ડાયાબિટીસમાં સંતરા ખાવા જોઈએ કે નહીં? એઈમ્સના ડોક્ટરે સુગરના દર્દીઓની સૌથી મોટી મૂંઝવણ દૂર કરી

આજના સમયમાં ડાયાબિટીસ એક એવી બીમારી બની ગઈ છે કે, જે લગભગ દરેક ઘર સુધી પહોંચી ગઈ છે. આ બીમારીને નિયંત્રિત રાખવા માટે લોકો ખાવા-પીવામાં અને જીવનશૈલીમાં ઘણા ફેરફારો કરતા હોય છે. જો કે, જ્યારે ફળોની વાત આવે ત્યારે ડાયાબિટીસના દર્દીઓ હંમેશા મુંઝવણમાં હોય છે કે, કયું ફળ તેમના માટે સુરક્ષિત છે અને કયું નહીં?

ડાયાબિટીસમાં સંતરા ખાવા જોઈએ કે નહીં? એઈમ્સના ડોક્ટરે સુગરના દર્દીઓની સૌથી મોટી મૂંઝવણ દૂર કરી
| Updated on: May 04, 2026 | 7:53 PM

આજના સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય બીમારી બની ગઈ છે, જેના કારણે લોકોને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે લોકો હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવી રહ્યા છે અને તેમના આહારમાં જ્યુસ, ફળો જેવી વસ્તુઓનો સમાવેશ કરી રહ્યા છે.

ડાયાબિટીસના દર્દીઓએ ફળ ખાતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. લોકોને સમજાતું નથી કે, કયું ફળ તેમના માટે ફાયદાકારક છે અને કયું નહીં? આવી સ્થિતિમાં એઈમ્સ (AIIMS) ના ડોક્ટર જણાવી રહ્યા છે કે, ડાયાબિટીસના દર્દીઓ સંતરા ખાઈ શકે છે કે નહીં.

ડોક્ટર શું કહે છે?

AIIMS ના ડોક્ટર અમરિંદર સિંહ મલ્હીનું કહેવું છે કે, મર્યાદિત માત્રામાં સંતરાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે માત્ર સુરક્ષિત જ નથી પરંતુ ફાયદાકારક પણ હોઈ શકે છે. તેમનું કહેવું છે કે, સંતરાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ અંદાજે 40–45 ની વચ્ચે હોય છે, જે તેને ‘લો GI’ (Low GI) ફૂડ બનાવે છે. આનો અર્થ એ છે કે, સંતરા ખાવાથી બ્લડ સુગર ધીમે-ધીમે વધે છે, અચાનક સ્પાઈક આવતો નથી. સંતરા વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે, જે સોજો ઘટાડવામાં અને ઇન્સ્યુલિનમાં સુધારો કરવામાં મદદ કરે છે. આથી ડાયાબિટીસના દર્દીઓ તેનું સેવન કરી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે સંતરાના ફાયદા:

  1. બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ: ફાઈબરથી ભરપૂર સંતરા સુગર લેવલને અચાનક વધતું અટકાવે છે.
  2. હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક: ડાયાબિટીસમાં હૃદય રોગનું જોખમ વધી જાય છે, જેમાં તે રાહત આપે છે.
  3. ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં મદદરૂપ: વિટામિન C થી ભરપૂર હોવાને કારણે તે ચેપ (ઇન્ફેક્શન) થી બચાવવામાં મદદ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓએ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?

ડાયાબિટીસના દર્દીઓએ જ્યુસનું સેવન કરવાનું ટાળવું જોઈએ. હકીકતમાં, આખા સંતરાની સરખામણીએ જ્યુસમાં ફાઈબર ઓછું હોય છે અને તે ઝડપથી સુગર વધારી શકે છે. વધુમાં ખાલી પેટે સંતરાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

માત્ર 5 મિનિટમાં તૈયાર કરો PM મોદીની ફેવરિટ ‘ઝાલમુડી’, બંગાળની ગલીઓનું આ ફેમસ સ્ટ્રીટ ફૂડ હવે તમે પણ ઘરે બનાવો

Follow Us