શું તમે જાણો છો ઘી તમારું વજન ઘટાડે છે ? જાણો આ અનોખી વાત

તમે વિશ્વાસ નહીં થાય પરંતુ આ સાચું છે કે ઘી શરીરમાં વજન વધારવા માટે જવાબદાર નથી. તેનાથી ઉલટું છે કે ઘી વજનમાંથી છુટકારો મેળવવામાં મદદગાર છે.

શું તમે જાણો છો ઘી તમારું વજન ઘટાડે છે ? જાણો આ અનોખી વાત
ઘીના ફાયદા

જો તમે તમારું વજન ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમારે આહારમાંથી તે વસ્તુઓ દૂર કરવી જરૂરી છે જે ચરબી વધારે છે. જેમાં ચરબીયુક્ત વસ્તુઓમાં ઘીનો પ્રથમ નંબર છે. પરંતુ શું તમે જાણો છો કે ચરબીયુક્ત ઘીના અનેક ફાયદા તો છે જ સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

તમે વિશ્વાસ નહીં થાય પરંતુ આ સાચું છે કે ઘી શરીરમાં વજન વધારવા માટે જવાબદાર નથી. તેનાથી ઉલટું છે કે ઘી વજનમાંથી છુટકારો મેળવવામાં મદદગાર છે.

શું ઘી ખાવાથી શરીરનું વજન ઓછું થઈ શકે છે?
મોટાભાગના ભારતીય ખાદ્ય પદાર્થોમાં ઉપયોગમાં લેવામાં આવતા ઘીમાં 99.9 ટકા ફેટ હોય છે. કેમ કે ઘી ફેટમાંથી તૈયાર કરવામાં આવે છે. ઘીને ઓરડાના તાપમાને રાખવામાં આવે તો પણ તે બગડતું નથી. ઘી મોટાભાગે ગાયના દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફોસ્ફોલિપિડની હાજરીના કારણે ઘરે બનાવવામાં આવતું ઘી લાંબા સમય સુધી સલામત રહે છે.

તાજેતરમાં ઘીમાં ફેટી એસિડ્સની રચનાને સમજવા માટે એક સંશોધન કરવામાં આવ્યું . જેમાં જાણવા મળ્યું કે ઘી ડોકોસાસિનોઇક એસિડનો સારો સ્રોત છે. ડોકોસાસિનોઇક એસિડ એ સૌથી લોકપ્રિય ઓમેગા -3 ફેટી એસિડ છે. ઓમેગા 3 ફેટી એસિડ આવશ્યક ફેટ છે. જેને આપણે આહારમાં લેવાની જરૂર છે. કારણ કે આપણું શરીર તેનું નિર્માણ કરી શકતું નથી.

ઘીના અનેક ફાયદા

ડોકોસાસિનોઇક એસિડ કેન્સર, હાર્ટ એટેક, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, સાંધાનો દુખાવો જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાને ઘટાડવામાં મદદરૂપ છે. આયુર્વેદ મુજબ ઘી તમારા આયુષ્યને પણ વધારે છે. અને તમારા શરીરને અનેક રોગોથી સુરક્ષિત કરે છે. ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવે છે કે જો વજન ઘટાડવું હોય તો ઘીનું સેવન કરવું જોઇએ કારણ કે તે એમિનો એસિડથી સમૃદ્ધ છે અને ચરબીવાળા કોષોનું કદ ઘટાડવામાં મદદ કરે છે.

વજન ઓછું કરવા માટે ઘીનો ઉપયોગ કરો
નિષ્ણાતો કહે છે કે, ઘી ઓમેગા -3 ફેટ અને ઓમેગા -6 ફેટથી ભરપુર છે. તમારું વજન ઓછું કરવા માટે ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત ઘીમાં રહેલું ઓમેગા -3 ફેટી એસિડ્સ તમારા ફેટને ઘટાડવામાં મદદ કરી શકે છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati