જો તમને વારંવાર કબજિયાતની સમસ્યા રહેતી હોય, તો તમારા ભોજનમાં આ ફેરફાર કરવાથી કબજિયાતમાં તમને જલ્દી રાહત મળશે

કબજિયાત ઘણા લોકો માટે એક સામાન્ય સમસ્યા છે. તેને અવગણવી યોગ્ય નથી, કારણ કે તે ધીમે ધીમે ગંભીર સમસ્યા બની શકે છે. કબજિયાત દૂર કરવા માટે યોગ્ય આહારમાં ફેરફાર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો આ વિશે ડૉ. અજય કુમાર પાસેથી વધુ જાણકારી મેળવીએ.

જો તમને વારંવાર કબજિયાતની સમસ્યા રહેતી હોય, તો તમારા ભોજનમાં આ ફેરફાર કરવાથી કબજિયાતમાં તમને જલ્દી રાહત મળશે
Image Credit source: Getty Images
| Edited By: | Updated on: Mar 29, 2026 | 11:05 AM

ઘણા લોકો ઘણીવાર કબજિયાતથી પીડાય છે, જેમાં મળત્યાગ મુશ્કેલ બને છે, પેટ સંપૂર્ણપણે સાફ થતુ નથી, જેના કારણે આંતરડાની કામ કરવાની ક્ષમતા ધીમી બને છે. કબજિયાત પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ઓછા ફાઇબર વગરનો ખોરાક, પાણીની અછત, વધુ પડતા જંક ફૂડ ખાવા, ખરીબ દિનચર્યા જીવનશૈલી અને શારીરિક કસરતનો અભાવ. લીલા શાકભાજી, ફળો અને આખા અનાજનું પ્રમાણ ઓછું હોય તા પાચનક્રિયા ધીમી પાડી શકે છે. વધુ પડતા તળેલા, પ્રોસેસ્ડ ખોરાક અને ખાંડવાળા ખોરાક ખાવાથી પણ કબજિયાત વધી શકે છે.

આવી સ્થિતિમાં, આહારમાં ફેરફાર જરૂરી છે કારણ કે યોગ્ય ખાવાની આદતો પાચનતંત્રમાં સુધારો કરે છે અને આંતરડાની કાર્યકરવાની ક્ષમતામાં વધારો કરે છે. જો આહાર યોગ્ય ન હોય તો કબજિયાતની સમસ્યા વારંવાર આવી શકે છે અને ધીમે ધીમે કબજિયાત ગંભીર રોગનું કારણ બની શકે છે. તેથી, કબજિયાતને સમયસર સમજવું મહત્વપૂર્ણ છે. ચાલો જોઈએ કે કબજિયાત દરમિયાન તમારે કયા ભોજનમાં ફેરફાર કરવા જોઈએ.

કબજિયાત દરમિયાન ખોરાકમાં કયા ફેરફારો કરવા જોઈએ?

ડૉ. અજય કુમાર ના કહેવા પ્રમાણે કબજિયાતથી રાહત મેળવવા માટે, સૌ પ્રથમ આહારમાં ફાઇબરયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જરૂરી છે. લીલા પાંદડાવાળા શાકભાજી, ફળો, સલાડ અને આખા અનાજ પાચનમાં સુધારો કરે છે અને મળને નરમ બનાવવામાં મદદ કરે છે ઉપરાંત, દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે શરીરમાં પાણીના અભાવને કારણે મળ કઠણ થઈ જાય છે.

સવારે ખાલી પેટે હુંફાળું પાણી પીવાથી પણ ફાયદો થઈ શકે છે. દહીં અને છાશ જેવા પ્રોબાયોટિક ખોરાક આંતરડા માટે સારા છે. તે જ સમયે, તળેલા, મેંદાવાળા અને જંક ફૂડથી દૂર રહેવું જરૂરી છે. કારણ કે તે પાચન ધીમું કરે છે. સમયસર ખાવાથી અને ધીમે ધીમે ચાવવાથી પણ પાચનમાં મદદ કરે છે.

કબજિયાતના આ લક્ષણોને અવગણશો નહીં

કબજિયાતના કેટલાક સામાન્ય લક્ષણો છે, જેને અવગણવું ન જોઈએ, જેમ કે મળત્યાગમાં મુશ્કેલી, મળત્યાગ દરમિયાન દુખાવો, પેટમાં દુખાવો અથવા તાણ, પેટમાં ભારેપણું અથવા પેટ ફૂલેલું લાગવું, અને ગેસ બનવો. ક્યારેક માથાનો દુખાવો, થાક અને મોઢામાં ખરાબ સ્વાદ લાગવો આ પણ કબજિયાતના સંકેતો હોઈ શકે છે.

જો આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો તે હરસ અથવા અન્ય પાચન સમસ્યાઓ કારણ બની શકે છે. તેથી, આ લક્ષણો દેખાય કે તરત જ સાવધાન રહેવું અને સમયસર પગલાં લેવા જરૂરી છે.

આ પણ જરૂરી છે

કબજિયાતથી બચવા માટે, ફક્ત ભોજન જ નહીં, પણ જીવનશૈલી પર પણ ધ્યાન આપવું જરૂરી છે. દરરોજ હળવી કસરત અથવા ચાલવાથી પાચનક્રિયા સુધરે છે. સમયસર સૂવું અને જાગવાથી શરીરની દિનચર્યા પણ સંતુલિત થાય છે.

ઉપરાંત, મળત્યાગને આવતા ક્યારેય રોકવો જોઈએ નહી, આ સમસ્યાને વધારી શકે છે. તણાવ પાચનતંત્ર પર પણ અસર કરે છે, તેથી માનસિક રીતે શાંત અને હળવા રહેવું મહત્વપૂર્ણ છે. નાની-નાની આદતો સુધારીને, કબજિયાતમાં ઘણી હદ સુધી રાહત મળી શકાય છે.

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો, વૃદ્ધોમાં વારંવાર તાવ આવવો એ પેશાબના ચેપનું લક્ષણ હોઈ શકે છે, તે શા માટે જોખમકારક બની શકે છે જાણો

Follow Us