Child care: બાળકોને ટિફિનમાં સમારીને આપેલા ફળ ફાયદાને બદલે નુકસાન તો નથી કરતા ને ? જાણો આ મહત્વની વાત

|

May 15, 2022 | 9:43 AM

Fruits eating tips: કેટલાક લોકો ફળ સુધારીને તુરંત ખાઈ લે છે જે સારી બાબત છે. જો વધારે સમય ફળ પડ્યા રહે તો પોષક તત્વો રહેતા નથી. તમે તમને એવા ફળ વિશે જણાવીશું જેને કાપીને ટિફિનમાં ન આપવા જોઈએ.

Child care: બાળકોને ટિફિનમાં સમારીને આપેલા ફળ ફાયદાને બદલે નુકસાન તો નથી કરતા ને ? જાણો આ મહત્વની વાત
chopping fruit

Follow us on

બાળકોના સારા સ્વાસ્થ્ય (Child care) માટે આપણે ફળ (Fruits)આપવાનું પસંદ કરીએ છીએ સાથે સાથે જે વ્યક્તિઓ ડાયટ કરતા હોય કે હેલ્ધી ફૂડની આદત રાખતા હોય તેઓ પણ ફળો ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને આપણે બાળકોની ખાણીપીણી જીવન શૈલી અભ્યાસ માટે માતા પિતા ચિંતિત અને સાવધ રહેતા હોય છે. ત્યારે ઘણી વાર આ મુદ્દે થયેલા સારા પ્રયત્નો નુકસાન પહોચાડનારા બની જતા હોય છે. આવી જ એક આદત છે કે માતાઓ બાળકોને ટિફિનમાં ફળો સમારીને આપતી હોય છે પંરતુ કેટલાક સમારેલા ફળ વધારેસમય પડ્યા રહે તો તેની નકારાત્મક અસરો થતી હોય છે.

એવું માનવામાં આવે છે કે કેટલાક ફળ સમારીને તુંરત ખાઇ લેવા સારા છે નહીં તો તેમાં પોષક તત્વો રહેતા નથી. અમે તમને એવા ફળો વિશે જણાવીશું જેને સમારીન ેવધારે વાર રાખવા ન જોઈએ તેમજ ટિફિનમાં સમારીને ન આપવા જોઈએ.

વિટામિન C વાળા ફળ

વિટામિન સીથી ભરપૂર ફળો ખાવા માટેની સલાહ આપવામાં આવે છે . પંરતુ આ ફળો તુરંત જ ખાવામાં ઉપયોગમાં લેવા જોઈએ. જો આ ફળો લાંબો સમય પડ્યા રહે તો અજવાળાના સંપર્કમાં આવે તો તેમાંથી વિટામિન સીનું પ્રમાણ ઘટવા લાગે છે. માટે આ ફળો ટિફિનમાં ન આપવા. બાલક ઘેર આવે ત્યારે તેને ખાવા માટે આપવા અથવા તો બાળક જાતે ફળ છોલીને ખાઈ શકતું હોય તો તેને આપવું અને તુરંત ખાઈ જવાની લસલાહ આપવી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મીઠાનાં પાણીમાં બોળેલાં ફળ

ઘણી વાર માતાઓ મીઠાના પાણીમાં બોળેલા ફળ બાળકોને આપે છે જેથી ફળ કાળા ન પડે અને લાંબો સમય સારા રહે. જોકે ડોક્ટર્સ કહે છે કે આ ઉપાય બાળકોના પાચનતંત્ર પર નકારાત્મક અસર પાડે છે આમ કરવાથી બાળકના પેટમાં દુખાવો કે અપચાની સમસ્યા થઈ શકે છે.

થઈ શકે છે ડાયરિયા

ગરમીની સિઝનમાં જો તમે તરબૂચ કે ટેટી કાપીને ટિફિનમાં આપો છો તો તે લાંબોસમય પડી રહે તે સારી બાબત નથી. પડી રહેલા આ ફળ ખાવાને કારણે ડાયેરિયા થઈ શકે છે. કે પછી ઝાડા થઈ શકે છે.

ઢીલા અને અતિશય પાકી ગયેલા ફળ

ફળ કાપી રાખવાથી તે ઢીલા પડી જાય છે અને પોચા પડી જાય છે. પપૈયા જેવા ફળ કાપીને રાખવાથી તે ગળવા લાગે છે અને તે ફાયદો કરવાના સ્થાને આરોગ્યને નુકસાન પહોંચાડે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article