અનિંદ્રા દૂર કરવા આડેધડ ઊંઘની ગોળીઓ લેતા પહેલા સાવધાન!

|

May 30, 2021 | 9:04 PM

ઘણા વડીલોને રાત્રે ઊંઘ ન આવતી હોવાથી જાણે-અજાણે ઊંઘની ગોળી (sleeping pills) લેવાની આદત પડી જતી હોય છે. આવા વડીલોએ ચેતી જવાની જરૂર છે.

અનિંદ્રા દૂર કરવા આડેધડ ઊંઘની ગોળીઓ લેતા પહેલા સાવધાન!
ફાઈલ ફોટો

Follow us on

ઘણા વડીલોને રાત્રે ઊંઘ ન આવતી હોવાથી જાણે-અજાણે ઊંઘની ગોળી (sleeping pills) લેવાની આદત પડી જતી હોય છે. આવા વડીલોએ ચેતી જવાની જરૂર છે. અમેરિકાના બ્રિધમ એન્ડ વિમેન્સ હોસ્પિટલના દાવા મુજબ લાંબા ગાળા સુધી ઊંઘની ગોળીઓ લેવાથી તે બિન અસરકારક નીવડી શકે છે.

 

સંશોધન મુજબ ઊંઘની ગોળીઓ વધુમાં વધુ છ મહિના સુધી જ અનિદ્રાની સમસ્યા દૂર કરવા માટે કારગર સાબિત થાય છે પછી તેની આદત પડી શકે છે. શક્ય હોય તો લાંબા સમય સુધી આ પ્રકારની દવાઓ લેવાથી બચવું. અમુક લોકો ડોક્ટરની સલાહ વગર પણ લાંબા સમય સુધી આવી દવાઓ લેતાં રહે છે, જે જોખમી સાબિત થઈ શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

સરેરાશ 50 વર્ષની 685 મહિલાઓ પર પ્રયોગ

ઊંઘની ગોળી અનિંદ્રાથી પીડિત દર્દીઓ પર કેટલી અસરકારક છે તે જાણવા માટે આ સમસ્યાથી પીડાતી 685 મહિલાઓ પર આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં સરેરાશ 50 વર્ષની મહિલાઓ સામેલ હતી. આ મહિલાઓને ઊંઘ તૂટી જવી અને મોડી રાતે આંખ ખુલી જવાની સમસ્યા હતી. એમાંથી 238 મહિલાઓને ઊંઘની ગોળી અપાઈ અને 447ને દવા ન આપવામાં આવી.

 

દર ત્રણમાંથી એક દિવસે અનિંદ્રાની ફરિયાદ

 

રિસર્ચ શરૂઆતમાં દર ત્રણમાંથી એક રાતે મહિલાને અનિંદ્રાની ફરિયાદ જણાઈ. ત્રણમાંથી બે રાતે અચાનક ઊંઘ તૂટી જવાની સમસ્યા થઈ. રિસર્ચર ડોક્ટર ડેનિયલ સોલોમનના મત અનુસાર અનિદ્રાની સમસ્યા સામાન્ય થતી જોવા મળે છે. છેલ્લા બે દાયકામાં ઊંઘની ગોળીઓ લેતા લોકોની સંખ્યામાં મોટાપાયે વધારો થયો છે. દવાની અસર 2થી 12 સપ્તાહ સુધી રહે છે પછી એ બિનઅસરકારક સાબિત થાય છે

.

ઊંઘ ન આવવાના કારણો સમજવાની જરૂર

રિસર્ચ જણાવે છે કે ઊંઘ ન આવે તો તેના માટેનું કારણ શોધવા જોઈએ. મોટેભાગે તેનું કારણ બીમારી હોય છે. તેમાં ડાયાબિટીસ, હાઈબ્લડપ્રેશર, દુ:ખાવો અને ડિપ્રેશન જેવા રોગ સામે છે. આડેધડ ગોળીઓ લેવાને બદલે અનિદ્રાનું કારણ જાણી તેની સારવાર કરાવવી જોઈએ.

 

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)

Next Article