તહેવારોની સિઝન બાદ હેલ્થી રહેવા માટે ફોલો કરો આ આયુર્વેદિક ટિપ્સ

|

Oct 25, 2022 | 11:37 PM

તહેવારોની મોસમ સ્વાદિષ્ટ ભોજન વિના અધૂરી છે. આ દરમિયાન લોકો ખૂબ જ તળેલા આહાર અને મીઠાઈઓનું સેવન કરે છે. આ કારણે તમે ખૂબ જ અનહેલ્ધી અનુભવી શકો છો. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે તહેવારોની સીઝન પછી ફિટ રહેવા માટે તમે કઈ આયુર્વેદિક ટિપ્સને જે તમે અનુસરી શકો છો.

તહેવારોની સિઝન બાદ હેલ્થી રહેવા માટે ફોલો કરો આ આયુર્વેદિક ટિપ્સ
Healthy Diet tips

Follow us on

તહેવારોની સિઝનમાં લોકો તળેલો ખોરાક અને મીઠાઈઓ વધુ ખાતા હોય છે. ખૂબ જ બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાધા પછી તમે ખૂબ જ અસ્વસ્થતા અનુભવો છો. આના કારણે કબજિયાત, એસિડિટી અને પાચન સંબંધી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તહેવારોની સીઝન પછી, તમે પાચનતંત્ર(Digestive system)ને સ્વસ્થ રાખવા માટે કેટલીક આયુર્વેદિક ટિપ્સ (Ayurvedic tips) ફોલો કરી શકો છો. આ ટિપ્સ તમને કબજિયાત, પેટનું ફૂલવું અને અપચોની સમસ્યામાંથી રાહત અપાવવા માટે કામ કરશે. તેનાથી તમે ખૂબ જ હળવાશ અનુભવશો. ચાલો જાણીએ કે પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તમે કઈ આયુર્વેદિક ટિપ્સ ફોલો કરી શકો છો.

સમયસર ખાવું

સમયસર ભોજન લો. જો તમને ભૂખ ન લાગી હોય તો હળવો ખોરાક લો. ભોજન વચ્ચે 4થી 6 કલાકનું અંતર રાખો. જો તમને વચ્ચે ભૂખ લાગે તો તમે ડ્રાયફ્રૂટ્સ, સલાડ અને ફ્રુટ સલાડ ખાઈ શકો છો પણ આ ત્યારે જ ખાવાનું છે જ્યારે ભૂખ લાગે. આ કારણે તમારું મેટાબોલિઝમ યોગ્ય રીતે કામ કરે છે.

હળદર પાવડર અને કાળા મરી

રાંધતી વખતે હળદર પાવડર અને કાળા મરીનો ઉપયોગ કરો. આ તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો અને પોષક તત્વો છે. તેઓ તમારા શરીરને પોષક તત્વો પ્રદાન કરે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દલીયા

તમે આહારમાં હળવો ખોરાક જેમ કે દલિયા, ખીચડી અને ઓટ્સનો સમાવેશ કરી શકો છો. તેનું સેવન કર્યા પછી તમે ખૂબ જ હળવા અનુભવો છો.

લીંબુ પાણી

રોજ સવારે એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુનો રસ ભેળવી પીવો. વધુ બરફનું પાણી અને ઠંડુ પાણી ન પીવાનો પ્રયાસ કરો. તમે લીંબુ પાણીમાં મધ મિક્સ કરીને પી શકો છો.

હળદરનું દૂધ

રાત્રે સૂતી વખતે હળદરનું દૂધ લેવું. એક ગ્લાસ દૂધમાં એક ચપટી હળદર પાવડર મિક્સ કરો. તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો. આ તમને રાત્રે સારી ઊંઘમાં પણ મદદ કરશે.

આ ખોરાક ન ખાઓ

ખૂબ ઠંડો, ફ્રોઝન અને તળેલો ખોરાક લેવાનું ટાળો. તેનું સેવન કરવાથી તમે ખૂબ જ અનહેલ્થી અનુભવી શકો છો. મેંદાના લોટમાંથી બનેલી વસ્તુઓ જેમ કે સફેદ બ્રેડ, બન, રસ્ક, પરાઠા અને બેકરીની વસ્તુઓ વગેરેનું સેવન ન કરો.

આમળા

દરરોજ 1 થી 2 આમળાનું સેવન કરો. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે તમારા શરીરને ચેપથી બચાવવાનું કામ કરે છે.

હર્બલ ટી પીવો

હર્બલ ટી લો. તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તે તમને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેના ઉપયોગ પુર્વે તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Next Article