AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Desi Health Tips: સુપરફુડ છે શુદ્ધ દેશી ઘી, જાણીને તમે પણ શરૂ કરી દેશો ઘી ખાવાનું શરૂ

ઘી સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. શુદ્ધ દેશી ઘીને એક સુપરફૂડ (Super Food) પણ કહેવામાં આવે છે

Desi Health Tips: સુપરફુડ છે શુદ્ધ દેશી ઘી, જાણીને તમે પણ શરૂ કરી દેશો ઘી ખાવાનું શરૂ
Ghee is the Superfood.
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 21, 2021 | 6:20 AM
Share

Desi Health Tips: હાડકાંને મજબૂત કરવા માટે ઘી(Ghee)નો આ રીતે ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. ઘી સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. શુદ્ધ દેશી ઘીને એક સુપરફૂડ (Super Food) પણ કહેવામાં આવે છે કારણ કે તેએન્ટીઓક્સીડેન્ટ (Anti Oxidant)  તેમજ એન્ટિબેક્ટેરિયલ (Anti Bacterial) અને એન્ટિફંગલ (Anti Fungal) ગુણથી સમૃદ્ધ છે. જુના જમાનામાં ઘીના સેવનની સલાહ અચૂકથી આપવામાં આવતી હતી. ખોરાકમાં ઘી ના સેવનથી સ્વાસ્થ્યને અઢળક લાભો રહ્યા છે. આજના જમાનામાં ઘણા લોકો ઘી ના સેવનથી દૂર ભાગે છે કારણ કે તેઓ માને છે કે ઘીથી તેમની તંદુરસ્તી અને ફિટનેસ પર અસર પડે છે.

સ્વાસ્થ્ય માટે ઘી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. શુદ્ધ દેશી ઘીને એક સુપરફૂડ પણ કહેવામાં આવે છે કારણ કે તેએન્ટીઓક્સીડેન્ટ તેમજ એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણથી સમૃદ્ધ છે. ઘણા લોકો મેદસ્વીપણાની સમસ્યાથી પીડાય છે. અને એટલા માટે પણ તેઓ ઘીના ઉપયોગથી દૂર ભાગે છે અને એટલા માટે તેઓ ઘી ખાતા નથી. પરંતુ હકીકતમાં એવું નથી.

જો મર્યાદિત માત્રામાં ઘીનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણા ફાયદા થઈ શકે છે.અમે તમને જણાવી દઈએ કે વિટામિન એ, વિટામિન ઇ, વિટામિન કે 2, કેલ્શિયમ, ઓમેગા 3 ફેટી એસિડ્સ, વિટામિન સી જેવા તત્વો અને ગુણધર્મો ઘીમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે નબળા હાડકાઓની સમસ્યાથી પરેશાન છો, તો આ પદ્ધતિઓ સાથે આહારમાં ઘીનો સમાવેશ કરો.

હાડકાં મજબૂત બનાવવામાં ઘી મદદરૂપ થાય છે *1 .ઘી અને દૂધ :* દૂધ કેલ્શિયમનો સ્રોત માનવામાં આવે છે. 1 ગ્લાસ દૂધમાં એક ચમચી ઘી નાંખીને દૂધ પીવાથી હાડકાં મજબૂત બને છે. ઘી સાથે ભળેલા દૂધ પીવાથી થાક દૂર થઈ શકે છે. માત્ર આ જ નહીં, જે લોકોને નિંદ્રામાં તકલીફ હોય છે તેમના માટે પણ આ દૂધનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

*2.ઘી અને નવશેકું પાણી:* ઘીનું ચૂર્ણ પાણી સાથે પીવાથી હાડકાં મજબૂત બને છે. એક ગ્લાસ પાણી નવશેકું ગરમ ​​કરો, હવે તેમાં એક ચમચી ઘી સારી રીતે મિક્સ કરો અને તેનું સેવન કરો, હાડકા મજબૂત બને છે.

*3. ઘી અને દાળ:* દાળ પ્રોટીનનો સારો સ્રોત માનવામાં આવે છે. મસૂરમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે. નબળા હાડકાંથી છુટકારો મેળવવા માટે દાળમાં બે ચમચી ઘી ઉમેરીને તેનું સેવન કરો. આની મદદથી હાડકાં નબળા થવાથી બચી શકાય છે.

g clip-path="url(#clip0_868_265)">