AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : સૂતા પહેલા રોજ પીવો એક ગ્લાસ ગરમ લીંબુ શરબત, ફાયદા જાણીને રહી જશો હેરાન!

આપણે બધા જાણીએ છીએ કે લીંબુ પાણી પીવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે. તેમાં વિટામિન સી હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. પરંતુ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ લીંબુ પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે જેના વિશે તમે કદાચ નહીં જાણતા હોવ.

Health Tips : સૂતા પહેલા રોજ પીવો એક ગ્લાસ ગરમ લીંબુ શરબત, ફાયદા જાણીને રહી જશો હેરાન!
Health Tips: know how warm lemon water benefits health before sleeping
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 6:36 PM
Share

શરીરને સ્વસ્થ રાખવામાં પાણી મહત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે માનવ શરીર લગભગ 60 ટકા પાણીથી બનેલું છે. આપણે બધા જાણીએ છીએ કે પાણી પીવું અને પોતાને હાઇડ્રેટેડ રાખવું કેટલું મહત્વનું છે. પાણી શરીરમાંથી ટોક્સીન બહાર કાવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે વાળ અને ત્વચાને ભેજયુક્ત રાખવામાં મદદ કરે છે.

રસપ્રદ વાત એ છે કે જ્યારે લીંબુનો રસ પાણીમાં ભેળવવામાં આવે છે ત્યારે તેના ફાયદા અનેકગણા વધી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવું કેટલું ફાયદાકારક છે? ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે.

એક ગ્લાસ ગરમ લીંબુ પાણી પીવાના ફાયદા

1. વિટામિન સીનો મુખ્ય સ્ત્રોત

લીંબુ એક સાઇટ્રસ ફૂડ છે જે વિટામિન સીથી સમૃદ્ધ છે. હૂંફાળા પાણીમાં લીંબુનો રસ નિયમિત પીવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. તે શરીરમાં વિટામિન સીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે.

2. શરીરને હાઇડ્રેટેડ રાખે છે

સૂતા પહેલા એક ગ્લાસ ગરમ લીંબુ પાણી પીવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે. આ સિવાય લીંબુ તમારી ત્વચા માટે પણ ફાયદાકારક છે. પાણી ત્વચાને સારી રીતે ભેજયુક્ત રાખવામાં મદદ કરે છે. તેમાં વિટામિન સી હોય છે જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

3. વજન ઘટાડવામાં મદદ કરે છે

આ ખાંડ મુક્ત પીણું ચરબી બર્ન કરવામાં મદદ કરે છે અને તમને તમારા વજન ઘટાડવાના લક્ષ્યને પૂર્ણ કરવામાં પણ મદદ કરે છે. તેથી, સૂતા પહેલા ગરમ લીંબુનું શરબત વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

4. પાચન સુધારે છે

આરોગ્યને લગતી મોટાભાગની સમસ્યાઓ નબળા પાચનને કારણે થાય છે. તેથી, જો ખોરાકનું યોગ્ય રીતે પાચન થાય છે, તો ઘણી પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ અટકાવી શકાય છે. તેથી, સૂતા પહેલા એક ગ્લાસ ગરમ લીંબુ પાણી પીવાથી પાચનને પ્રોત્સાહન મળે છે અને ચયાપચયમાં સુધારો થાય છે.

5. માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે

આ બનાવામાં એક સરળ પીણું છે જે કુદરતી માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે. સૂતા પહેલા એક ગ્લાસ ગરમ લીંબુ પાણી શ્વાસની દુર્ગંધને રોકી શકે છે. તે હાઇડ્રેટિંગ પીણું છે જે મોઢાને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે.

6. કિડનીની પથરી અટકાવે છે

કિડની શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. તેથી, સ્વસ્થ રહેવા માટે કિડનીની સમસ્યાઓથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. એક ગ્લાસ ગરમ લીંબુ પાણી પીવાથી કિડનીની પથરી અટકાવી શકાય છે. તેમાં સાઇટ્રિક એસિડ હોય છે જે કેલ્શિયમ પથરીની રચના અટકાવે છે.

આ પણ વાંચો: Health : હાર્ટ એટેક અને કાર્ડિયાક એટેક વચ્ચે શું છે તફાવત ? ઇમરજન્સીમાં કેવી રીતે કરશો ઈલાજ ?

આ પણ વાંચો: Health : આયુર્વેદ અનુસાર એવા કયા ખોરાક છે જેને ગરમ કરીને ખાવો ન જોઈએ

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
g clip-path="url(#clip0_868_265)">