સાવધાન ! જો તમને પણ છે ચામડી પર આવા લક્ષણો તો તમને હોઈ શકે છે કોરોના

|

Dec 22, 2022 | 12:58 PM

સંશોધનમા સામે આવ્યુ કે કુલ 3 લાખ લોકોએ કોરોના-19ની એપ્લીકેશનમા કોરોના લક્ષણો જણાવ્યા હતા. જેમાથી 9 ટકા લોકોમા ત્વચા સબંધિત સમસ્યા જોવા મળી હતી, અને તેમાથી 6.8 ટકા લોકોને શરીર પર ફોલ્લીઓ થવાની સમસ્યા જોવા મળી હતી.

સાવધાન ! જો તમને પણ છે ચામડી પર આવા લક્ષણો તો તમને હોઈ શકે છે કોરોના
covid skin disease

Follow us on

કોરોના વાયરસનો ફરી એકવાર લોકોને થઈ રહ્યો છે. તેવામા આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યુ હતુ કે કોરોના થયા પછી પણ શરીરમા અનેક રોગો થવાની સંભાવનામા વધારો કરે છે. કોરોના માત્ર શ્વાસ સબંધીત બિમારી નથી. તે શરીરના અન્ય અવયવોને પણ અસર કરે છે. લોકોના મતે કોરોના માત્ર શ્વાસ અને ફેફસાને લગતી બિમારી છે. પરંતુ કેટલાક નિષ્ણાતાના જણાવ્યા અનુસાર કિડની, હ્રદય અને ત્વચાને પણ અસર કરે છે.

સંશોધનમા શું સામે આવ્યુ ?

બ્રિટિશ જર્નલ ઑફ ડર્મેટોલોજીમાં પણ એક રિસર્ચ સામે આવ્યું કે શરીર પર નાની ફોલ્લીઓ થવી પણ એક કોવિડની થવાની નિશાની છે. જે એક વર્ષ પછી જાણવા મળ્યુ છે કે શરીર પર ફોલ્લીઓ થવીએ કોરોનાની થવાની નિશાની હોઈ શકે છે. સંશોધનમા સામે આવ્યુ કે કુલ 3 લાખ લોકોએ કોરોના-19ની એપ્લીકેશનમા કોરોના લક્ષણો જણાવ્યા હતા જેમાથી 9 ટકા લોકોમા ત્વચા સબંધિત સમસ્યા જોવા મળી હતી અને તેમાથી 6.8 ટકા લોકોને શરીર પર ફોલ્લીઓ થવાની સમસ્યા જોવા મળી હતી.

ત્વચા સંબંધી સમસ્યાઓ

કોરોના વાયરસના દર્દીને શ્વાસ લેવામા તકલીફ, તાવ, થાક, માથાનો દુખાવો, સ્વાદ અને સુગંધ પર પણ અસર જોવા મળે છે. પરંતુ તે કેટલીક વાર ત્વચાની સમસ્યાને નજર અંદાજ કરતા હોય છે. જેમા ત્વચા પર ફોલ્લીઓ, કોવિડ ટોજ, ખરજવું, પેપ્યુલર ફોલ્લીઓ, વેસીક્યુલર રેશિસ, ઓરલ રેશિસ, પિટિરિયાસિસ રોઝા અથવા વેસ્ક્યુલિટીક રેશિસઓનો જેવા સમસ્યાઓનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ત્વચા સંબંધિત સમસ્યાઓ કેવી રીતે ઓળખવી

સામાન્ય રીતે કોવિડમા ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ તમારી ત્વચા સંબંધિત બિમારીઓ કોરોનાના લક્ષણો સાથે સંબંધિત છે કે નહીં તે જાણવા માટે તમારે તમારા લક્ષણો પર ધ્યાન આપવું પડશે. આવી સ્થિતિમા પગની આંગળીઓ સુજી જાય છે અને ગુલાબી, લાલ અથવા જાંબલી રંગના થઈ જાય છે. એ જ રીતે, ખરજવું સામાન્ય રીતે કોવિડ દરમિયાન ગરદન અને છાતીના ભાગ પર થાય છે. બીજી બાજુ, હોઠ પર અને મોઢામાં ફોલ્લીઓ થાય છે અને કેટલીકવાર મોંમાં ચાંદા પણ થાય છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી.

Next Article