
ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લાએ ઇન્સ્યુલિનને પાઉડર સ્વરૂપે ઇન્હેલેબલ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. ભારતમાં ડાયાબિટીસની સારવારમાં આ એક નવી શોધે મહત્વપૂર્ણ પગલું ગણાશે. કંપનીએ સોમવારે જાહેરાત કરી હતી કે, તેણે દેશમાં અફ્રેઝા, એક ઝડપી અસરકર્તા મ્હો વાટે શ્વાસમાં લેવાય તેવુ ઇન્સ્યુલિન રજૂ કર્યું છે. જે પરંપરાગત ઇન્જેક્શન આધારિત ઇન્સ્યુલિન ઉપચારનો સોયથી મુક્ત વિકલ્પ પૂરો પાડે છે. સિપ્લા દ્વારા આ પગલું ભારતમાં ડાયાબિટીસમની દર્દીઓની સારવાર પદ્ધતિઓને વધુ આધુનિક બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
કંપનીના જણાવ્યા મુજબ, તેને ગયા વર્ષના અંતમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) તરફથી અફ્રેઝા (Afrezza) ના વિશિષ્ટ વિતરણ અને માર્કેટિંગ કરવા માટે નિયમનકારી મંજૂરી મળી હતી. તેના લોન્ચ સાથે, ભારતમાં ડાયાબિટીસ સારવારનો એક નવો વિકલ્પ ઉપલબ્ધ થયો છે.
સિપ્લાએ જણાવ્યું હતું કે, ભારતમાં ઇન્હેલેબલ ઇન્સ્યુલિનના ઉત્પાદનના લોન્ચથી દેશમાં ડાયાબિટીસથી પીડિત આશરે 100 મિલિયન લોકોને ફાયદો થવાની ધારણા છે. ડાયાબિટીસના દર્દીઓ માટે દૈનિક ઇન્સ્યુલિન ઇન્જેક્શન ફક્ત શારીરિક અને માનસિક રીતે પડકારજનક નથી. ઇન્હેલેબલ ઇન્સ્યુલિન ડાયાબિટીસના દર્દીઓની જીવનશૈલીને સરળ બનાવી શકે છે.
Afrezza માં ઇન્સ્યુલિન ઇન્હેલેશન પાવડર સિંગલ-યુઝ ડોઝના પ્રમાણમાં ઉપલબ્ધ હશે, જે ખાસ ઇન્હેલર ઉપકરણ દ્વારા મ્હો વાટે શ્વાસમાં લેવામાં આવે છે. આ પ્રક્રિયા ખૂબ જ સરળ હોય છે. દર્દી પહેલા ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલા ડોઝ અનુસારઈન્સ્યુલિનના ડોઝ પસંદ કરે છે, તેને ઇન્હેલરમાં દાખલ કરે છે, અને પછી ઉપકરણમાંથી ઇન્સ્યુલિન મ્હો વાટે શ્વાસમાં લે છે. એખવાર ઉપયોગ કર્યા પછી ઈન્હેલરમાંથી કેપ્સ્યુલ કાઢી નાખવામાં આવે છે.
આ ઇન્સ્યુલિન સામાન્ય રીતે દિવસના સૌથી મોટા ભોજન સાથે શરૂ થાય છે, અને જરૂર મુજબ ડોઝ વધારી ઘટાડી શકાય છે. તે એક ઝડપી કાર્ય કરતું ઇન્સ્યુલિન છે. જે ભોજન પછી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
સિપ્લાના ગ્લોબલ ચીફ ઓપરેટિંગ ઓફિસર અચિન ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ નવીનતા માત્ર ઇન્સ્યુલિનને સરળ બનાવે છે, પરંતુ દર્દીઓને દૈનિક ઇન્જેક્શન લેતી વખતે આવતી ભાવનાત્મક અને વ્યવહારિક મુશ્કેલીઓને પણ ઘટાડે છે. તેમણે કહ્યું કે આ પહેલ ડાયાબિટીસના દર્દીઓ માટે જીવનશૈલી સુધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
આ પણ વાંચોઃ ‘સફેદ બ્રેડ’ ખાવી ભારે પડશે ! નિયમિત સેવન તમારા સ્વાસ્થ્ય માટે બની શકે છે ‘ગંભીર’, આ 5 આડઅસરો થવાની સંભાવના