જો કોરોના ના થયો હોય, તો પણ થઇ શકે છે Mucormycosis? જાણો શું કહેવું છે નિષ્ણાતોનું

|

May 24, 2021 | 7:36 PM

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ બ્લેક ફંગસ એવા લોકોને પણ થઈ શકે છે જેમને કોરોનાનો ચેપ લાગ્યો નથી. જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે.

જો કોરોના ના થયો હોય, તો પણ થઇ શકે છે Mucormycosis? જાણો શું કહેવું છે નિષ્ણાતોનું
પ્રતિકાત્મક તસ્વીર (PTI)

Follow us on

દેશમાં કોરોના બાદ મ્યુકરમાઈકોસીસ (Mucormycosis)એટલે કે બ્લેક ફંગસએ (Black Fungus) ચિંતા વધારી દીધી છે. કોરોનાથી સાજા થયેલા લોકોમાં બ્લેક ફંગસનું વધુ પ્રમાણ જોવા મળી રહ્યું છે. આવામાં બ્લેક બાદ વ્હાઈટ ફંગસે પણ ટકોરા દીધા છે. ઉપરાંત તાજેતરમાં યલો ફંગસનો પણ એક કેસ સામે આવ્યો છે. કોરોનાથી સાજા થયા બાદ જ બ્લેક ફંગસ થાય છે એવી માન્યતા ફેલાઈ રહી છે. આ વચ્ચે વિશેષજ્ઞોએ મોટો ખુલાસો કરતા કહ્યું છે કે જે લોકોને કોરોના નથી થયો તેમને પણ બ્લેક ફંગસ થઇ શકે છે.

નિષ્ણાતોએ આપી ચેતવણી

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ બ્લેક ફંગસ એવા લોકોને પણ થઈ શકે છે જેમને કોરોનાનો ચેપ લાગ્યો નથી. જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, જેમને સુગર, કિડની અથવા હ્રદય રોગની તકલીફ છે તેમણે વધુ જાગૃત રહેવાની જરૂર છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કોવિડ પહેલા પણ હતો બ્લેક ફંગસ રોગ

નીતી આયોગ (આરોગ્ય) ના સભ્ય વી.કે. પોલે (VK Paul) કહ્યું કે, “આ એક ચેપ છે જે કોવિડ પહેલા પણ અસ્તિત્વમાં હતો. મેડિકલના વિદ્યાર્થીઓને બ્લેક ફંગસ વિશે જે શીખવવામાં આવે છે કે આ રોગ ડાયાબિટીઝથી પીડિત લોકોને સંક્રમિત કરે છે. અનિયંત્રિત ડાયાબિટીઝ અને કેટલાક અન્ય મહત્વપૂર્ણ બીમારીના સંયોજનથી બ્લેક ફંગસ થાય છે.”

કોને છે બ્લેક ફંગસનું વધુ જોખમ

આ બીમારીની ગંભીરતા વિશે સમજાવતાં ડોક્ટર પોલે કહ્યું કે, જ્યારે બ્લડ પ્રેશરનું સ્તર 700-800 સુધી પહોંચે છે. આ સ્થિતિને કિટોએસિડોસિસ કહેવામાં આવે છે. બાળકો અથવા વૃદ્ધ લોકોમાં બ્લેક ફંગસના હુમલા સામાન્ય છે. બ્લેક ફંગસ ન્યુમોનિયા જેવા અન્ય બીમારીનું જોખમ વધારી દે છે. આમાં હાવે કોવિડ પણ છે જેના કારણે બ્લેક ફંગસની અસર વધી છે.

ડોક્ટર પોલે કહ્યું કે કોવિડ (Covid) વિના પણ જો કોઈ બીમારી હોય તો લોકોને બ્લેક ફંગસ થઈ શકે છે. તે જ સમયે એમ્સના ડો.નિખિલ ટંડનનું કહેવું છે કે તંદુરસ્ત લોકોને બ્લેક ફંગસની ચિંતા કરવાની જરૂર નથી. તે લોકો જેની પ્રતિરક્ષા નબળી હોય છે, તેઓને વધારે જોખમ છે.

દેશમાં બ્લેક ફંગસના 9000 કેસ

દેશમાં અત્યાર સુધીમાં આ ગંભીર રોગના લગભગ નવ હજાર કેસ નોંધાયા છે. ઘણા રાજ્યોએ બ્લેક ફંગસને મહામારી પણ જાહેર કર્યો છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, જેને સુગર, કિડની રોગ, હ્રદયરોગ અને વય સંબંધિત સમસ્યાઓ છે, અથવા જેઓ સંધિવા જેવા રોગોની દવા લે છે તેમનામાં બ્લેક ફંગસ વધુ ફેલાય છે.

સ્ટેરોઇડનો ઉપયોગ ડોક્ટરની સલાહથી કરવો જોઈએ

જો આવા દર્દીઓને સ્ટેરોઇડ્સ આપવામાં આવે છે, તો તેમની રોગપ્રતિકારક શક્તિ વધુ ઓછી થઈ જાય છે. જે ફૂગને અસરકારક બનવાની વધુ તક આપે છે. આવી સ્થિતિમાં ડોકટરોની યોગ્ય દેખરેખ હેઠળ સ્ટેરોઇડનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ. ગંભીર રીતે બિમાર કોવિડ દર્દીઓ માટે સ્ટીરોઇડ્સને જીવન બચાવવા માટે અસરકારક માનવામાં આવી રહી છે. જોકે આના કેટલાક ખરાબ પરિણામ પણ સામે આવ્યા છે.

 

આ પણ વાંચો: કોરોનાના દર્દીઓની મદદ માટે આગળ આવી BCCI, કરી આ મોટી સહાય આપવાની જાહેરાત, જાણો

આ પણ વાંચો: મેચ બાદ ગુંદરથી ચોંટાડવા પડે છે ઝિમ્બાબ્વેના ક્રિકેટરને જૂતા, આ કંપની મદદ માટે આવી આગળ

Published On - 7:35 pm, Mon, 24 May 21

Next Article