃદયને નબળું પાડે છે.

Published On - 4:00 pm, Wed, 11 May 22

Next Article