Diabetes: ગળપણના આ 4 ઓપ્શન ડાયાબિટીસના દર્દીઓ માટે છે એકદમ સલામત

|

Jan 29, 2021 | 3:17 PM

ડાયાબિટીસ એ એક એવો રોગ છે જે સાથે સાથે અનેક રોગોને લઈને આવે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીએ ખોરાક વિશે વધુ વધુ સતર્ક રહેવું જરૂરી છે.

Diabetes: ગળપણના આ 4 ઓપ્શન ડાયાબિટીસના દર્દીઓ માટે છે એકદમ સલામત
ડાયાબીટીસ

Follow us on

Diabetes એ એક એવો રોગ છે જે સાથે સાથે અનેક રોગોને લઈને આવે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીએ ખોરાક વિશે વધુ વધુ સતર્ક રહેવું જરૂરી છે. ડાયાબિટીસ વધવાનું કારણ ગળપણ હોય છે. સુગર એ ડાયાબિટીસ વધારવાનું કારણ છે. તેથી તેને કંટ્રોલ કરવું જરૂરી છે. જો તમે સમયસર આહાર લેવામાં ના આવે તો ડાયાબિટીસનું સ્તર વધી જાય છે. આજે તમને અહીં ખાંડને બદલે 4 એવા તંદુરસ્ત વિકલ્પો જણાવવા જઈ રહ્યા છીએ. જેનો ઉપયોગ તમે ડોક્ટરની સલાહ લઈને આહારમાં કરી શકો છો.

કોકોનટ સુગર
નાળિયેરમાંથી બનેલ ખાંડમાં ગ્લુકોઝ ઓછું હોય છે. સાથે ઘણા ખનિજો જેવા કે પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ઝિંક અને એન્ટી ઓક્સિડેન્ટ્સ હોય છે. આને કારણે તે હેલ્દી છે.

ખજૂર
ખજુરમાં એક કે બે નહીં, પરંતુ મેગ્નેશિયમ, વિટામિન બી 6, પોટેશિયમ, કોપર, મેંગેનીઝ અને આયર્ન જેવા ઘણા પોષક તત્વોનો ખજાનો હોય છે. જે સરળતાથી પચે છે. કોલેસ્ટરોલનું સ્તર નિયંત્રિત કરે છે અને કાર્બોહાઇડ્રેટ, ચરબી તેમેજ પ્રોટીનને શોષી લેવામાં મદદ કરે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મધ
મધ ખૂબ જ હેલ્દી કુદરતી સ્વીટનર છે. જે ડાયાબિટીસના દર્દીઓ કોઈપણ ચિંતા વિના ઉપયોગ કરી શકે છે. વિટામિન બી 6, એન્ઝાઇમ્સ, ઝીંક, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, એન્ટી-ઓક્સિડેન્ટ્સ, ફોસ્ફરસ, નિયાસિન અને રાયબોફ્લેવિનથી ભરપૂર મધ જઠરાંત્રિય પ્રણાલીમાં સારા બેક્ટેરિયાનું નિર્માણ કરે છે. ધ્યાનમાં એ રાખવું જોઈએ કે સંપૂર્ણપણે અપ્રોસેસ્ડ હોવું જોઈએ. કારણ કે મધની પ્રક્રિયા દરમિયાન તેના તમામ પોષકતત્વો નાશ પામતા હોય છે.

આર્ટીફીશિયલ સ્વીટનર
કૃત્રિમ સ્વીટનર ખાંડ કરતા વધારે મીઠી હોય છે. પરંતુ તેમાં કેલરીનું પ્રમાણ નહિવત્ હોવાને કારણે તે સુરક્ષિત છે. વજન ઓછું કરવા માટે લોકો તેનો ઉપયોગ પણ કરે છે. તેથી ડાયાબિટીસના દર્દી માટે આ ઉપયોગી રહે છે. પરંતુ આના ઉપયોગ પહેલા એક વાર ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Next Article